________________
૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિરાધનાદિ થકી થતો આગ્નવ રોકાય છે. અર્થાત તેટલે અંશે સંવર થાય છે.
[૨](સમ્યક) ભાષા સમિતિઃ# સત્ય,હિતકારી પરિમિત અને સંદેહ વિનાનું બોલવું એ ભાષા સમિતિ છે.
# ભાષા એટલે બોલવું, જરૂર પડે ત્યારે જ સ્વપરને હિતકારી પ્રમાણોપેત,નિરવદ્ય અને સ્પષ્ટ વચન બોલવાં તે ભાષા સમિતિ.
હિત,મિત, અસંદિગ્ધ અને અનવદ્ય અર્થના પ્રતિપાદન કરવામાં જે નિયત થયા છે એવા વચન બોલવા તે ભાષા સમિતિ છે.
$ મોક્ષ પુરુષાર્થની સાધના કરવા વાળા સાધક એવી ભાષા બોલવાને સમિતિ અર્થાત સમીચીન-મોક્ષની સાધક પ્રવૃત્તિ સમજતા નથી કે જે વચનો આત્મ કલ્યાણના લક્ષ્ય પૂર્વક પ્રવૃત્ત ન થયા હોય અથવા જે વચન નિમ્પ્રયોજન કે અપરિમિત રૂપથી બોલયું હોય અથવા જે વચન શ્રોતાને નિશ્ચય કરાવનારું ન હોય, સંદેહજનક કે સંશય પૂર્વક બોલાયું હોય અથવા સાવદ્ય હોય તેવા વચન તેવી ભાષાનો પ્રયોગ કરવો નહીં તે ભાષા સમિતિ.
૪સમ્યક પ્રકારે નિરવદ્ય-નિર્દોષ ભાષા બોલવી તે ભાષા સમિતિ કહેવાય છે.
# હિતકારક માપસર,જેના શબ્દો અને અર્થ બરાબર સ્પષ્ટ સમજાય,નિરવદ્યપાપપોષક ન હોય તેવું વચન, જીવ વિરાધના ન થાય તે રીતે, આગમોકત વિધિપૂર્વક બોલવું તે સમ્ય ઉપયોગ રૂપ ભાષા સમિતિ કહેવાય છે.
# સ્વ અને પરને મોક્ષ તરફ લઇ જવાળા સ્વપર હિતકારી,નિરર્થક બકવાસ રહિત, મિત્ત,સ્કૂટાર્થ,વ્યકતાક્ષર, અસંદિગ્ધ વચન બોલવા તે ભાષા સમિતિ છે.
આ પ્રકારે સમ્યક ભાષા સમિતિ પાલન થી જીવ વચન યોગ જન્ય આસ્રવ થી અટકે છે અથવા તેટલે અંશે સંવર થાય છે. [૩](સમ્યક)એષણા સમિતિઃ
જીવનયાત્રામાં આવશ્યક એવા નિર્દોષ સાધનોને મેળવવા માટે સાવધાનતા પૂર્વક પ્રવર્તવું તે એષણા સમિતિ.
$ એષણા નો એક અર્થ ગવેસણા કરવી, તપાસવું તે છે. સંયમના નિર્વાહમાટે જરૂરી વસ્ત્ર,પાત્ર, આહાર, ઔષધ, આદિ વસ્તુઓની શાસ્ત્રોકત વિધિ મુજબ તપાસ કરવી તે એષણા સમિતિ.
3 અન્ન,પાન, રજોહરણ, પાત્ર,વસ્ત્ર,વગેરે જે કોઈ પણ ધર્મ-ઉપકરણ છે તેને ધારણ કરવામાં -સાધુ ઉગમ,ઉત્પાદન અને એષણા દોષોનો જે ત્યાગ કરે છે તેનું નામ એષણા સમિતિ છે.
૪ સિધ્ધાન્તમાં કહેલી વિધિ મુજબ૪૨-દોષ રહિત આહાર ગ્રહણ કરવો તે એષણા સમિતિ
# અશન,સ્વાદિમ,ખાદિમ-રૂપ આહાર,કથ્યપાણી, રજોહરણ મુહપત્તિ, પાત્ર, ચોલ પટ્ટાદિ વસ્ત્રો વગેરે તથા ધર્મોપકરણો અને વસતિ આદિઆધાકર્માદિક-૪૨દોષ રહિત પણે, આગમોકત વિધિ પૂર્વક યાચના કરવી તે એષણા સમિતિ.
૪ સ્વામી અદત્ત,જીવ અદત્ત,તીર્થકર અદત્ત,ગર અદત્ત એ ચાર અદત્તને ટાળીને સંયમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org