________________
સ્વપ્નના રાજ્યને સાચું સમજીને રાજી થાય છે. આકાશના વાદળાની છાંયડીમાં રહે છે. પણ અચાનક કાળ તોપચી આવશે, અને જેમ નાર નામનું જંગલી પ્રાણી બકરીને લઈ જાય, તેમ પકડી જશે. રા
એક હતો ભિખારી. ચાર દિવસનો ભૂખ્યો... તરસ્યો... ભટકી ભટકીને થાકી ગયો. એક ઝાડ નીચે સૂઈ ગયો. એણે સ્વપ્ન જોયું, કે પોતે રાજા છે. વિરાટ સામ્રાજ્યનો માલિક છે. હજારો શ્રેષ્ઠીઓ આવી આવીને તેના પગમાં પડે છે. લાખો-કરોડો સોનામહોરોના નજરાણા મુકી જાય છે. વૈભવી રાજમહેલ, અપ્સરા જેવી રાણીઓ, અગણિત નોકર-ચાકરો, વિરાટ સેના... આ બધું જોઇને એ રાજીનો રેડ થઈ ગયો... જાણે પોતે ન્યાલ થઈ ગયો હોય... એમ સમજી મન મુકીને નાચવા લાગ્યો...
ત્યાં તો સુસવાટા કરતો પવન આવ્યો. ઝાડ પરથી એક ડાળખી તેના માથા પર પડી. આંખો ખુલી ગઈ. જુએ છે તો તે જ ઝાડ, તે જ વગડો, તે જ ધરતી અને તે જ પોતે ભિખારી... બિચારો, પોક મુકીને રડવા લાગ્યો. જેટલો રાજી થયો હતો, તેટલો જ દુઃખી થઇ ગયો. કારણ?
सुपन को राज साच करी माचत
સ્વપ્નના રાજને સત્ય માની લીધું. જે નથી, તે છે એમ માની લીધું. હવે આંખો ખુલી, એટલે ધ્રુસકે ધ્રુસકે રડે છે. વાસ્તવમાં જોઈએ તો કોઇએ એનું રાજ્ય પડાવી લીધું નથી. કોઇએ એને રાજામાંથી ભિખારી બનાવી દીધો નથી. એના દુઃખનું કારણ છે એનું મિથ્યાજ્ઞાન.
આ વાત માત્ર ભિખારીની નથી. આ વાત આપણી છે. આપણા દુઃખનું પણ કોઇ મૂળ હોય, તો એ છે મિથ્યાજ્ઞાન. જે નથી, તે છે એવો ભ્રમ.
મારી ઉંમર ૪/૫ વર્ષની હતી, ત્યારની વાત છે. ટી.વી. પર સિરિયલ-પિક્ચર જોતો. તેમાં કરુણ પ્રસંગ આવે, એટલે ધ્રુસકે ધ્રુસકે રડતો. મારી બાજુમાં મારા કાકા બેઠા હોય. એ મને કહેતા, “રડ નહીં, આ બધું ખોટું હોય...'' વગેરે વગેરે. આજે હું વિચાર કરું છું, કે ‘આ બધું ખોટું હોય’, એનો અર્થ શું? સગી આંખે જે દેખાય છે, જે સંભળાય છે, અનુભવાય છે, એ ખોટું શી રીતે હોઈ શકે?
કે
જવાબ એ છે કે ભલે એવું પ્રત્યક્ષ દેખાય, સંભળાય અનુભવાય... તો ય એ ખોટું છે, કારણ કે પછી તેવું હોતું નથી. સગી આંખે ફિલ્મમાં જોયું કે હીરોનું ખૂન થઈ ગયું. પણ એ ખોટું છે, કારણ કે એ દૃશ્યનું શુટિંગ પૂરું થાય, તેની બીજી જ મિનિટે તે હીરો ખુરશી પર બેસીને નાસ્તો કરતો હોય છે.
સ્વપ્ન હોય, નાટક હોય કે ફિલ્મ હોય, તે બધું ખોટું છે, કારણ કે ‘પછી તેવું હોતું નથી.' એ જ રીતે આ સમગ્ર સંસાર પણ ખોટો છે, કારણ કે ‘પછી તેવું હોતું નથી.’ સ્વપ્ન કદાચ એક કલાકે પૂરું થાય છે, નાટકનો બે કલાકે અંત આવે છે, તો ત્રણ કલાકે ફિલ્મ પૂરી થાય છે. સમય ઓછો હોય કે વધુ તેની સાથે કોઇ સંબંધ નથી. ‘પછી તેવું હોતું નથી.’, માટે એ બધું ખોટું છે. એમ સંસારનું સ્વપ્ન લાંબો સમય ચાલે છે. જીવનની આ ફિલ્મ ૫૦/૬૦/૭૦ વર્ષ ચાલે છે. અહીં પણ પાત્રો છે, પ્રસંગો છે, ઘટનાઓ છે, દેખાય છે, સંભળાય છે, અનુભવાય પણ છે, પણ તો ય આ બધું ખોટું છે. કારણ કે ‘પછી તેવું હોતું નથી.’
Por Private & Persons U Of