________________
એક વાર સમ્યજ્ઞાન પ્રગટે એટલે હીરાની ઓળખાણ થાય. આત્માનુભૂતિ જ આનંદઘન છે, સુખનો એક માત્ર સ્ત્રોત છે, એવી હાર્દિક સંવેદના થાય, અને એની સાથે જ એ સિવાયની સર્વ દુન્યવી વિષયો પ્રત્યેની ઉપાદેયબુદ્ધિનો વિચ્છેદ થઈ જાય. સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે સહજ નિર્વેદનો ઉદય થાય. લોકભાષામાં કહીએ તો આત્મા સિવાયની બીજી બધી જ વસ્તુઓ પરથી મન તદ્દન ઉતરી જાય.
આ એવી અવસ્થા છે, જેમાં કાંકરાનો ત્યાગ અને હીરાનું ઉપાદાન સહજ બને છે. જો આ અવસ્થા ન આવે, તો એનો અર્થ એ જ છે કે હજી સુધી સમ્યક્ જ્ઞાનનું પ્રાકટ્ય જ નથી થયું. | અવંતિસકમાલનો વૈભવી મહેલ હતો. અપ્સરા જેવી બત્રીશ પત્નીઓ હતી. સુખ-સમૃદ્ધિની છોળો ઉછળતી હતી. પણ જે ક્ષણે એણે નલિની ગુલ્મ દેવવિમાનનું વર્ણન સાંભળ્યું, અને જાતિસ્મરણજ્ઞાન દ્વારા એને પ્રત્યક્ષ જોયું, તે ક્ષણથી તેને અહીંનો વૈભવી મહેલ ઝૂંપડાથી ય કંગાળ લાગ્યો. અહીંની સુંદરીઓ ભૂંડણ કરતા ય ભૂંડી લાગી અને અહીંની કહેવાતી સુખ-સમૃદ્ધિને લાત મારીને છોડી દેતા એક પળનો ય વિલંબ ન થયો.
જીવ અધમ કક્ષાના આભાસિક સુખને ત્યાં સુધી જ ઝંખે છે, કે જ્યાં સુધી એને શ્રેષ્ઠ કક્ષાના સુખનો પરિચય ન થાય. ઉપરોક્ત દૃષ્ટાન્તો પણ માત્ર ‘તુલના’ સમજવા માટે છે.
બાકી તો દિવ્ય રૂપમાં ય વાસ્તવિક સૌન્દર્ય નથી અને નલિની ગુલ્મ વિમાનમાં ય સાચું સુખ નથી. અનુપમ સૌન્દર્ય તો છે આત્મસ્વરૂપમાં... અદ્દભુત આનંદ તો છે આત્માનુભૂતિમાં. જો આ સૌન્દર્યનું શાશ્વત સાન્નિધ્ય મળતું હોય... આ આનંદની અવિરત અનુભૂતિ મળતી હોય, તો અધમ કક્ષાના ભ્રામિક |
સૌન્દર્ય અને આભાસિક આનંદનો ત્યાગ સહજ ન બની જાય? બસ, મોહને છોડી દઈએ... સમ્યજ્ઞાનની પરિણતિને કેળવીએ... બહુ જ ટૂંક સમયમાં એ અવસ્થા આવીને ઊભી રહેશે, કે જેમાં આત્મદ્રવ્યની રમણતા પરાકાષ્ઠાએ પહોંચી હશે, અને પરદ્રવ્યના અસ્તિત્વની પણ અવગણના સહજ બની હશે.
આ જ અવસ્થાના પ્રભાવે શ્રીસ્થૂલભદ્રસ્વામી રૂપકોશાના તમામ પ્રયત્નોને નિષ્ફળ બનાવી શક્યા હતા. આ જ પરિણતિના પ્રભાવે ગજસુકુમાલ મુનિ, અંધક મુનિ જેવા મહર્ષિઓ મરણાત ઉપસર્ગમાં ય પૂર્ણ સમતાનું સાતત્ય રાખી શક્યા હતાં. આત્મદ્રવ્ય અને પરદ્રવ્યના પારમાર્થિક પરિચયથી વિવેકજ્ઞાન પ્રગટે છે. વિવેકજ્ઞાનથી અવશ્ય સમતાનો ઉદ્દભવ થાય છે. અને સમતા એ સિદ્ધિનો સરળ માર્ગ છે. અધ્યાત્મોપનિષદ્દમાં કહ્યું છે -
ઇવાં વિવેવાડવુરિતાં શ્રિતા ચાં, નિવામાપુર્માતામૂિTT: 1. સૈવન્મા: સમતા મુનીના--પચરંતુ તચા નિરિણત: પ્રપન્વ://
વિવેકબીજમાંથી ફૂટેલો અંકુર એનું જ નામ સમતા. ભરત ચક્રવર્તી વગેરે રાજાઓ પણ ‘સમતા’નું આલંબન લઇને નિર્વાણ પદ પામ્યા. ‘સમતા’ એ જ મુનિઓનો સરળ માર્ગ છે, બાકી બધો તો તેનો જ વિસ્તાર છે.
આ રીતે સ્વ અને પરનો પારમાર્થિક પરિચય અધ્યાત્મયાત્રાનું પ્રથમ પગલું બની રહે છે. પ્રભુની કૃપાથી... સદગુરુના સાન્નિધ્યથી આ પરિચયની પરિણતિ પ્રાપ્ત થાય, એ ક્ષણ ખરેખર ધન્ય હોય છે. વાસ્તવમાં તો ત્યારે જ એમ સમજવું જોઈએ કે...
મેરી સન ઘરીરી... જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
For later