SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સૂયગડો-૧/૧૩ી-પ૬૮ છે તે સંસારથી પાર થઈ શકતો નથી. [૫૮] જે પુરુષ અકિંચન છે, ભિક્ષા લઈને નિવહિ કરે છે અને લૂખું સૂકું ખાઈને જીવિત રહે છે પરંતુ જો તે અભિમાન કરતો હોય, કે પોતાની સ્તુતિની ઈચ્છા રાખતો હોય, તો તેના બીજા ગુણો તેનું પેટ ભરવાનું સાધન માત્ર છે, તે પરમાર્થને નહીં સમજનાર વારંવાર જન્મમરણને પ્રાપ્ત કરે છે. પિડી જે સાધુ ઉત્તમ રીતિથી બોલનાર ભાષાવિદ્ હોય. તથા મધુરભાષી. પ્રતિભાવાનું અને વિશારદ હોય તથા ધર્મની વાસનાથી જેનું દૃય વાસિત છે તે સાચા સાધુ છે; પરંતુ આવા શ્રેષ્ઠ ગુણોની યુક્ત હોવા છતાં પણ જે અભિમાન કરે છે અને બીજાનો તિરસ્કાર કરે છે તે સાધુ વિવેકી નથી. પિ૭૦] જે સાધુ પ્રજ્ઞાવાનું થઇને પણ પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરે છે, અથવા જે લાભના અભિમાનથી ઉન્મત્ત થઈને બીજાની નિન્દા કરે છે, તે બાલબુદ્ધિ સાધુ સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. [પ૭૧] સાધુ બુદ્ધિમદ, તપોમદ, ગોત્રમદ, અને આજિવિકામદ ન કરે, જે આવો. મદ કરતા નથી તેજ પંડિત છે અને તેજ સર્વશ્રેષ્ઠ છે. પિ૭૨] ધીર પુરષ ઉપરોક્ત મદસ્થાનો છોડી દે. શ્રુત-ચારિત્ર ધર્મથી યુક્ત પુરુષો તેનું સેવન કરતા નથી. તેથી ઊંચ-નીચ બધા ગોત્રથી મુક્ત થયેલા તે મહર્ષિઓ સર્વોત્તમ ગતિ-મોક્ષ પામે છે. પિ૭૩] ઉત્તમ વેશ્યાવાળા અને ધર્મને સમજેલા સાધુ ભિક્ષા માટે ગ્રામ કે નગરમાં પ્રવેશીને એષણા અને અનેષણાને સમજીને, અન્ન અને પાણીમાં આસક્તિ રાખ્યા વિના શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરે. પિ૭૪] સાધુ અસંયમમાં રતિ અને સંયમમાં અરતિ ન કરે. તે ઘણા સાધુ સાથે રહેતા હોય અથવા એકલો રહેતો હોય, પરંતુ સંયમમાં બાધા ન પહોંચે એવા વચન બોલે. વળી તે ધ્યાનમાં રાખે કે જીવાત્મા એકલોજ પરલોકમાં જાય છે અને આવે છે. [પ૭પ ધીર પુરુષ ધર્મના સ્વરૂપને સમ્યક પ્રકારથી સ્વયં જાણીને અથવા ગુરુ આદિથી શ્રવણ કરીને જીવોને હિતકારી ઉપદેશ આપે. ઉત્તમ શૈર્ય ધર્મવાળા પુરુષ નિંદિત કાર્ય કે ફળની પ્રાપ્તિ માટે કાર્ય કરે નહિ. [પ૭૬-૫૭૭] પોતાની બુદ્ધિથી બીજાનો અભિપ્રાય સમજ્યા વિના ધર્મનો ઉપદેશ આપે તો બીજાને શ્રદ્ધા ન થતાં તે ક્રોધિત બની જાય છે; વધ પણ કરી નાખે, માટે સાધુ અનુમાનથી બીજાનો અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે. બુદ્ધિમાનું સાધુ શ્રોતાઓના કર્મ અને અભિપ્રાયને જાણીને ધર્મનો ઉપદેશ આપે અને તેમના મિથ્યાત્વને દૂર કરે. તેમને સમજાવે કે તમે સ્ત્રીના રૂપમાં મોહ પામો છો, પરંતુ સ્ત્રીનું રૂપ ભય આપનારું છે, તેમાં લુબ્ધ થનારો મનુષ્ય નાશ પામે છે. આ પ્રમાણે શ્રોતાઓનો અભિપ્રાય જાણીને ત્રસ અને સ્થાવર જીવોનું હિત થાય તેવો ઉપદેશ આપે. પિ૭૮] સાધુ ઉપદેશ આપતાં પૂજા અને પ્રશંસાની કામના ન કરે, કોઇની પ્રિય અને અપ્રિય એવી કથા ન કહે તથા બધા અનાથોને વર્જીને આકુળતા રહિત અને કષાય રહિત બનીને ઉપદેશ આપે. [પ૭૯] સાધુ ધર્મના યથાર્થ સ્વરૂપને જોઈને ત્રસ અને સ્થાવર જીવોની હિંસાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy