SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૫, ૨૦૯ [૭૧૪-૭૧૫] આ જે ઔદયિક આહારક અને કામણ શરીર છે તે બધા એક જ છે અથવા એકાન્ત રૂપે ભિન્ન ભિન્ન છે. આમ એકાન્ત વચન ન કહેવું. તથા બધા પદાથોમાં પદાર્થોની શક્તિ વિદ્યમાન છે અથવા બધા પદાર્થોમાં બધા પદાર્થોની શક્તિ નથી, એમ ન કહેવું જોઇએ. કારણ કે આ બન્ને એકાન્ત વચનોથી વ્યવહાર થતો નથી અને અનાચારનું સેવન થાય છે. [૭૧૬-૭૧૭] લોક કે અલોક નથી, એવો વિચાર કરવો નહિ પરતુ લોક અને અલોક છે. એવું જ્ઞાન કરવું જોઈએ. જીવ અને અજીવ નથી, એવો વિચાર કરવો નહિ. પરન્તુ જીવ અને અજીવ છે, એવું જ્ઞાન કરવું જોઈએ. ધર્મ અને અધર્મ નથી, એમ વિચારવું નહિ. પરન્તુ ધર્મ અધર્મ છે, એમ માનવું જોઈએ. બન્ધ અને મોક્ષ નથી, એમ વિચારવું નહિ. પણ બંધ અને મોક્ષ છે, એમ માનવું જોઈએ. પુણ્ય અને પાપ નથી, એમ વિચારવું નહિ. પણ પુણ્ય અને પાપ છે, એમ માનવું જોઇએ. [૭૨૧-૭૨૩] આશ્રવ અને સંવર નથી, એમ વિચારવું નહિ પણ આશ્રવ અને સંવર છે, એમ માનવું જોઇએ. વેદના અને નિર્જરા નથી, એમ વિચારવું નહિ પણ વેદના અને નિર્જરા છે, એમ માનવું જોઈએ. ક્રિયા અને અક્રિયા નથી, એમ વિચારવું નહિ. પણ ક્રિયા અને અક્રિયા છે, એમ માનવું જોઈએ. [૭૨૪-૭૨૬] ક્રોધ અને માન નથી, એમ વિચારવું નહિ, પણ ક્રોધ અને માન છે, એમ માનવું જોઈએ. માયા અને લોભ નથી, એમ વિચારવું નહિ. પણ માયા અને લોભ છે, એમ માનવું જોઈએ. રાગ અને દ્વેષ નથી, એમ વિચારવું નહિ. પણ રાગ અને દ્વેષ છે, એમ માનવું જોઈએ. [૭૨૭-૭૩૦] ચાર ગતિવાળો સંસાર નથી, એમ વિચારવું નહિ પણ ચાર ગતિવાળો સંસાર છે, એમ માનવું જોઈએ. દેવ અને દેવી નથી, એમ વિચારવું નહિ પણ દેવ દેવી છે, એમ માનવું જોઈએ. સિદ્ધિ ને અસિદ્ધિ નથી, એમ વિચારવું નહિ, પણ સિદ્ધિ ને અસિદ્ધિ છે, એમ માનવું જોઈએ. સિદ્ધિ જીવોનું સ્થાન નથી, એમ ન માનવું પણ તેમનું સ્થાન છે. એમ માનવું જોઈએ [૭૩૧] સાધુ અને અસાધુ નથી, એમ ન માનવું. પણ સાધુ અને અસાધુ છે, એમ નિશ્ચય કરવો જોઈએ. [૭૩૨-૭૩૩] કલ્યાણવાનું અને પાપી નથી, એમ ન માનવું પણ કલ્યાણવાનું અને પાપી છે, એમ માનવું જોઈએ. કોઈ એકાંત કલ્યાણવાનું છે. એ એકાન્ત પાપી છે, એવો વ્યવહાર હોતો નથી. તથાપિ મૂર્ખ હોવા છતાં પોતાને પંડિત માનનાર શાક્ય વિગેરે જાણતા નથી કે એકાન્ત પક્ષના આશ્રયે કર્મબન્ધ થાય છે. [૭૩૪] જગતુના પદાર્થો એકાન્ત નિત્ય છે કે એકાન્ત અનિત્ય છે તથા સર્વ જગતું દુઃખરૂપ છે, તથા અપરાધી પ્રાણી વધ્ય છે કે અવધ્ય છે, એવું કર્થન સાધુ ન કરે. [૭૩પ યતનાવાળા ને સાધુજીવન જીવવાવાળા સાધુ દેખાય છે માટે સાધુ મિથ્યા વ્યવહારથી જગતને ઠગીને આજીવિકા કરે છે, એવી દ્રષ્ટિ રાખવી નહિ. [૭૩] અમુક પાસેથી દાન મળે છે કે અમુક પાસેથી નથી મળતું, એમ બુદ્ધિમાનું સાધુ ન કહે. પરંતુ જેથી શાંતિમા (મોક્ષ માગ)ની વૃદ્ધિ થતી હોય એવું વચન કહે. [૭૩૭] આ અધ્યયનમાં કહેલ આ જિનેન્દ્રોક્ત સ્થાનો વડે સંયત મુનિ 14 Jaitheducation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy