________________
આમંત્રણમ્.. આનંદયાત્રાનું..
જીવન્મુક્તિના આનંદથી મુક્તિના પરમાનંદ સુધીની
એક આનંદયાત્રા.. અનાસક્તભાવના આવિર્ભાવથી અનાકાર પદના પ્રાકટ્ય સુધીની એક અધ્યાત્મયાત્રા..
પૂર્ણત્વની પ્રતીતિથી સંપૂર્ણત્વની પરિણતિ સુધીની એક અનુભૂતિયાત્રા..
એટલે જ આનંદઘનની આત્માનુભૂતિ
પદ-પરિશીલન શૃંખલા. આ શૃંખલા વિભાવોની શૃંખલાને તોડીને
સ્વભાવસુખની પ્રાપ્તિ કરાવે, આનંદઘનની અનેક જ્યોતિઓ પ્રગટાવે, સ્વરૂપરમણતાની સમાધિને શાશ્વત બનાવે,
એ જ શુભાભિલાષા સહ.
- આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ