SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ આયારો- ૨/૧૩-૫૦૦ વગેરે સઘળી ઉપરોક્ત ક્રિયાઓને મનથી મુનિ ન ઈચ્છે, વચનથી તેવું કરવાનું ન કહે અને કાયાથી તેવું આચરણ ન કરે. એ જ પ્રમાણે સાધુઓ સાધુઓ દ્વારા પરસ્પરમાં કરવામાં આવતી પૂવોક્ત સમસ્ત ક્રિયાઓના વિષયમાં જાણી લેવું જોઈએ. પિ૦૭]કદાચ કોઈ ગૃહસ્થ શુદ્ધ વચન બળથી અથતુિ વિદ્યા કે મંત્રની શક્તિથી સાધુનો ચિકિત્સા કરે, કોઈ અશુદ્ધ વચનબળથી સાધુની ચિકિત્સા કરે અથવા કોઈ સચિત્ત કંદ, સચિત્ત મૂળ, સચિત્ત છાલ અથવા હરિતકાયને ખોદી, કાઢી અથવા કઢાવીને બીમાર સાધુની ચિકિત્સા કરે તો સાધુ આ ક્રિયાઓનો આસ્વાદન ન કરે. બીજાને કહીને એવું ન કરાવે. કારણ કે પ્રાણી, ભૂત, જીવ અને સત્વને વેદના પહોંચાડવાથી પોતાને વેદના ભોગવવી પડે છે. સાધુ-સાધ્વીના આચારની એજ પૂર્ણતા છે. એને સમિતિથી યુક્ત થઈને જ્ઞાનાદિની સાથે હંમેશાં પાલન કરતાં સંયમમાં યતનાવાનું બને અને એમાં જ પોતાનું શ્રય માને એમ હું કહું છું. અધ્યયનઃ ૧૩-ચૂલિકા-૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ ૧૪-અન્યોન્યકિયા-વિષયક - ચૂલિક ૨/૭ [પ૦૮]સાધુ અથવા સાધ્વી, પરસ્પર પોતાના વિષયમાં કર્મબંધનના કારણભૂત કરાતી ક્રિયાને મનથી ન ઈચ્છે, વચનથી ન કહે અને કાયાથી ન કરાવે. જેમ કે એક સાધુ બીજા સાધુના ચરણોનું પ્રમાર્જનાદિ કરે તો તે સાધુ, જેના ચરણો પ્રમાર્જિત થઈ રહ્યા છે, તે ક્રિયાનું મનથી આસ્વાદન ન કરે. ન કરવાનું કહે. શેષ વર્ણન બાવીસમાં પરક્રિયા અધ્યયનની સમાન જાણી લેવું જોઈએ. આ સાધુ અને સાધ્વીના આચારની પૂર્ણતા છે. સમિતિ યુક્ત થઈને સાધુએ તેનું પાલન કરી સંયમમાં પરાક્રમ કરવું જોઈએ. | અધ્યયન ૧૪-ચૂલિકા-૨/૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] અધ્યયનઃ ૧૫-ભાવના - ચૂલિક-૩ ) [૫૯]તે કાળ અને તે સમયમાં અથતુ ચોથા આરામાં અને વિવક્ષિત સમયમાં શ્રમણ ભગવાન્ મહાવીરનાં સંબંધમાં પાંચ વખતે ઉત્તરા ફાલ્ગણી નક્ષત્રનો સંયોગ થયો. ભગવાન ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં દસમાં દિવલોકથી) ચ્યવીને દેવાન દા બ્રાહ્મણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં જન્મ થયો, ઉત્તરા ફાલ્ગની નક્ષત્રમાં સંપૂર્ણ પ્રતિપૂર્ણ વ્યાઘાત રહિત, આવરણ, વિહીન, અનંત, સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન તથા કેવળ દર્શન પામ્યા અને સ્વાતિ નક્ષત્રમાં નિવણ પામ્યા. [પ૧૦]શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળનાં સુષમ-સુષમાં નામનો પ્રથમ આરો પૂર્ણરૂપે વ્યતીત થતાં, સુષમાં નામનો બીજો આરો પણ પૂર્ણરૂપે વ્યતીત થતાં, સુષમ-દુષમ નામના ચોથા આરાનો અધિકાંશ વીતી જતાં, કેવળ પંચોત્તેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ અને આઠમા પક્ષમાં અષાઢ શુક્લ આવે છે, તે અષાઢ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ ઉત્તરા ફાગુની નક્ષત્રનો યોગ થતાં, મહાવિજય સિદ્ધાર્થ-પુષ્પોત્તરવર પુંડરીક દિશા સ્વસ્તિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy