SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ઠાણ-૪/૨/૩૦૧ સ્થાપના કરવી. સંવેદની કથા ચાર પ્રકારની છે- ઈહલોક સંવેદની-મનુષ્ય દેહની નશ્વરતા બતાવી વૈરાગ્ય ઉપજાવનારી. પરલોક સંવેદની-પરલોકના સ્વરૂપને પ્રગટ કરનારી કથા. આત્મશરીર સંવેદની- સ્વશરીરને અશુચિમય બતાવવાવાળી કથા. પરશરીરસંવેદની- નિર્વેદની કથા ચાર પ્રકારની છે. આ જન્મમાં કરેલા દુષ્કર્મોનું ફળ આ જન્મમાં મળે છે તે બતાવવાળી કથા. આ જન્મમાં કરેલા દુષ્કમોનું ફળ પરજન્મમાં મળે છે તે બતાવવાવાળી કથા. પરજન્મમાં કરેલા દુષ્કર્મોનું ફળ આ જન્મમાં મળે છે તે બતાવતી કથા. પરજન્મમાં કરેલ દુષ્કર્મોનું ફળ પર-જન્મમાં મળે છે તે બતાવતી કથા. આજન્મમાં કરેલા સત્કર્મોનું કૃત આ જન્મમાં મળે છે. તે બતાવતી કથા યાવત્ છે. પરજન્મકૃત. સત્કમોનું ફળ પરજન્મમાં મળે છે એ બતાવતી કથા. [૩૦૨] ચાર પ્રકારના પુરુષવર્ગ કહેલ છે- એક પુરુષ પહેલા કૃષ હતો અને વર્તમાનમાં પણ કૃષ છે. એક પુરુષ પહેલા કૃષ હતો અને વર્તમાનમાં સુદ્રઢ શરીરવાળો છે. એક પુરુષ પહેલા સુદ્રઢ શરીરવાળો છે પરંતુ વર્તમાનમાં કૃષકાય છે. એક પહેલા સુદ્રઢ શરીરવાળો હતો અને વર્તમાનમાં પણ સુદ્રઢ શરીરવાળો છે. ચાર પ્રકારના પુરુષ કહેલા છે. એક પુરુષ હીન મનવાળો છે અને કૃષકાય પણ છે. એક પુરુષ હીન મનવાળો છે પણ સુદ્રઢશરીરવાળો છે. એક પુરુષ ઉદાર મનવાળો છે પરંતુ કષકાય છે. એક પુરુષ ઉદાર મનવાળો અને સુદ્રઢશરીરવાળો પણ છે. ચાર પ્રકારના પુરુષ કહેલા છે. કોઈ કૃષકાય પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પણ સુદ્રઢ શરીરવાળાને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. કોઈ સુદ્રઢ શરીરવાળા પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પરંતુ કષકાયને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. કોઈ કષકાય પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થઈ જાય છે સુદ્રઢ શરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થઈ જાય છે. કોઈ કષકાય પુરૂષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન નથી થતાં સુદ્રઢશરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન નથી થતાં. [૩૦૩ ચાર કારણોથી વર્તમાનમાં નિગ્રંથ અને નિગ્રંથિઓને આ સમયમાં વિશિષ્ઠ જ્ઞાનદર્શનની ઉત્પત્તિ થતી નથી. જે નિગ્રંથ નિર્ગથી વારંવાર સ્ત્રીકથા, ભક્તકથા; દશકથા અને રાજકથા કરે છે. જે પોતાના આત્માને વિવેક અને વ્યુત્સર્ગથી - ભાવિત કરતા નથી. જે પૂર્વરાત્રિમાં અને અપરાત્રિમાં ધર્મજાગરણ કરતા નથી. જે પ્રાસૂક-એષણીય અલ્પઆહાર લેતા નથી તથા બધા ઘરોમાં આહારની ગવેષણા કરતા નથી. આ ચાર કારણોથી નિર્ઝક્યુનિર્ઝબ્ધિઓને વર્તમાનમાં વિશિષ્ટ જ્ઞાન દર્શન ઉત્પન્ન થતું નથી. ચાર કારણોથી નિગ્રંથ અને નિગ્રંથિઓ વર્તમાન અતિશય વિશિષ્ટ) જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાને પાત્ર બને છે. જે સ્ત્રીકંથા આદિ ચાર વિકથા કરતા નથી. જે વિવેક અને વ્યુત્સર્ગથી પોતાના આત્માને સારી રીતે ભાવિત કરે છે. જે પૂર્વરાત્રિ અને અપરરાત્રિએ ધર્મ જાગરણ કરે છે. જે પ્રાર્ક એષણીય અલ્પ આહાર લે છે તથા બધા ઘરોથી આહારની ગવેષણા કરે છે. આ ચાર કારણોથી નિગ્રંથ-નિગ્રંથિઓને વર્તમાનમાં પણ વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે. [૩૦૪] ચાર મહાપ્રતિપદાઓ (વદ એકમે) નિગ્રંથ નિગ્રંથિએ સ્વાધ્યાય કરવો. કલ્પતો નથી-અષાઢી પડવે, આસો માસના પડવે, કાર્તિક માસના અને ચૈત્રના પડવે. ચાર સંધ્યાઓમાં નિગ્રંથ નિગ્રંથિઓને સ્વાધ્યાય કરવા કહ્યું નહીં. પ્રથમ સંધ્યામાં સૂિર્યોદય સમયે], છેલ્લી સંધ્યામાં સૂર્યાસ્ત સમયે], મધ્યાહ્ન સમયે, મધ્યરાત્રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy