________________
શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨,
૧૯૧ અધ્યયનથી જાણવી. તેમાં જે પુરુષ કષાયોથી તથા ઈન્દ્રિયોના ભોગથી નિવૃત્ત થયેલ છે તે ધર્મ પક્ષવાળા જાણવા, એમ હું કહું છું. તે સ્થાન આર્ય છે, કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનાર છે અને એકાંત સમ્યક અને ઉત્તમ સ્થાન છે.
[૬૬] ત્યાર પછી ત્રીજું મિશ્રસ્થાન કહેવામાં આવે છે. તેમાં કોઈ વનમાં નિવાસ કરનારાઓ તાપસ આદિ, ઘર યા કુટીર બનાવીને રહેનારા તાપસ તથા ગામની બાજુમાં નિવાસ કરનારા તાપસ અને જે ગુપ્ત વિષયમાં વિચાર કરનાર તાપસો છે (તે મૃત્યુ પામીને કિલ્શિષી દેવપણે ઉત્પન્ન થાય છે. અને ત્યાંના આયુષને પૂર્ણ કરીને ત્યાંથી નીકળીને મૂંગા, જન્માધે કે જન્મથી મૂંગા બને છે. તે સ્થાન આર્ય પુરષોથી સેવિત નથી. તે સ્થાન એકાંત મિથ્યા અને ખરાબ છે. આ ત્રીજું મિશ્રસ્થાન કહેવામાં આવ્યું.
[૬૭] હવે પ્રથમ સ્થાન જે અધર્મસ્થાન છે, તેમાં રહેલાનો વિચાર કરવામાં આવે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં એવા મનુષ્યો નિવાસ કરે છે જેઓ ગૃહસ્થ છે. સ્ત્રી અને પરિવાર સહિત જીવન વ્યતીત કરનાર છે. તેઓ મહાન ઈચ્છાવાળા, મહાન આરંભવાળા અને મહાપરિગ્રહવાળા હોય છે. તે અધર્મ કરવાવાળા અને અધર્મની પાછળ ચાલનાર, અધર્મને પોતાનો અભીષ્ટ માનનાર, અધર્મની જ ચર્ચા કરનાર, અધર્મમય સ્વભાવ અને આચરણવાળા, અધર્મથી જ પોતાની આજીવિકા ઉત્પન્ન કરનાર છે અને પોતાનું સંપૂર્ણ જીવન અધર્મમાં જ પૂર્ણ કરે છે.
અધર્મમય જીવન જીવનારા પુરૂષો હંમેશા એવું જ કરતા રહે છે કે પ્રાણીઓને મારો, કાપો, છેદો, તે પ્રાણીઓનું ચામડું ઉખેડી નાખે છે, તેમના હાથ રક્તથી ખરડાયેલા રહે છે, તેઓ ક્રોધી રુદ્ર, મુદ્ર, અને સાહસિક હોય છે, તેઓ પ્રાણીઓને શૂળી ઉપર ચડાવે છે, ઠગે છે, માયા કરે છે, દુષ્ટતા અને કુડકપટ કરે છે, ખોટા તોલાઓ રાખે છે, અને જગતને ઠગવા માટે દેશ-વેશ અને ભાષાને બદલી નાખે છે. દુઃશીલ અને દુર્વતવાળા અને દુઃખથી પ્રસન્ન કરી શકાય તેવા સ્વભાવવાળા હોય છે. તેઓ સર્વહિંસાથી યાવત્ સર્વ પરિગ્રહથી અને સર્વ ક્રોધથી માંડી સમસ્ત મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપોથી જીવનપર્યત નિવૃત્ત થતા નથી. તે જીવનભર સ્નાન, તેલમદન શરીરમાં રંગ લગાડવો-સુગંધિત વિલેપન-મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ સ્પર્શ-મનોજ્ઞ રસ મનોજ્ઞ ગંધનો ભોગવટો, ફૂલમાળા અને આભૂષણોથી નિવૃત્ત થતા નથી. તેઓ ગાડી, રથ, સવારી, હોળી, બગી, આકાશયાન, પાલખી વગેરે વાહનો અને શયન, આસન વિગેરે ભોગો તથા ભોજનની સામગ્રીના વિસ્તારને જીવનપર્યત છોડતા નથી. તેઓ ક્રય, વિક્રય તથા માસા, અર્ધમાસા તથા તોલા વિગેરે વ્યવહારથી જિંદગી પર્યત નિવૃત્ત થતા નથી. તેઓ ચાંદી સુવર્ણ-ધન-ધાન્ય, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાળ આદિનો સંચય કરે છે અને જીવનભર તેમનો મોહ છોડતા નથી. તેઓ જૂઠા તોલા અને માપથી નિવૃત્ત થતા નથી. સર્વ પ્રકારના આરંભ-સમારંભ કરે છે. તેઓ સાવધ વ્યાપાર કરવા કરાવવાથી નિવૃત્ત થયા નથી, પચન પાચનની ક્રિયામાંથી નિવૃત્ત થયેલ નથી, અને તેઓ કૂટવું-પીટવું-ધમકાવવુંતાડન કરવું-વધ-બન્ધન અને કલેશથી નિવૃત્ત થતા નથી. તેઓ અન્ય સાવદ્ય કમ કરે છે. બોધિબીજનો નાશ કરનારા બીજાને પરિતાપ આપનારા કર્મો કરે છે. જે ક્રિયા અનાર્યો કરે છે તેવી ક્રિયાથી જીવનપર્યત નિવૃત્ત થતા નથી. તેવા લોકો એકાન્ત અધર્મસ્થાનમાં સ્થિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org