SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ સૂયગડો - ૧/૭/-૪૦૭ તેનો સંયમ પણ નિસ્સાર બની જાય છે. [૪૦૭-૪૦૮] સંયમી સાધુ અજ્ઞાત કુલોમાંથી આહાર ગ્રહણ કરી પોતાનો જીવનનિર્વાહ કરે, પૂજા પ્રતિષ્ઠા આદિની ઇચ્છાથી તપસ્યા ન કરે, શબ્દ અને રૂપોમાં આસક્ત ન બને, સર્વ પ્રકારના ભોગોને છોડીને સંયમનું પાલન કરે. ધૈર્યવાન સાધુ સર્વ સંબંધોને છોડીને, બધા દુઃખોને સહન કરીને, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત થાય છે તથા કોઈપણ વિષયમાં આસક્ત ન બની અપ્રતિબદ્ધવિહારી બને છે. તે સાધુ પ્રાણીઓને અભય આપીને વિષય અને કષાયોથી કલુષિત આત્માવાળો હોતો નથી. [૪૦૯] સંયમની રક્ષા માટે મુનિ આહાર ગ્રહણ કરે અને પૂર્વકૃત પાપોને દૂર કરવા પ્રયત્ન કરે. પરિષહ કે ઉપસર્ગનું દુઃખ આવે ત્યારે સંયમને સાચવીને રાખે. જેમ રણક્ષેત્રમાં શત્રુને હરાવનાર સુભટ દુઃખથી કાંપતો નથી તેમ સાધુ પણ કર્મરૂપી શત્રુઓને દૂર કરવા માટે દુઃખથી ત્રસિત થતો નથી. [૪૧૦] પરિષહ અને ઉપસર્ગથી પીડાતા સાધુ બન્ને બાજુથી છોલાતા પાટિયાની જેમ રાગદ્વેષ ન કરે, પરંતુ મૃત્યુની પ્રતીક્ષા કરે- પંડિતમરણની ઇચ્છા રાખે, આ પ્રમાણે કર્મોનો ક્ષય કરીને જેમ ધરી તૂટી જવાથી ગાડું ચાલતું નથી તે પ્રમાણે કર્મો તૂટી જવાથી સાધુ પણ ફરી સંસારને પ્રાપ્તકરતા નથી. અધ્યયનઃ ૭ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૮–વીર્ય [૪૧૧-૪૧૨] વીર્યના બે ભેદ કહ્યા છે. તો વીર પુરુષનું વીરત્વ શું છે ? અને શા કારણથી તે વીર કહેવાય છે ? હે સુવ્રતો ! કોઈ કર્મને વીર્ય કહે છે, અને કોઈ અકર્મને વીર્ય કહે છે. મર્ત્ય લોકના માનવીઓ આ બે ભેદમાં જ સમાવેશ પામે છે. [૪૧૩] તીર્થંક૨ ભગવાને પ્રમાદને કર્મ કહેલ છે અને અપ્રમાદને અકર્મ કહેલ છે, તેથી પ્રમાદીને બાળવીર્ય કહેલ છે અને અપ્રમાદીને પંડિતવીર્ય કહેલ છે. [૪૧૪-૪૧૭] ઉક્ત બે પ્રકારના વીર્યમાંથી બાળવીર્યનું પ્રતિપાદન કરે છે-કોઈ કોઈ અજ્ઞાની જીવ પ્રાણીઓની ઘાત કરવા શસ્ત્ર તથા ધનુર્વિદ્યાદિનો અભ્યાસ કરે છે અને કોઇ પ્રાણી તથા ભૂતોના વિનાશક મંત્રોનું અધ્યયન કરે છે. માયાવી પુરુષ છળ કપટ કરીને કામભોગનું સેવન કરે છે, તથા પોતાના સુખની ઇચ્છા કરનારા તે જીવો, પ્રાણીઓની ઘાત કરે છે. તેના અંગોપાંગોનું છેદન કરે છે અને તેના ઉદર આદિને ચીરે છે. અસંયમી જીવ મન, વચન અને કાયાથી, તેમજ કાયાની શક્તિ ન હોવા છતાં પણ તંદુલ મત્સ્યની જેમ મનથી જ આ લોક અને પરલોક એમ બન્ને માટે પોતે પ્રાણીઓની ઘાત કરે છે અને બીજા પાસે પણ ઘાત કરાવે છે. પ્રાણીની ઘાત કરનારા જીવો તેની સાથે અનેક જન્મો માટે વૈર બાંધે છે, કારણ બીજા જન્મમાં તે જીવ તેને મારે છે. તે પ્રમાણે વૈરની પરંપરા ચાલે છે. જીવહિંસા પાપ ઉત્પન્ન કરે છે અને દુઃખ આપે છે. [૪૧૮-૪૧૯] કર્મ બે પ્રકારનાં છે- સાંપરાયિક અને ઇપિથિક, કષાયપૂર્વક કરેલ કર્મ સાં૫રાયિક કહેવાય છે અને કષાય વિના કરેલ કર્મ ઇપિથિક કહેવાય છે. જાણીબુઝીને સ્વયં પાપ કરનારા જીવો સાંપરાયિક કર્મ બાંધે છે તથા રાગ અને દ્વેષના આશ્રયથી તે અજ્ઞાની જીવો બહુ પાપ કરે છે. આ અજ્ઞાની પ્રમાદી જીવોનું સકર્મવીર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy