________________
સ્થાન-૩, ઉસો-૪
૨૬૩ ૨િ૦૮] ત્રણ પ્રકારની પ્રજ્ઞાપના કહેલ છે જેમકે- જ્ઞાનપ્રજ્ઞાપના, દર્શન પ્રજ્ઞાપના, અને ચારિત્ર પ્રજ્ઞાપના. ત્રણ પ્રકારના સમ્યગુ કહેલ છે, જેમકે-જ્ઞાન સમ્યગુ દર્શન સમ્યગ, અને ચારિત્રસમ્યગ. ત્રણ પ્રકારના ઉપઘાત કહેલ છે. જેમકે- ઉદ્દગમોપઘાત, ઉત્પાદનોપઘાત અને એષણોપઘાત. એ પ્રમાણે ત્રણ પ્રકારની વિશુદ્ધિ, કહેલ છે જેમકેઉદ્ગમ વિશુદ્ધિ, ઉત્પાદન વિશુદ્ધિ. એષણાવિશુદ્ધિ.
[૨૯] ત્રણ પ્રકારની આરાધના છે,- જ્ઞાનારાધના, દર્શનારાધના, અને ચારિત્રારાધના. જ્ઞાનારાધના ત્રણ પ્રકારની કહેલ છે. જેમકે- ઉત્કૃષ્ટ, મધ્યમ, ને જઘન્ય. એ પ્રમાણે દર્શન આરાધના અને ચારિત્ર આરાધના પણ કહેવી જોઈએ.
ત્રણ પ્રકારના સંકલેશ કહેલ છે. જેમ કે- જ્ઞાનસંકલેશ, દર્શનસંકલેશ અને ચારિત્ર્યસંકલેશ. એ પ્રમાણે અસંકલેશ, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર પણ જાણવા. ત્રણ નું અતિક્રમણ થવા પર આલોચના કરવી જોઇએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, નિંદા કરવી જોઇએ, ગહ કરવી જોઈએ, યાવતુ તપ અંગીકાર કરવો જોઈએ. જેમ કે- જ્ઞાનનું અતિક્રમણ, દર્શનનું અતિક્રમણ અને ચારિત્ર્યનું અતિક્રમણ કરવા પર. એ પ્રમાણે વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર કરવા પર આલોચનાદિ કરવી જોઇએ.
[૨૧] પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- આલોચનાને યોગ્ય, પ્રતિક્રમણને યોગ્ય, ઉભય યોગ્ય.
[૨૧૧] જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના દક્ષિણમાં ત્રણ અકર્મભૂમિઓ કહેલી છે, જેમ કે- હૈમવત, હરિવર્ષ અને દેવકર. જમ્બુદ્વીપવત મેરુ પર્વતના ઉત્તરમાં ત્રણ અકર્મભૂમીઓ કહેલી છે, જેમ કે- ઉત્તરકર, રમ્યકવાસ અને હૈરણ્યવત. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના દક્ષિણમાં ત્રણ ક્ષેત્રો કહેલ છે, જેમકે- ભરત, હૈમવત, અને હરિયાસ. જબૂદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તરમાં ત્રણ ક્ષેત્રો કહેલ છે જેમકે- રમ્યકવાસ હૈરણ્યવતું અને ઐરવત. જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના દક્ષિણમાં ત્રણ વર્ષઘર પર્વત છે, જેમકેલઘુહિમવાન, મહાહિમાવાન અને નિષધ જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના ઉત્તરમાં ત્રણ વર્ષઘર પર્વત છે, જેમકે-નીલવાન, રુકમી અને શિખરી. જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના દક્ષિણમાં ત્રણ મહાદ્રહ છે, જેમકે-પદ્ધહ, મહાપદ્રવ્રહ અને તિગિચ્છદ્રહ. ત્યાં મહર્નેિકયાવતુ - પલ્યોપમની સ્થિતિવાળી ત્રણ દેવીઓ રહે છે. શ્રી, લી, અને વૃતિ. આ પ્રમાણે ઉત્તરમાં પણ ત્રણ દ્રહ છે, જેમકે- કેશરી દ્રહ, મહાપુંડરીક દ્રહ અને પુંડરીક દ્રહ. તે દ્રહમાં રહેવાવાળી દેવીઓનાં નામ આ પ્રમાણે છે- કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી.
જબૂદ્વીપવર્તી મેર પર્વતના દક્ષિણમાં સ્થિત લઘુ હિમાવાન વર્ષઘર પર્વતના પદ્મદ્રહ નામના મહાદ્રહથી ત્રણ મહાનદીઓ નીકળે છે, જેમકે-ગંગા, સિન્ધ અને રોહિતાંશા. જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના ઉત્તરમાં સ્થિત શીખરીવર્ષઘર પર્વતના પુંડરીક નામના મહાદ્રહથી ત્રણ મહાનદીઓ નીકળે છે. જેમકે-સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના પૂર્વમાં અને સીતાદા મહાનદીના ઉત્તરમાં ત્રણ અત્તર નદીઓ કહેલી છે, જેમ કે- તપ્તકલા, મત્તલા અને ઉન્મત્તજલા. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં ત્રણ અન્તર નદીઓ કહેલી છે, જેમ કે- ક્ષીરોદા, શીતશાસ્રોતા અને અન્તવાહિની. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના પશ્ચિમમાં અને શીતોદા મહાનદીના ઉત્તરમાં ત્રણ અન્તર નદીઓ કહેલી છે. જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org