________________
I
!! aiાં
મUTH
8
TET 11.
અરે મૂર્ખ ઘડિયાળી ! તું ઘડિયાળ નટ્ટી વગાડ. મનુષ્યો પોતાને માથે પાઘડી (ઘડીનો ચતુર્થાશ) બાંધે છે, તો પછી તું ઘડી કેમ વગાડે છે? ////.
આ તે કાળની વાત છે, જ્યારે આધુનિક ઘડિયાળની શોધ થઈ ન હતી. તે કાળે સમય જાણવા માટે પાણી ભરેલા પાત્રમાં અતિ સૂક્ષ્મ છિદ્રયુક્ત વાટકી મુકતા હતા. અને તે બરાબર ડુબી જાય, ત્યારે એક ઘડી (ચોવીશ મિનિટ) થાય, એવું ચોક્કસ માપ કરતા હતા. એ પ્રમાણે એક ઘડી પૂરી થાય, ત્યારે ઘડિયાળી ઘંટ વગાડી સમય આપતો હતો. અત્યારે જેમ પહેરગીર કલાકે કલાકે ઘડી વગાડે છે, તેમ તે કાળે પ્રત્યેક ઘડીએ ઘંટ વગાડવાની યોજના હતી. તથા કાચની બે શીશીમાં અતિ સૂક્ષ્મ છિદ્ર દ્વારા એકમાંથી બીજામાં તમામ રેતી પસાર થાય, ત્યારે ઘડી થયાનો ઘંટ વગાડતા.
એ ઘંટ વગાડનાર ઘડિયાળીને ઉદ્દેશીને અહીં કહ્યું છે, કે ઘડિયાળી ! તું શા માટે ઘંટ વગાડે છે? લોકોને સમયનું જ્ઞાન થાય, એ જ જો તારો ઉદ્દેશ હોય, તો પછી તારે ‘ઘડી’ના સમયની જાણ કરવાની જરૂર નથી. કારણ કે લોકો તો પોતાના માથે જ પાઘડી બાંધે છે. માટે પા-ઘડી (૧/૪ ઘડી) જેટલા નાના સમયનું પણ લોકોને જ્ઞાન થઇ જાય છે, તો પછી તારે ‘ઘડી” જેટલા મોટા સમયની જાણ કરવાની શું જરૂર છે?
પાઘડીના બે અર્થ થાય છે, એક તો માથા પર પહેરાતો ફેંટો – સાફો. અને બીજું ૧/૪ ઘડી = ઘડીનો ચોથો ભાગ. આવા દ્વિઅર્થી શબ્દના પ્રયોગથી એક વાક્યનો બે અર્થમાં
પ્રયોગ કરવો એને કાવ્યની પરિભાષામાં શ્લેષ અલંકાર કહેવાય છે. માણસ માથે પાઘડી બાંધે છે. એનો અર્થ અહીં એ અભિપ્રેત છે કે એની પાસે પા-ઘડીના સમયનું જ્ઞાન તો છે જ. સહજ સમજાય એવી વાત છે, જેને નાના સમયનું જ્ઞાન છે, તેને મોટા સમયનું જ્ઞાન હોય જ. જેને પ્રત્યેક પા-પા ઘડીનું જ્ઞાન હોય, તેને ઘડીનું જ્ઞાન હોય જ. એક વકૃતાને બોલવા માટે થોડો સમય આપવામાં આવ્યો. વક્તાની વાણી અખ્ખલિતપણે વહેવા લાગી. વક્તાને બોલવાનો ખૂબ ઉલ્લાસ હતો, પણ સભાને સાંભળવામાં રસ ન હતો. ‘થોડા’ ની બદલે ‘ઘણા’ સમયને ય એ વક્તા વટાવી ગયા. માંડ માંડ આયોજકોએ તેમને કાબુમાં લીધા. છેલ્લે વક્તાએ ઉમેર્યુ, “મેં વધારે સમય લીધો, માફ કરજો. મારી પાસે ઘડિયાળ ન હતી.” એક સભ્ય આવેશમાં આવીને જવાબ આપ્યો, “ઘડિયાળ ન હતી, પણ સામે કેલેન્ડર તો હતું ને?’
આપણી વાત આ છે, નાના ગાળા (ટાઈમ-પિરિયડ) ને ન જાણી શકે, એ મોટા ગાળાને જાણે એ શક્ય છે. જે મોટા ગાળાને જ જાણે, એને નાનો ગાળો જણાવવો પડે. પણ હા, જે નાના-નાના ગાળાને પણ જાણે છે, એને મોટો ગાળો જણાવવાની કોઈ જ જરૂર નથી. માટે મનુષ્ય પાઘડીને જાણે છે, તો એને ઘડીનું જ્ઞાન આપવાની જરૂર નથી. જો તારે સમયનું જ્ઞાન આપવું જ હોય, તો પળ કે વિપળનું જ્ઞાન આપવું જોઈએ. | એક ઘડીમાં ૩૬૦૦ વિપળ હોય છે. આટલા દીર્ઘસમય પછી તે સમયનું જ્ઞાન આપે, એનો શું અર્થ છે? એવો અહીં આશય છે.
als & Personel