SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ સૂયગડો-૧|૮-૪૨૬ ૪િ૨૬] સાધુ ધ્યાનયોગને ગ્રહણ કરીને શરીરને સર્વ પ્રકારે અપ્રશસ્ત વ્યાપારથી રોકે. તથા પરિષહ અને ઉપસર્ગમાં સહિષ્ણુતા રાખવી તે ઉત્તમ છે, એવું જાણીને મોક્ષની પ્રાપ્તિ પર્યત સંયમનું અનુષ્ઠાન કરે. એમ હું કહું છું. અધ્યનનઃ૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૯-ઘર્મ) ૪૩૭ મતિમાન એવા તીર્થંકર કયા ધર્મનું કથન કરેલ છે? ઉત્તરમાં કહે છે કે, જિનવરોના માયા પ્રપંચ રહિત સરલ ધમને મારી પાસેથી સાંભળો. | [૪૩૮-૪૩૯] આ જગતમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાળ, બુક્કસ, એષિક કપટપૂર્વક વ્યાપાર કરનાર વૈશિક, શૂદ્ર હોય કે કોઈ પણ પ્રાણી, જે આરંભમાં આસક્ત રહે છે તે પરિગ્રહી જીવોનું બીજા જીવો સાથે અનંતકાળ સુધી વૈર વધતું જાય છે અને તે આરંભમાં રત તેમજ કામભોગોમાં આસક્ત જીવોના દુઃખનો અંત આવતો નથી. ૪િ૦-૪૪૩ મૃત વ્યક્તિનો અગ્નિસંસ્કાર વગેરે મરણક્રિયા કર્યા પછી સાંસારિક સુખની ઇચ્છા રાખનાર જ્ઞાતિવર્ગ તેનું ધન હરી લે છે, પરંતુ પાપ કર્મ કરીને ધન સંચય કરનાર તે મૃત વ્યક્તિ એકલી તે પાપનું ફળ ભોગવે છે. પોતાના કમનુસાર દુખ ભોગવતા પ્રાણીનાં, માતા, પિતા, પુત્રવધૂ, બંધુ, સ્ત્રી કે ઔરસપુત્ર વગેરે કોઈ પણ રક્ષા કરી શકતાં નથી. આ પ્રમાણે ઉપર્યુક્ત અર્થને સારી રીતે વિચારીને, સમ્ય જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ છે એવું જાણીને સાધુ મમતા અને અહંકારનો ત્યાગ કરીને જિનભાષિત ધર્મનું અનુષ્ઠાન કરે. ધન, પુત્ર, જ્ઞાતિવર્ગ, પરિગ્રહ અને આંતરિક શોકને છોડીને કોઈપણ સાંસારિક પદાર્થની અપેક્ષા નહીં રાખનાર સાધુ ધર્મનો અનુષ્ઠાન કરે. [૪૪-૪૪૫ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, તૃણવૃક્ષ બીજ આદિ અંડજ, પોતજ (હાથી આદિ), જરાયુજ (ગાય, મનુષ્ય આદિ.) રસજ (દહીં આદિની ઉત્પન્ન થનાર જીવો) સ્વેદજ (પરસેવાથી ઉત્પન્ન થનાર , માકડ આદિ) અને ઉભિજજ (મેડક આદિ) આદિ ત્રસકાયના જીવો છે. વિવેકવાનું પુરુષ આ છ કાયોને સજીવ સમજે અને મન, વચન તેમજ કાયાથી તેનો આરંભ ન કરે. પરિગ્રહ પણ ન કરે. [૪૪૬-૪૭] જૂઠું બોલવું, મૈથુન સેવવું, પરિગ્રહ રાખવો અને અદત્તાદાન કરવું, તે લોકમાં શસ્ત્ર સમાન છે. તેમજ કર્મબંધનું કારણ છે, તેથી વિદ્વાન મુનિ તેને શ-પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યાગે. માયા, લોભ, ક્રોધ અને માન સંસારમાં કર્મબંધનું કારણ છે, માટે વિદ્વાન મુનિ તેઓનો ત્યાગ કરે. [૪૪૮-૪૫૦] હાથ પગ વગેરે ધોવા તેમજ રંગવા, વસ્તિકર્મ-જુલાબ લેવો. વમન કરવું. તથા આંખોમાં અંજન આંજવું તે સર્વે સંયમને નષ્ટકરી નાખે છે. માટે વિદ્વાન મુનિ તેનો ત્યાગ કરે. સુગંધી પદાર્થ, ફૂલમાળા, સ્નાન, દેતપ્રક્ષાલન, પરિગ્રહ રાખવો, સ્ત્રીસેવન કરવું તથા હસ્તકર્મ કરવું આદિને પાપનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. સાધુના નિમિત્તે બનાવેલ, સાધુ માટે ખરીદેલ, સાધુ માટે ઉદ્ધાર લાવેલ, સામે લાવેલ આહારાદિ તથા જે આધાકર્મી આહારથી મિશ્રિત હોય અથવા કોઈ પણ કારણથી જે દોષયુક્ત આહાર હોય તેને સંસારનું કારણ જાણી વિદ્વાન મુનિ ત્યાગ કરે. [૪૫૧-૪૫૪] રસાયણ વગેરેનું સેવન કરીને બળવાન બનવું, શોભા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy