________________
શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૪,
૨૦૭ સંજ્ઞીનું દૃષ્ટાંત અને બીજું અસંશીનું દૃષ્ટાંત પ્રશ્ન કર્તા પૂછે છે કે-સંજ્ઞીનું દ્રષ્ટાંત શું છે? આચાર્યે કહ્યું-પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રીયમાંથી કોઈ જીવ પૃથ્વીકાયથી લઈ ત્રસકાય પર્યત છ કાયના જીવોના વિષયમાં કોઈ પુરુષ પૃથ્વીકાય દ્વારા કોઈ કાર્ય કરે છે અને કરાવે છે ત્યારે એમ જ કહે છે અને પ્રતિજ્ઞા કરે છે કે “હું પૃથ્વીકાય દ્વારા કાર્ય કરું છું અને કરાવું છું.” પરંતુ તેના વિષયમાં એમ તો ન જ કહી શકાય કે તે અમુક અમુક પૃથ્વી વડે કાર્ય કરે છે અને કરાવે છે. તેથી તે પુરુષ પૃથ્વીકાયનો અસંયમી, અવિરત ને તેને વિષે પાપકર્મના પ્રત્યાખ્યાનથી રહિત છે. તે પ્રમાણે ત્રસકાય સુધીના બધા પ્રાણીઓના વિષયમાં તે જીવ માટે સમજવું જો કોઇ છકાયના જીવો દ્વારા કાર્ય કરતો હોય અને કરાવતો હોય તો તે એમ જ કહેશે કે હું છકાયના જીવો વડે કાર્ય કરું છું અને કરાવું છું. પરંતુ તે જીવને વિષે એમ કહી શકાશે નહિ કે તે અમુક અમુક જીવો દ્વારા કાર્ય કરે છે અને કરાવે છે પરંતુ એમ જ કહેવાશે કે તે છ એ જીવનિકાયો દ્વારા કરે છે અને કરાવે છે. તેથી તે પુરુષ છએ જીવનકાયોનો અસંયમી અવિરત અને તેમને વિષે પાપકર્મના પ્રત્યાખ્યાનથી રહિત છે, અને પ્રાણાતિપાતથી માંડી મિથ્યાદર્શન શલ્ય પર્યન્તના બધા પાપોનું સેવન કરનારો છે, આ સંજ્ઞીનું દ્રષ્ટાંત થયું.
પ્રશ્નકર્તાએ પૂછ્યું કે અસંજ્ઞીનું દ્રષ્ટાંત શું છે? આચાર્ય અને અસંજ્ઞીનું દ્રષ્ટાંત કહે છે- પૃથ્વીકાયથી માંડી વનસ્પતિકાય સુધીના જીવો અને ત્રસનામક અસંજ્ઞી જીવો છે. તેમાં તર્કશક્તિ, સંજ્ઞા, પ્રજ્ઞા, મનન કરવાની શક્તિ કે વાણી, કંઈ જ નથી, તથા જેઓ સ્વયં કરી શકતા નથી કરાવી શકતા નથી, કરનારને અનુમોદન આપી શકતા નથી. છતાં તે અજ્ઞાની પ્રાણીઓ સંપૂર્ણ પ્રાણી અને સંપૂર્ણ સત્વોના દિન-રાત-સૂતા-જાગતા શત્રુ બનીને રહે છે તથા તેમની સાથે શતા અને પૂર્ણ હિંસક ચિત્તવૃત્તિવાળા બની રહે છે અને પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપોમાં પ્રવૃત્ત રહે છે.
ઉપરોક્ત પ્રાણીઓમાં કોઇને મન અને વાણી નથી છતાં પણ તે સંપૂર્ણ પ્રાણીઓને અને સંપૂર્ણ સત્વોને દુઃખ આપવાથી, શોક કરાવવાથી, ક્ષીણ કરવાથી, તાપ આપવાથી, પીડિત કરવાથી, પરિતાપ આપવાથી, અને એક જ સાથે દુઃખ, શોક, પરિતાપ વધ, બન્ધન આદિ પાપકમથી નિવૃત્ત થયા નથી. આ કારણથી તે પ્રાણી અસંજ્ઞી હોવા છતાં પણ દિવસ-રાત પ્રાણાતિપાતમાં તથા પરિગ્રહમાં તેમજ મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપોમાં વર્તનારા કહેવાય છે. વસ્તુતઃ બધી યોનિમાં ઉત્પન્ન થતા પ્રાણીઓ સંગીથી અસંગીમાં અથવા અસંજ્ઞીમાંથી સંજ્ઞીમાં આવે છે. તે સંજ્ઞી અથવા અસંજ્ઞી બનીને ત્યાં પાપકર્મને પોતાથી પૃથક પૃથક નહિ કરીને તથા તેમને ખંખેર્યા વિના, તેમનું છેદન કર્યા વિના, તેમનો પસ્તાવો કર્યા વિના તે જીવો અસંજ્ઞીના શરીરમાંથી સંજ્ઞીના શરીરમાં, અથવા સંજ્ઞીના શરીરમાંથી અસંજ્ઞીના શરીરમાં, સંજ્ઞીના શરીરમાંથી સંજ્ઞીના શરીરમાં, અસંજ્ઞીના શરીરમાંથી અસંજ્ઞીના શરીરમાં, આવે છે. આ સંજ્ઞી કે અસંશી બધા પ્રાણીઓ મિથ્યાચારી અને શઠતાપૂર્ણ હિંસાત્મક ચિત્તવૃત્તિવાળા અને પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય પર્યન્ત અઢારે પાપોનું સેવન કરનાર હોય છે. તેથી ભગવાને તેમને અસંયત, અવિરત, પાપોનો પ્રતિઘાત કે પ્રત્યાખ્યાન ન કરનાર, સક્રિય, અસંવૃત, એકાન્ત, સાવદ્ય પ્રવૃત્તિવાળા, એકાન્ત અજ્ઞાની અને એકાન્ત સુષુપ્ત કહ્યા છે. ભલે તે અજ્ઞાનીઓના મન, વચન, કાયાની વક્રતા વગર વિચાર્યે થતી હોય અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org