________________
સ્થાન-૩, ઉદેસી-૨
૨૫૫ પ્રરૂપીત ધર્મ સાંભળી શકે છે. જેમ કે- પ્રથમવય, મધ્યમવય અને અન્તિમ વયમાં. કેવલ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે ત્યાં સુધીનું કથન પહેલાનીસમાન સમજવું.
[૧૪] બોધિ ત્રણ પ્રકારના છે. જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ, ત્રણ પ્રકારના બુદ્ધ કહેલ છે. જેમ કે- જ્ઞાનબુદ્ધ, દર્શનબુદ્ધ અને ચારિત્રબુદ્ધ. એ પ્રમાણે ત્રણ પ્રકારના મોહ (અજ્ઞાન) અને ત્રણ પ્રકારના મુઢ સમજવા.
[૧૬પી પ્રવજ્યા ત્રણ પ્રકારની છે. ઈહલોકપ્રતિબદ્ધ, પરલોકપ્રતિબદ્ધા અને ઉભયલોકપ્રતિબદ્ધ. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા કહેલ છે. જેમ કે- પુરત:પ્રતિબદ્ધ, માર્ગતઃ પ્રતિબદ્ધ, ઉભયતઃ પ્રતિબદ્ધ. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા છે. મોહયિત્વા, પ્લાવયિત્વા, ઉકત્વા. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા કહેલ છે. જેમ કે- અવપાત, આખ્યાત, સંગાર.
[૧૬] ત્રણ નિગ્રંથોનો સંજ્ઞોપયુક્ત કહેલ છે. તે પુલાક, નિર્ગથ અને સ્નાતક. ત્રણ નિગ્રંથો સંજ્ઞા-નોસંજ્ઞાપયુક્ત છે. બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ.
[૧૬૭) ત્રણ પ્રકારની શૈક્ષ-ભૂમિ કહેલ છે. જેમ કે- ઉત્કૃષ્ટ છ માસની, મધ્યમ ચાર માસની, જઘન્ય સાત રાત્રિ દિવસની. ત્રણ સ્થવિરભૂમિઓ કહેલ છે. જેમ કેજાતિસ્થવિર, સૂત્રસ્થવિર અને પયયસ્થવિર. સાઠ વર્ષની ઉંમરવાળા શ્રમણ-નિર્ઝન્ય જાતિ સ્થવિર, સ્થાનાંગ-સમવાયાંગને જાણનાર શ્રમણ નિગ્રંથ સૂત્રસ્થવિર અને વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથ પયયસ્થવિર કહેવાય છે.
[૧૬૮-૧૭૩] ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. - સુમના દુર્મના નો સુમના-નો દુમના ત્રણ પ્રકારના પુરુષ કેટલાક કોઈ સ્થાન પર જઈને સુમના હોય છે, કેટલાક કોઈ સ્થાન પર જઈને દુર્મના હોય છે, કેટલાક કોઈ સ્થાન પર જઈને નોસુમના નોદુમના હોય છે-સમભાવમાં રહે છે. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. કેટલાક કોઈ સ્થાન પર જાઉં છું એમ માનીને સુમના હોય છે. કેટલાક કોઈ સ્થાન પર “જાઉં છું’ એમ માનીને દુર્મના થાય છે, કેટલાક કોઈ સ્થાન પર જાઉં છું એમ માનીને નોસુમના નાદુર્મના થાય છે. એ પ્રમાણે કેટલાક “જઈશ” એમ માનીને સુમના થાય છે, ઈત્યાદિ પૂર્વવત સમજવું. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. કેટલાક નહી જઈને સુમના થાય છે, ઈત્યાદિ ત્રણ વિકલ્પો પૂર્વવતુ. સમજવા. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે.- નહીં જાઉં એમ માનીને થાય છે આદિ. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. “જઇશ નહીં એમ માનીને સુમના થાય છે, ઈત્યાદિ. એ પ્રમાણે કેટલાક આવીને સુમના થાય છે, ઈત્યાદિ. “આવું છું.”
એમ માનીને કેટલાક સુમના થાય છે ઈત્યાદિ. એ પ્રમાણે અભિશાપકથી જઈને, નહીં જઈને, ઊભારહીને, નહીં ઊભારહીને, બેસીને નહીં બેસીને, મારીને, નહીં મારીને. છેદન કરીને, નહીં છેદન કરીને. આવીને, નહીં આવીને. ખાઈને, નહીં ખાઈને. પ્રાપ્ત કરીને, નહીં પ્રાપ્ત કરીને, પીને, નહીં પીને, શયન કરીને, નહીં શયન કરીને, લડીને, નહીં લડીને જીતીને, નહીં જીતીને. પરાજીત કરીને, નહીં પરાજીત કરીને. તથા શબ્દ રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એક એકના-ત્રણ આલાપક સમજવા જેમ કે- કેટલાક શબ્દ સાંભળીને સુમના થાય છે. કેટલાક “સાંભળું છું એમ માનીને સુમના થાય છે. કેટલાક સાંભળીશ” એમ માનીને સુમના થાય છે. આ પ્રમાણે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ દરેકમાં છ છ આલાપક સમજવા.
[૧૭] શીલરહિત, વ્રતરહિત, ગુણરહિત, મયદારહિત અને પ્રત્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org