SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ઠા-૩/૫/૧૪૭ વૈમાનિક સુધી બધા દેડકોમાં કહેવા જોઈએ. ત્રણ પ્રકારના સુપ્રણિધાન કહેલ છે, જેમકે મનનું સુપ્રણિધાન, વચનનું સુપ્રણિધાન, અને કાયાનું સુપ્રણિધાન. સંયમી મનુષ્યોના ત્રણ પ્રકારના સુપ્રણિધાન કહેલ છે. જેમકે-મનનું સુપ્રણિધાન, વચનનું સુપ્રણિધાન, કાયાનું સુપ્રણિધાન. ત્રણ પ્રકારનું અશુભ પ્રણિધાન કહેલ છે- મનનું અશુભપ્રણિધાન, વચનનું અશુભ પ્રણિધાન, કાયાનું અશુભપ્રણિધાન તે પંચેન્દ્રિથી લઈ વૈમાનિક સુધી બધા દેડકોમાં કહેવું જોઈએ. [૧૪૮] યોનિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે-શીત. ઉષ્ણ અને શીતોષ્ણ તે તેજસ્કાયને છોડીને શેષ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમુદ્ઘિમ તિર્યંચયોનિક પંચેન્દ્રિય અને સમુશ્કેિમ મનુષ્યોને હોય છે. યોનિ ત્રણ પ્રકારની કહેલી છે. જેમકે-સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તે એકેન્દ્રિયો, વિગલેન્દ્રિયો, સમુચ્છિમ, તિર્યંચયોનિક, પંચેન્દ્રિયો અને સમુદ્ઘિમ, મનુષ્યોને હોય છે. યોનિ ત્રણ પ્રકારની છે સંવૃતા, વિવતા, સંવત્ત વિવૃતા યોની ત્રણ પ્રકારે છે. કૂર્મોન્નતા, શંખાવત, વંશપત્રિકા ઉત્તમપુરષોની માતાઓની યોનિ કૂર્મોન્નતા હોય છે. કુન્નતા યોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષ ઉત્પન્ન થાય છે.અહંન્ત, ચક્રવર્તી અને બલદેવ- વાસુદેવ, ચક્રવર્તીના સ્ત્રીરત્નની યોનિ શંખાવર્ત હોય છે. શંખાવત યોનિમાં ઘણા જીવો અને પુદ્ગલો આવે છે, થાય છે. અને નષ્ટ થાય છે. તે યોનિથી બીજી યોનિમાં જાય છે. બીજી યોનિમાં ઉત્પન્ન થાય છે; પરન્તુ ત્યાં નિષ્પન્ન થતા નથી. પૂર્ણતા પામતા નથી. વંશી પત્રિકાયોનિ સામાન્ય મનુષ્યોની યોનિ છે. વંશીકાપત્રિકા યોનિમાં ઘણા સામાન્ય મનુષ્યો ગર્ભરૂપમાં ઉત્પન્ન થાય છે. [૧૪] તૃણ (બાદર) વનસ્પતિકાય ત્રણ પ્રકારની કહેલ છે. જેમ કે-સંખ્યાત જીવવાળી, અસંખ્યાત જીવવાળી, અનન્ત જીવવાળી. [૧૫] જમ્બુદ્વીપવતી ભરતક્ષેત્રમાં નદીઓના અવતરણ રૂપ ત્રણ તીર્થ કહેલ છે, જેમ કે-માગધ, વરદામ, અને પ્રભાસ. એ પ્રમાણે ઐરાવત ક્ષેત્રમાં પણ સમજવું. જબૂદીપવર્તી મહાવિદેહ ક્ષેત્રમાં એક એક ચક્રવતવિજયમાં ત્રણ ત્રણ તીર્થ કહેલ છે. જેમ કે-માગધ, વરદામ, પ્રભાસ. એ પ્રમાણે ઘાતકીખંડદ્વીપના પૂવઘમાં અને પશ્ચિમાઈમાં તથા અર્ધપુષ્કરવરદ્વીપના પૂર્વાધમાં અને પશ્ચિમાર્યમાં પણ આ પ્રમાણે સમજવું. ત્રણ-ત્રણ તીર્થો કહેવા. [૧૫૧] જમ્બુદ્વીપવર્તી ભરત અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાલના સુષમનામના આરાનો કાલ ત્રણ ક્રોડાકોડી સાગરોપમ હતો. એ પ્રમાણે આ અવસર્પિણી કાલના સુષમઆરાનો કાલ પણ એટલો કહેલ છે. આગામી ઉત્સર્પિણીના સુષમ આરાનો કાલ એટલો જ હશે. એ પ્રમાણે ઘાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં પણ એ પ્રમાણે અર્ધ પુષ્કરવ૨દ્વીપના પૂવધિ અને પશ્ચિમમાં પણ કાલનું કથન કરવું જોઇએ. જમ્બુદ્વીપવર્તી ભરત ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાલના સુષમસુષમા આરામાં મનુષ્ય ત્રણ કોષની ઊંચાઈવાળા અને ત્રણ પલ્યોપમના પરમાયુષ્યવાળા હતા. એ પ્રમાણે તે અવસર્પિણી કાલ અને આગામી ઉત્સર્પિણી કાલમાં પણ જાણવું. જમ્બુદ્વીપવર્તી દેવકર અને ઉત્તરકુરુમાં મનુષ્ય ત્રણ કોસની ઉંચાઈવાળા કહેલ છે તથા તે ત્રણ પલ્યોપમના પરમાયુવાળા છે. એ પ્રમાણે અર્ધપુષ્કરવરદ્વીપના પશ્ચિમાધ સુધીનું કથન સમજવું. જમ્બુદ્વીપવર્તી ભરત- ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy