________________
૧૭૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)ઉપકરણ બકુશ
# વિભુષા માટે દંડ,પાત્ર વગેરેને રંગ,તેલ આદિથી ચળકતાં કરવાં, કપડાં ઉજળા રાખવા,સગવડતા માટે અધિક ઉપકરણો રાખવા, વગેરે તરફ લક્ષ્ય રાખે છે.
છે અનેક પ્રકારે વિશિષ્ટ ઉપકરણો રાખવામાં ઉદ્યત.
આ બંને પ્રકારના બકુશ-નિર્ગળ્યો ક્રિયામાં શિથિલ હોય છે, એમનું ચિત્ત શરીર અને ઉપકરણની વિભૂષા તરફ હોય છે. બાહ્યાડંબર,માન-સન્માન અને ખ્યાતિ વગેરેની કામાના વાળા હોય છે. સુખ અને આરામની ઇચ્છાવાળા હોય છે. તેમનો પરિવાર પણ દેશછેદ અને સર્વદ પ્રાયશ્ચિત ને યોગ્ય હોય છે.
બકુશના પાંચ ભેદ અન્ય રીતે - (૧)આભોગ બકુશ - જાણવા છતાં દોષોનું સેવન કરે (૨)અનાભોગ બકુશ-અજાણતા દોષોનું સેવન કરે (૩)સંવૃત્ત બકુશઃ- અન્યના દેખતાં દોષોનું સેવન કરે (૪)અસંવૃત્ત બકુશ - કોઈ ન દેખે તેમ છુપી રીતે દોષોનું સેવન કરે (૫)સૂક્ષ્મ-બકુશ- થોડો પ્રમાદ કરનાર સાધુ [૩]કુશીલ નિર્ચન્થઃ
કુશીલ એટલે અયોગ્ય આચરણ વાળા ઉત્તરગુણના દોષોથી કે સંજવલન કષાયના ઉદયથી જેમનું ચારિત્ર દૂષિત હોય તે કુશીલ નિર્ગસ્થ કહેવાય છે.
# કુશીલ બે પ્રકારે કહેવાય છે (૧)પ્રતિસેવનાકુશીલ (૨)કષાય કુશીલ (૧)પ્રતિ સેવનાકુશીલ
છે જેઓ ઇન્દ્રિયને વશવર્તી હોવાથી, કોઈ પ્રકારની ઉત્તર ગુણોની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તે તે પ્રતિસેવના કુશીલ.
પિંડ વિશુધ્ધિ, ભાવના આદિ ઉત્તરગુણોમાં અતિચારનું પ્રતિસેવન કરે અર્થાત અતિચાર લગાડે તે પ્રતિસેવના કુશીલ.
છે તેઓ ઇન્દ્રિયોને વશવર્તી હોવાથી ઉત્તરગુણોની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તન કરતા હોય છે.
(ર)કષાય કુશીલાછે જેઓ તીવ્રકષાયને વશ ન થતાં માત્રમંદકષાયને કયારેક વશ થાયતે કષાયકુશીલ.
# સંજવલન કષાયના ઉદયથી ચારિત્રને દુષિત કરે તે કષાય કુશીલ. તેના જ્ઞાન કુશીલ,દર્શનકુશીલ,ચારિત્રકુશીલ,લિંગ કુશીલ, સૂક્ષ્મકુશીલ એ પાંચ ભેદ છે. જેનું સ્વરૂપ સેવા પુલાકના પાંચ ભેદ અનુસાર સમજી લેવું
[૪]નિર્ગસ્થ નિર્ગસ્થ -
છે જેમાં સર્વશપણું ન હોવા છતાં રાગદ્વેષનો અત્યંત અભાવ હોય અને અંતર્મુહૂર્ત જેટલા વખત પછી જ સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હોય તે નિર્ગસ્થ નિર્ગસ્થ કહેવાય છે.
# ગ્રંથ એટલે ગાંઠ,ગાંઠથી રહિત તે નિર્ગળ્યુ. જેની મોહની ગાંઠ છેદાઈ ગઈ છે. તે નિર્ગસ્થ અર્થાત જેના મોહનો સર્વથા ક્ષય કે ઉપશમ થઈ ગયો છે તે નિર્મન્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org