________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૯
૧૫૫ જો કે ઉપશમ અને ક્ષપકશ્રેણીનો આરંભ આઠમા ગુણસ્થાનકથી થાય છે. પરંતુ કર્મોના ઉપશમનો કે ક્ષયનો પ્રારંભ નવમા ગુણસ્થાનક થી થાય છે.
વળી ૧૧માં ગુણઠાણે ઉપશમ શ્રેણીની સમાપ્તિ થાય છે.અને બારમા ગુણઠાણે ક્ષપક શ્રેણીની સમાપ્તિ થાય છે.
આ રીતે આઠમું,નવમું અને દશમું ગુણસ્થાનકતો બંને શ્રેણીમાં હોય જ છે. અને આ ત્રણે ગુણસ્થાનકોમાં ધર્મ ધ્યાન જ હોય તે વાતતો સૂત્ર ૩૮-સૂત્ર ૩૯ પૂર્વે સ્પષ્ટ થયેલી જ છે. જયારે અગીયાર માં બારમા ગુણઠાણે અર્થાત્ ઉપશાન્ત કષાયી અને ક્ષીણકષાયી મુનિને તો સૂત્ર૩૮ મુજબ ધર્મધ્યાન અને સૂત્ર ૩૯ અનુસાર શુકલધ્યાન એમ બંનેનો સંભવ હોઈ શકે છે.
શ્રેણીએ ચઢનાર જીવો બે પ્રકારના હોય છે(૧)પૂર્વધર-અર્થાત્ શ્રુત કેવલી કે ચૌદ પૂર્વધર મુનિઓ (૨)અપૂર્વધરઃ- અર્થાત્ ચૌદપૂર્વથી ન્યુન-ન્યુનતર શ્રુતનાજ્ઞાતા.
આ બંનેમાં જે પૂર્વધર છે. તેઓને શુકલધ્યાનના પ્રથમ બે ભેદો વર્તે છે. જયારે બીજા પ્રકારના -અપૂર્વધરને ધર્મધ્યાન હોય છે. તેમ પ્રસ્તુત સૂત્રના બંને હિસ્સા પરથી જણાય છે.
U [8સંદર્ભઃ૪ આગમ સંદર્ભ
सुहुमसंपरायसराग चरित्तारिया य, बायरसंपरायसरागचरित्तारिया य,...उवसंतकसाय वीयराय चरितारियाय, रवीणकसायवीयराय चरित्तारिया य * प्रज्ञा.प.१,सू.३७-२७
सुक्के झाणे चविहे...पुहत्त वियक्केसविचारी...एगंतवियक्के अवियारी... सुहुहमकिरिए अनियट्टी...समोच्छिन्न किरए अप्पडिवाइ * भग.श.२५,उ.७,सू.८०३-४
સૂત્રપાઠ સંબંધ:-પ્રથમ પાઠમાં ઉપશાન્ત અને ક્ષીણ કષાયવાળા આર્યોના ઉલ્લેખ છે. બીજા પાઠમાં શુક્લ ધ્યાનના ભેદોના નામ છે. તે સિવાય સ્પષ્ટ ઉલ્લેખ અમારાથી મેળવી શકાયો નથી.
# તત્વાર્થ સંદર્ભ(१) पृथकत्वैकत्ववितर्करसूक्ष्मक्रियाऽप्रतिपाति व्युपरतक्रिया निवृतीनि-सूत्र.८:४१ (૨)તથ્ય યયોયોનીસૂત્ર ૯:૪૩ (૩)વિવારં દ્વિતીય-સૂત્ર ૯૪૪
[9]પદ્ય - (૧) પ્રથમ બીજા શુકલ ભેદે ધ્યાન પૂર્વધર ઘરે
ચરમ શુકલ ભેદ બેમાં કેવળ જ્ઞાનજ લહે સૂત્ર ૯:૩૯ અને ૯:૪૦ નું સંયુકત પદ્ય શુકલ ધ્યાનો પહેલાં બે હોય પૂર્વધરો વિષે
બંને પાછળના હોયે કેવળી જ્ઞાનીઓ વિષે. U [10]નિષ્કર્ષ -શુકલ ધ્યાનનો અર્થ આ પૂર્વે સૂત્ર ૯૨૯માં કહેવાયો છે. અને તેના ભેદોનું વર્ણ સૂત્ર-૯૪૧ માં હવે પછી કહેવાશે. આ સૂત્રતો શુકલધ્યાનના પ્રથમ બે ભેદોના સ્વામીને જણાવવા પુરતું જ છે. છતાં એક વાતતો નિષ્કર્ષ ને યોગ્ય અહીં છે જ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org