SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ થતસ્કંધ-૧, અધ્યયન-૧૨, ૧૬૧ (અધ્યયન-૧૨-સમવસરણ) fપ૩પ ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ, આ ચાર સિદ્ધાન્ત છે. અન્યદર્શનશાસ્ત્રીઓ એનું પૃથક પૃથક નિરૂપણ કરે છે. [૩૬] તે અજ્ઞાનવાદીઓ પોતાને નિપુણ માનવા છતાં મિથ્યાભાષી છે અને સંશયથી રહિત નથી. તેથી તેઓ પોતે અજ્ઞાની છે અને અજ્ઞાન જનતાને ઉપદેશ આપે છે. તેઓ વસ્તુતત્ત્વનો વિચાર કર્યા વિના મિથ્યા ભાષણ કરે છે. [પ૩૭-૫૩૮] વિનવાદી અસત્યને સત્ય ચિંતવે છે તથા અસાધુને સાધુ પ્રતિપાદન કરે છે. તેમને પૂછો તો તેઓ વિનયને જ મોક્ષનું સાધન બતાવે છે. તે વિનયવાદીઓ વસ્તુતત્ત્વને ન સમજતાં કહે છે કે અમને અમારા પ્રયોજનની સિદ્ધિ વિનયથી જ દેખાય છે. તે જ પ્રમાણે કર્મબંધની આશંકા કરનારા અક્રિયાવાદી ભૂત અને ભવિષ્યકાળ વડે વર્તમાનને ઉડાવીને ક્રિયાનો નિષેધ કરે છે. fપ૩૯] પૂર્વોક્ત નાસ્તિક જે પદાર્થોનો નિષેધ કરે છે તેનું અસ્તિત્વ સ્વીકારી લે છે. તથા પદાર્થની સત્તા અને અસત્તા બનેથી મિશ્રિત પક્ષનો પણ સ્વીકાર કરી લે છે. તેઓ સ્યાદ્વાદીના વચનનો અનુવાદ કરવામાં પણ અસમર્થ હોઇ મૂક બની જાય છે. તેઓ પોતાના મતને પ્રતિપક્ષરહિત અને પરમતને પ્રતિપક્ષસહિત બતાવે છે. તેઓ સ્યાદ્વાદીના સાધનોનું ખંડન કરવા માટે વાકછળનો પ્રયોગ કરે છે. [૫૪] વસ્તુ-સ્વરૂપને નહિ જાણનારા તે અક્રિયાવાદીઓ વિવિધ પ્રકારના શાસ્ત્રોનું કથન કરે છે, જે શાસ્ત્રોનો આશ્રય લઇને ઘણા મનુષ્યો અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે. [૪૧] બૌદ્ધમતની અંદર એક શૂન્યવાદી સમ્પ્રદાય છે. તે માને છે કે સૂર્ય ઊગતો કે અસ્ત થતો નથી, તેમજ ચંદ્રમા વધતો કે ઘટતો નથીતેવી જ રીતે પાણી હોતું નથી અને વાયુ (હવા) ચાલતો નથી, આ સંપૂર્ણ જગત મિથ્યા અને શૂન્યરૂપ છે. પિ૪ર જેમ અંધ મનુષ્ય દીપક સાથે હોવા છતાં નેત્રહીન હોવાને કારણે ઘટ, પટ વગેરે પદાર્થોને જોઈ શકતો નથી, તે પ્રમાણે બુદ્ધિહીન અઢિયાવાદી, ઘટ, પટ વગેરે વિદ્યમાન પદાર્થોને પણ જોઈ શકતા નથી. [૫૩] સંવત્સર, સ્વપ્નશાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ઉત્પાત, ભૂમિકંપ તથા ઉલ્કાપાત, એ અષ્ટાંગ શાસ્ત્રોનું અધ્યનન કરીને ઘણા લોકો ભવિષ્યમાં થનારી વાતોનો જાણે છે પણ શુન્યવાદી તો આટલું પણ જાણતા નથી. [૫૪] કોઈ નિમિત્તવેત્તાનું જ્ઞાન સત્ય હોય છે તો કોઇ નિમિત્તવેત્તાનું જ્ઞાન વિપરીત હોય છે. આવું જોઈને વિદ્યાનું અધ્યયન નહિ કરીને અક્રિયાવાદીઓ વિદ્યાના ત્યાગમાં જ કલ્યાણ બતાવે છે. [પ૪પ ક્રિયાવાદી જ્ઞાનનો નિષેધ કરીને ફક્ત ક્રિયાથી જ સ્વર્ગ-મોક્ષ માને છે. શાસ્ત્રકાર કહે છે, કોઈ કોઈ શાક્યઆદિ શ્રમણ તથા બ્રાહ્મણ પોતપોતાના અભિપ્રાય પ્રમાણે લોકને જાણીને ક્રિયા પ્રમાણે ફળ મળવાનું કહે છે. તથા તેઓ એવું પણ કહે છે, કે દુખ પોતાની ક્રિયાથી થાય છે, બીજાની ક્રિયાથી થતું નથી. પરંતુ તીર્થંકર દેવે કહ્યું છે કે મોક્ષ જ્ઞાન અને ક્રિયા બનેથી મળે છે, એકલી ક્રિયાથી નહિ. [૫૪] તીર્થંકર ભગવાનું તથા ગણધર વગેરે આ લોકમાં ચક્ષુ સમાન છે અને Jan Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy