________________
એપેરા સેસાયટીમાં આયંબિલની ઓળી દરમ્યાન પાઠ સંશેધન કાર્ય શરૂ થયું. ક્યારેક કયારેક પાઠ મેળવવા માટે અતિ મુંઝવણે પણ થતી હતી. પૂ. ગુરુદેવશ્રી સુધમસાગરજી મ. સા.ના અનુભવ જ્ઞાનને ઉપયોગ કરીને, કયારેક તેમના જ હાથમાં બધું કામ ભળાવી દઈને...એમ કરતા પડત-આખડતે બાળક જેમ ચાલતે થાય તેમ આ સંશોધન કાર્ય પૂર્ણ થયું.
સંશોધન સમયે ક્યારેક વધારે પડતી ગુંચવણો પણ અનુભવી. ત્યારે સાક્ષર જેનપંડિત અને ધર્મ શ્રદ્ધાળુ શ્રાવક શ્રી દલસુખભાઈ માલવણીયા તરફથી સચોટ માર્ગદર્શન અને જરૂરી સંદર્ભ પુસ્તકે મળ્યા અને અમારું કાર્ય અતિ સરળ બની ગયું.
ઓપેરા સોસાયટી શ્રી મહાવીર સ્વામી . મૂર્તિ. સંઘે સંપૂર્ણ સ્વેચ્છાથી રૂા. ૭૫૦૦ની દ્રવ્ય સહાય કરી. (અલબત સા. પૂર્ણ પ્રજ્ઞાશ્રીજી તથા સા. પૂર્ણ દર્શિતાશ્રીજીએ આ માટે કરેલ શુભ પ્રયાસની નેધ લેવી અસ્થાને નહીં ગણાય) પરિણામે તત્વાર્થ સૂત્ર પ્રધટીકામાં આઠમાં અંગ તરીકે જે સ્થાન પામનાર હતા તે આગમ સંદર્ભે એક સ્વતંત્ર પુસ્તક રૂપે આકાર પામ્યા. સંઘના વહીવટમાં અગ્રગણ્ય એવા રસિકભાઈ–અનુભાઈ અને વિદભાઈને પણ તેમના સંઘની રકમ આવા સુંદર સંશાધન કાર્યમાં જ પૂર્ણપણે ઉપગમાં લેવાય તેવી ઈચ્છા હતી. તેથી તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનેને એક સંશોધન કૃતિ રૂપે જ સ્વતંત્ર પણે પ્રકાશીત કરી.
પૂજ્ય ગુરુવર્યશ્રી સુધર્મસાગરજીની સુચનાનુસાર આ પુસ્તકમાં વેતામ્બર આમ્નાય સાથે દિગંબર આમ્નાય માન્ય તત્ત્વાર્થ સૂત્રોના પાઠ પણ આપી દીધા છે. તેમજ બંને પરંપરાના પાઠ ભેદોને દર્શાવતુ પરિશિષ્ટ પણ મુકેલ છે. વળી આ પુસ્તક કેવળ આગમપાઠ સંશાધનનો જ લાભ આપનાર બની રહે તે હેતુથી તાવાર્થ સૂત્ર શ્વેતામ્બરીય કે દિગમ્બરીય એવી કઈ જ ચર્ચાને અસ્થાને ગણેલ છે.
પ્રસ્તુત પ્રકાશન વખતે પૂ. પં. જીતેદ્રસાગરજી મ. સા. તથા પૂ. મુનિશ્રી પુન્યપાલ સાગરજીએ દાખવેલ ધર્મસ્નેહ યાદ કર જ રહ્યો.
તત્ત્વાર્થસૂત્ર સંદર્ભમાં વિશેષકાર્ય કરવા ઈચ્છનારને અમારો આ પ્રયાસ સહાયક બને તે અભ્યર્થના | સુનિ દીપરત્નસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org