SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ આયારો- ૨/૧૫-૨૨૦ કિંમતવાળા બહુમૂલ્ય શીતલ ગોશીષ ક્ત ચંદનનો લેપ કર્યો. વળી ધીમા શ્વાસના વાયરે ઊડી જાય તેવા શ્રેષ્ઠ નગરપાટણમાં નિર્મિત, કુશળજનો દ્વારા પ્રશસિત, ધોડાના મુખના ફીણ સમાન સ્વચ્છ, મનોરમ, ચતુર, કારીગરો દ્વારા સુવર્ણતારોથી ખચિત, હિંસલક્ષણ યુક્ત બે વસ્ત્રો પહેરાવ્યાં, વળી હાર, અર્ધહાર, વક્ષસ્થળનું આભૂષણ, એકાવલી, માળા, સુવર્ણસૂત્ર, કંદોરો, મુકુટ તથા રત્નમાલા આદિ આભૂષણો પહેરાવ્યાં. આભૂષણ પહેરાવ્યા પછી ગૂંથેલી, વેષ્ઠિત કરેલી, ભરીને બનાવેલી, એક બીજાને જોડીને બનાવેલી, માલાઓથી ભગવાનનો કલ્પવૃક્ષ સમાન શૃંગાર કર્યો. શૃંગાર કરીને શકેન્દ્ર બીજીવાર વૈક્રિય સમુઘાત કર્યો, વિક્રિયા કરીને ચન્દ્રપ્રભા નામની હજાર પુરુષોદ્વારા વહન કરવા યોગ્ય એક મહાન શિબિકાની રચના કરી. તેની રચના કેવા પ્રકારની હતી? તે કહે છે- વૃક-ભેડિયા, બળદ, અશ્વ, નર, મગર, પક્ષી, વાનર, હાથી, રુ, સરભ, ચમરી, ગાય, વાઘ, સિંહ, વનલતા, ઈત્યાદિ વિવિધ પ્રકારના ચિત્રોથી ચિત્રિત હતી. વિદ્યાધરયુગ્મ એવું યંત્ર યોગે કરી યુક્ત હતી, તેમાંથી હજારો તેજરાશિઓમાં ઝળહળતા કિરણો રોશની ફેલાવી રહ્યા હતા. રમણીય સુંદર રૂપથી અદ્દભુત બની હતી. ઝગમગતી, હજારો રૂપોથી સંપન્ન, દેદીપ્યમાન, અત્યંત દેદીપ્યમાન અને અનિમેષ દ્રષ્ટિથી દેખવા લાયક હતી. તેમાં મોતીનાં ઝમરો ઝૂલી રહ્યા હતા, તપાવેલ સુવર્ણના તોરણો લટકી રહ્યા હતા, મોતીઓની માળા, હાર અધહાર આદિ આભૂષણોથી નમેલી હતી, અત્યંત દર્શનીય હતી તેના પર પદ્મલતા, અશોકલતા, કુન્દલતાના ચિત્રો હતા, તથા અન્યોન્ય વિવિધ પ્રકારની લતાઓના ચિત્રોથી શોભિત હતી, શુભ સુંદર અને એકાંત હતી. તેનો અગ્રભાગ અનેક પ્રકારના પંચવર્ણી મણિયુક્ત ઘંટાઓ અને પતાકાઓથી શોભિત હતી, તે દર્શકોને પ્રસન્નતા પ્રદાન કરવાવાળી, દર્શનીય અને સુરૂપ હતી. પિ૨૧-પરપીંજરા-મરણથી મુક્ત તીર્થંકર ભગવાન માટે જલ અને સ્થળમાં ઉત્પન્ન થનારા દિવ્ય ફૂલોની માળાઓથી શણગારેલી શિબિકા લાવવામાં આવી. તે શિબિકાના મધ્ય ભાગમાં તીર્થંકર ભગવાન માટે પાદપીઠ સહિત એક સિંહાસન બનાવેલ હતું. તે સિંહાસન દિવ્ય-ઉત્તમ રત્નોથી ચમકી રહ્યું હતું. માળાઓ અને મુકુટથી મંડિત, તેજોમય શરીરવાળા તેમ જ ઉત્તમ આભૂષણો ધારણ કરવાવાળા જેનું મૂલ્ય લાખ સુવર્ણ મહોર હતું એવા વસ્ત્ર પરિધાન કરવાવાળા તથા ષષ્ઠ ભક્તની તપસ્યા કરી, સુંદર અધ્યવસાયથી યુક્ત, વિશુદ્ધ વેશ્યાવાળા જિનેન્દ્ર ભગવાનું તે ઉત્તમ શિબિકા પર આરૂઢ થયાં. ભગવાન સિંહાસન પર બિરાજીત થયા પછી કેન્દ્ર અને ઈશાનેન્દ્ર બને બાજુ ઉભા રહી મણિઓ અને રત્નોથી યુક્ત વિચિત્ર દડવાળા ચામર ઢોળવા લાગ્યા. [પ૨૬-પર-સર્વથી પહેલા હર્ષથી રોમાંચયુક્ત થતાં માનવોએ પાલખી ઉપાડી ત્યાર પછી સુરો, અસુરો, ગો તથા નાગેન્દ્રો આદિએ ઉપાડી શિબિકાને પૂર્વ તરફ દેવો, દક્ષિણ તરફ અસુરદેવો, પશ્ચિમ તરફ ગરૂડદેવો, ઉત્તર તરફ નાગેન્દ્રદેવો ગોઠવાઈને, વહન કરવા લાગ્યા. જેમ વનખંડ શોભે, શરદ ઋતુમાં કમલોથી યુક્ત સરોવર શોભે, તેવી જ રીતે દેવગણોથી ગગનતલ સુશોભિત બની ઉઠ્યું. જેમ સરસવોના વન, કણેરના વન, અથવા ચંપક વન, ફૂલોના સમૂહથી ખીલી ઉઠે છે. તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy