SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ કુતસ્કંધ-૨, અધ્યયન-૨, ૧૮૭ પૂર્વક ચલાવે છે તે સાધુને પણ વિવિધ પ્રકારની સૂક્ષ્મ ઈપિથિક ક્રિયા લાગે છે. આ ઈયપિથિક ક્રિયાનો પ્રથમ સમયે બન્ધ અને સ્પર્શ થાય છે. બીજા સમયે તેનો અનુભવ (વેદન) થાય છે અને ત્રીજા સમયે તેની નિર્જરા થાય છે. તે ઈયપિયિક ક્રિયા પ્રથમ સમયે બન્ધ, બીજા સમયે ઉદય પામી ત્રીજા સમયે નિજીર્ણ થઇ ચોથા સમયે અકર્મ થઈ જાય છે. આ પ્રમાણે વીતરાગ પુરુષને પણ ઈયપિથિક ક્રિયાસ્થાન કહેવાયું. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે કાળમાં જેટલા તીર્થંકરો થયા છે, થાય છે અને થશે તે સર્વ આ તેર ક્રિયાઓનું પ્રતિપાદન કર્યું છે, કરે છે અને કરશે. તેમ જ આ તેરમા ક્રિયાસ્થાનનું સેવન કર્યું છે, કરે છે અને કરશે. [૬૨] પાપમય વિદ્યાઓ શીખનારા અને પ્રયોગ કરનારાઓની દુર્ગતિ- હવે જે પુરુષો વિજય પ્રાપ્ત કરે છે. આ લોકમાં વિભિન્ન પ્રકારની બુદ્ધિ, જ્ઞાન, અભિપ્રાય, સ્વભાવ, દ્રષ્ટિ, રુચિ આરંભ અને અધ્યવસાયવાળા મનુષ્યો હોય છે. તે પોતપોતાની રુચિ પ્રમાણે વિવિધ પ્રકારના પાપમય શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. તે પાપમયશાસ્ત્રો આ પ્રમાણે છે-ભૂમિ સંબંધી વિદ્યા, ઉત્પાતના ફળો બતાવનારું શાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, અંગશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, વ્યંજન શાસ્ત્ર, અને સ્ત્રી અને પુરુષના લક્ષણ બતાવનારું શાસ્ત્ર, ઘોડાના લક્ષણ બતાવનાર, હાથીના લક્ષણો બતાવનાર, ગાયના લક્ષણ બતાવનાર, મેંઢાના લક્ષણ બતાવનાર, કુકડાના લક્ષણ બતાવનાર તેતરના લક્ષણ બતાવનાર, બટેરના લક્ષણ બતાવનાર, લાવક પક્ષી આદિના લક્ષણ બતાવનાર, વિદ્યા તથા ચક્ર, છત્ર, ચામરના લક્ષણ બતાવનાર, દેડના લક્ષણ બતાવનાર, તલવારના લક્ષણ બતાવનાર, મણિના લક્ષણ બતાવનાર, કાકિણી રત્નના લક્ષણ બતાવનાર, અને કુરૂપ અને સુરૂપ બતાવનાર વિદ્યાજે સ્ત્રીને ગર્ભ ન રહેતો તેને ગર્ભ સ્થિર કરવાની વિદ્યા, સ્ત્રી પુરુષને મુગ્ધ કરનાર વિદ્યા, તત્કાલ અનર્થ ઉત્પન્ન કરનાર વિદ્યા, ઈન્દ્રજાલ રચવાની વિદ્યા, વશીકરણ વિદ્યા, દ્રવ્ય હવન વિદ્યા, અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા, સૂર્ય, ચંદ્ર, શુક્ર, બૃહસ્પતિની ગતિ સંબંધી વિદ્યા, ઉલ્કાપાત અને દિશાદાહ બતાવનાર વિદ્યા, ગામનગરમાં પ્રવેશ સમય પશુદર્શનનું શુભાશુભ ફળ બતાવનાર વિદ્યા, કાગડાના બોલવાથી થનાર શુભાશુભ ફલ બતાવનાર વિદ્યા, ધૂળ-કેશ-માંસ લોહીની વૃષ્ટિનું ફળ બતાવનાર વિદ્યા, વૈતાલી વિદ્યા અધર્વતાલીવિદ્યા, નિદ્રાધીન કરવાની વિદ્યા, તાળા ખોલવાની વિદ્યા, ચાંડાલોની વિદ્યા, શામ્બરી વિદ્યા, દ્રાવિડી વિદ્યા, કાલિંગિ વિદ્યા, ગૌરી વિદ્યા, ઉપર લઈ જવાની વિદ્યા, સ્તંભન વિદ્યા, એષણી વિદ્યા, કોઇને રોગી બનાવી દેવાની વિદ્યા, કોઈને નિરોગી બનાવવાની વિદ્યા, કોઈ ઉપર ભૂત વિગેરેની બાધા ઉત્પન્ન કરનારી વિદ્યા, અન્નધન થવાની વિદ્યા, નાની વસ્તુને મોટી બનાવવાની વિદ્યા, આ પ્રમાણે પાખંડી લોકો આ વિદ્યાઓનો પ્રયોગ અન્ન પાણી, વસ્ત્ર, ગૃહ અને શવ્યાને પ્રાપ્ત કરવા માટે કરે છે તથા તેઓ વિવિધ પ્રકારના વિષયભોગોની પ્રાપ્તિ માટે તે વિદ્યાઓનો પ્રયોગ કરે છે. ખરેખર આ વિદ્યાઓ પરલોકની પ્રતિકૂળ છે. તેથી તેઓનો અભ્યાસ કરનાર અનાર્ય પુરુષ બ્રમમાં પડે છે. તે આયુ પૂર્ણ કરીને અસુર કાયમાં કિલ્વિષીદેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાંના આયુષ્યને પૂર્ણ કરીને જન્માલ્વ અને જન્મથી જ મૂંગા બને છે. [૬૩] કોઈ પાપી મનુષ્ય પોતાના માટે, જ્ઞાતિને માટે, સ્વજન માટે, શયન માટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy