________________
૧૭૦
સૂયગડો-૧/૧૬/૩૨ ગુણોથી સમ્પન હોય તેને શ્રમણ પણ કહેવો જોઈએ. જે શરીર વગેરેમાં આસક્ત નથી, જે સાંસારિક ફળની કામના કરતો નથી, કોઈ પણ પ્રાણીનો ઘાત કરતો નથી, અસત્ય બોલતો નથી. મૈથુન અને પરિગ્રહથી રહિત છે. ક્રોધ, માન, માયા, લોભ તથા રાગ અને દ્વેષ કરતો નથી. તથા જે જે કાર્યોથી કર્મબંધ થાય છે અથવા જે જે પોતાના આત્માના દ્વેષનું કારણ છે તે પ્રાણાતિપાત વગેરે કમથી નિવૃત્ત બની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે તથા મુક્તિ પામવાની યોગ્યતા ધરાવે છે અને શરીરનું પરિશોધન કરતો નથી, તે શ્રમણ કહેવાય છે.
ભિક્ષુ પૂર્વોક્ત ગુણસમૂહથી યુક્ત હોય છે. તે ઉપરાંત જે સાધુ અભિમાન રહિત છે, ગુરજન પ્રત્યે વિનય અને નમ્રતા રાખે છે, ઇન્દ્રિઓ અને મનનું દમન કરે છે, મુક્તિ પામવા યોગ્ય ગુણોથી યુક્ત રહે છે, શરીરનો શૃંગાર કરતો નથી, નાના પ્રકારના પરિષહ અને ઉપસર્ગોને સહન કરે છે, જેનું ચારિત્ર અધ્યાત્મયોગના પ્રભાવથી નિર્મળ છે, જે સચ્ચારિત્રમાં ઉદ્યમશીલ છે અને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા સંસારને અસાર જાણે છે તેમજ બીજાએ આપેલી ભિક્ષાથી પોતાનો નિવહિ કરે છે. તે ભિક્ષ કહેવાય છે. પૂર્વે ભિક્ષના ગુણો બતાવ્યા છે તે નિગ્રંથમાં પણ હોવા જોઇએ. તથા જે સાધુ રાગદ્વેષ રહિત રહે છે, આત્મા એકલો જ પરલોકમાં જાય છે તે જાણે છે, જે બુદ્ધ છે અર્થાતુ તત્ત્વને જાણે છે, જેણે આસ્રવદ્વારોને અટકાવેલ છે, જે પ્રયોજન વિના પોતાના શરીરની કોઈ ક્રિયા કરતા નથી અથવા જે ઈન્દ્રિયો અને મનને વશમાં રાખે છે, જે પાંચ પ્રકારની સમિતિ ઓથી યુક્ત છે, જે શત્રુ અને મિત્ર બન્નેમાં સમભાવ જાણે છે, જે સમસ્ત પદાર્થોના. સ્વભાવને જાણે છે, જેણે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે સંસારમાં ઉતારવાના સ્ત્રોત અર્થાતુ માર્ગનું છેદન કર્યું છે, જે પૂજા-સત્કાર અને લાભની ઈચ્છા ન રાખતાં કેવળ ધર્મની ઈચ્છા રાખે છે, સમભાવથી વિચરે છે, એવા ગુણોથી યુક્ત જે સાધુ જિતેન્દ્રિય અને મુક્તિ પામવા યોગ્ય છે તથા જેણે શરીરનો વ્યુત્સર્ગ કરેલો છે, તે નિગ્રંથ કહેવાય છે.
- આ મેં જે કહ્યું છે તે તમે એ પ્રમાણે જ સમજો, કારણ કે ભયથી જીવોની રક્ષા કરનારા સર્વજ્ઞ તીર્થંકર દેવ અન્યથા ઉપદેશ કરતા નથી. | અધ્યયન-૧૬-નીમુનિદીપરતનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ]
5 શ્રુતસ્કંધ-૧-ગુર્જરછાયા પૂર્ણ ક
ક શ્રુતસ્કંધ -૨ કપ
(અધ્યયન-૧ પુંડરીક) [૩૩] આયુષ્યમન્ ! મેં સાંભળ્યું હતું તે ભગવંતે એમ કહ્યું-જિનાગમમાં પુંડરીક નામનું અધ્યયન છે. તેનો અર્થ આ પ્રમાણે કહ્યો છેT કોઈ પુષ્કરિણી હોય, ઘણું જલ અને કીચડ તેમાં હોય અને તે ઘણા કમળો થી યુક્ત હોય, યથાર્થ નામવાળી હોય, શ્વેત કમળોથી પરિપૂર્ણ હોય, જોનારનાચિત્તને પ્રસન્ન કરનાર, દર્શનીય, અભિરૂપ હોય. આ પુષ્કરિણી (વાવડી) ઘણી જ પ્રતિષ્ઠા પામેલી હોય. આ પુષ્પરિણીમાં ચારે બાજુ શ્વેત કમળો રહેલા છે. તે કમળો જલ અને કાદવથી ઉપર ઉઠેલાં છે. નેત્રને પ્રિય લાગે તેવા રંગનાં, ઉત્તમ પ્રકારની સૌરભથી યુક્ત, સ્વાદિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org