________________
અધ્યાયઃ ૧૦ સૂત્રઃ ૭
૨૭ અધ્યાયમાંજસમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવેલ છે, તેને મુમુક્ષુઓએસૌથી પહેલાં ધારણ કરવું જોઇએ.
એ પ્રકારે નિસર્ગ અથવા અધિગમ થી ઉત્પન્ન થયેલ, તત્વાર્થ-શ્રદ્ધનરૂપ, શંકાદિ અતિચાર રહિત,પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિકતાના પ્રગટ થવા રૂપ અને વિશુધ્ધ એવું સમ્યગ્દર્શન પામીને અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થકી વિશુધ્ધ જ્ઞાન મેળવીને, નિક્ષેપ-પ્રમાણ-નય-નિર્દેશ-સસંખ્યા વગેરે ઉપાયો વડે જીવાદિ તત્વો ને જાણવા.
જીવાદિતત્વોની સાથે પારિણામિક,ઔદયિક,ઔપશમિક શાયોપથમિકઅનેક્ષાયિકભાવોના યથાર્થતત્વને જાણીને,પારિણામિક અને ઔદયિક ભાવની ઉત્પત્તિ, સ્થિતિ, રૂપાંતર પરિણામ અને નાશના તત્વને જાણવું - આ પ્રકારે જે મુમુક્ષ સમ્યગદર્શન,જ્ઞાન અને સ્વતત્ત્વના જ્ઞાનને ધારણ કરીને ઉત્પત્તિ, વિનાશ સ્વભાવ તત્વને સમજીને,પર-પદાર્થ માત્રથી વિરકત થાય છે, રાગ ભાવને છોડી દે છે, તથા તૃષ્ણા અર્થાત અધિકાધિક વિષયોને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી રહિત થાય છે. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિઓનું પાલન કરે છે. ઉપર્યુકત ઉત્તમ ક્ષમા-માર્દવ-આર્જવ આદિ દશ વિધધર્મના અનુષ્ઠાન અને ફળ દર્શનથી તથા નિર્વાણ પ્રાપ્તિને માટે કરાયેલ પ્રયત્ન દ્વારા જેમની શ્રધ્ધા અને સંવેગ વૃધ્ધિને પ્રાપ્ત થયા છે. મૈત્રી આદિ ભાવનાથી જેમનો આત્મા પ્રશસ્ત બની ગયો છે, અને અનિત્યાદિક બાર ભાવના થકી જેમનો આત્મા મોક્ષમાર્ગમાં સ્થિર થયો છે જે આસકિત, સંગ, પરિગ્રહથી સર્વથા રહિત થયેલા છે તેવા આત્માઓ
વળી, સંવરના કારણોથી યુકત અને આસ્રવના કારણોથી રહિત હોવાથી તેમજ વિરકત અને તૃષ્ણા રહિત હોવાથી જેમને નવા કર્મોનું આવવું રોકાઈ ગયેલ છે. પૂર્વોકત બાવીસ પરીષહોને જીતવાથી અને બાહ્ય અત્યંતર બાર પ્રકારના તપોના પાલન કરવાથી તથા અનુભાવ વિશેષ દ્વારા સમ્યગ્દષ્ટિ વિરત થી લઈને જિન પર્યન્તના જે નિર્જરાના સ્થાન બતાવેલા છે, તેના પરિણામ-અધ્યવસાય રૂપ સ્થાનાન્તરો ની ઉત્તરોત્તર અસંખ્યાત ગુણી અસંખ્યાત ગુણી ઉત્કર્ષતાની પ્રાપ્તિ થઈ જવાથી, પૂર્વકાળના સંચિત કર્મોની નિર્જરાકરે છે.
આ રીતે નિર્જરા કરી, સંયમવિશુધ્ધિ ના સ્થાન રૂપ જે સામાયિક થી લઈને સૂક્ષ્મ સમ્પરાય પર્યન્તના ચારિત્રના ભેદ ગણાવેલા છે, તેનું ઉત્તરોત્તર પાલન કે ધારણ કરતા, સંયમ અનુપાલનથી થનારી વિશુધ્ધિના સ્થાન વિશેષ એવા પુલાક આદિ નિર્ગસ્થ પદોને ધારણ કરી ઉત્તરોત્તર પ્રતિપત્તિ દ્વારા તે સ્થાન વિશેષોના પાલનનો અભ્યાસ કરતા, આર્તધ્યાનરૌદ્રધ્યાન ને સર્વથા નષ્ટ કરી અને ધર્મ ધ્યાન પર વિજય પ્રાપ્ત કરી સમાધિબળ સિધ્ધ કરી, શુકલ ધ્યાનના પ્રથમ બે ભેદમાં વર્તતા અનેક પ્રકારે ઋધ્ધિને પ્રાપ્ત કરે છે. પછી સંપૂર્ણ મોહનીયનો ક્ષય કરી, અંતર્મુહૂર્તમાં જ્ઞાન-દર્શનાવરણ તથા અંતરાયનો ક્ષય કરી, કેવળજ્ઞાન દર્શન પ્રાપ્ત કરે છે. યથાખ્યાત સંયમથી યુકત થયેલો તે જીવ સ્નાતક બને છે. કાળક્રમે વેદનીય,નામ, આયુ, ગોત્રનો પણ ક્ષય કરીતે જીવમુક્ત થાય છે. અને નિર્વાણ સુખને પામે.
અધ્યાય દશમાની અભિનવટીકા સમાપ્ત તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org