________________
૧૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આપ્ત વકતાના ન હોવાથી, સ્વયં મંદબુધ્ધિ હોવાથી, પદાર્થો ના અત્યન્ત સૂક્ષ્મ પણાને કારણે તેમજ હેતું-દ્રષ્ટાન્ત આદિનો અભાવ હોવાથી, જે આસન ભવ્ય જીવ સર્વજ્ઞ પ્રણિત શાસ્ત્રને પ્રમાણ માની એ સ્વીકાર કરે છે કે જૈનાગમમાં વસ્તુનું જ સ્વરૂપ દર્શાવેલું છે તેવું જ સ્વરૂપ વાસ્તવિક છે. જિનેન્દ્ર ભગવંતનો ઉપદેશ મિથ્યા હોઈ શકે જ નહી. આ રીતે અત્યન્ત સૂક્ષ્મ-પદાર્થના વિષયમાં જિનેન્દ્રઆજ્ઞાનું પ્રમાણ માની, અર્થના સ્વરૂપનો નિશ્ચય કરવો તે આજ્ઞા વિચય-ધર્મધ્યાન છે.
અથવા વસ્તુના તત્વને યથાવત જાણ્યા પછી તે વસ્તુને પ્રતિપાદન કરવાની ઇચ્છા સુધી,પ્રમાણ અને નયના દ્વારા તે વસ્તુ સ્વરૂપનું ચિત્તવનકે પ્રતિપાદન કરવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
જ અપાય વિચયઃ# સન્માર્ગથી પડવા વડે થતી પીડાનો વિવેકતે સંબંધિજે વિચારણા તે અપાય વિચય.
# દોષના સ્વરૂપનો અને તેમાંથી કેમ છુટાય એનો વિચાર કરવા માટે જે મનોયોગ આપવો તે અપાય વિચય ધર્મધ્યાન.
# અપાય એટલે દુઃખ. સંસારના જન્મ, જરા,મરણ,આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો દુઃખોના કારણો એવા અજ્ઞાન, અવિરતિ,કષાય વગેરેનો એકાગ્રચિતે વિચાર તે અપાય વિચય ધર્મધ્યાન.
# સંસારમાં સર્વદુઃખનું મૂળદરેક દરેક આત્માને પોતાપોતાના રાગ-દ્વેષરૂપપરિણામ જ છે. એમવિચારી રાગદ્વેષનો ત્યાગ કરવા માટેના યથાશકિતવિરતિના પરિણામસહ ઉત્કંઠા તે અપાય વિચયરૂપ ધર્મધ્યાન સમજવું.
4 अपायविचयायस्मृत्तिसमन्वाहारः धर्मध्यानम् ।
# અપાયરિચય ને માટે જે પુનઃપુનઃ વિચાર કરવો તથા અપાયના વિષયમાં જ ચિન્તાનો નિરોધ કરવો તેને ધર્મધ્યાન કહે છે.
# અપાય પર્યાલોચન રૂપે પરિણામ પામતી એકાગ્રચિન્તાતે અપાયરિચય ધર્મધ્યાન.
અપાયના પર્યાલોચનમાં આત્માને પરોવવાનું કારણ શું? સંસારમાં અપાય,હડધુતપણું, ઠોકરો,હાનિ,નુકસાન,દુઃખો, વિપત્તિઓ, વિનિપાતો ઠામ ઠામ દેખાય છે. આત્માને પોતાને કયાંય પોતાનું સુખ દેખાય નહીં, તેથી આત્મા માં અપાયોની પર્યાલોચનના ચાલે. જેથી તેનાથી દૂર રહેવાના ઉપાયરૂપ આજ્ઞામાં વધારે સ્થિર થવાય માટે, સંસારના અપાયોની પર્યાલોચના કરે,તે અપાય વિચય ઘર્મધ્યાન
$ “મિથ્યાદૃષ્ટિજીવ જન્માલ્વની સમાન છે. તેઓ સર્વજ્ઞ વીતરાગ પ્રણીત માર્ગથી પરમુખ રહેવા હોવા છતાં જો મોક્ષની ઈચ્છા કરે તો પણ તેઓ માર્ગને નહીં જાણતા હોવાથી સન્માર્ગ થી દૂર જ ભટકતા રહે છે. પણ સંસારનો અપાય જાણતા નથી” એ પ્રકારે જે વિચારણા કરવી તે અપાય વિચય ધર્મધ્યાન.
અથવા તો આ પ્રાણીઓને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન,અને મિથ્યાચારિત્રનો વિનાશ કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org