________________
૧૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અમૃત વચન અર્થાત્ મિથ્યાભાષણ કરવાને માટે જે પુનઃપુનઃવિચાર કરવો અથવા તે જ વિષયો તરફ ચિત્તને ચોંટાડી રાખવું તેને અસત્યાનુંબંધી રૌદ્રધ્યાન કહ્યું છે.
અન્ય ઉપરની દ્રોહ બુધ્ધિ વડે પૈશુન્ય, અસભ્ય,અસત્ય વચન બોલવા સંબંધિ જે ચિંતન કરવું તે બીજું મૃષાવાદાનુબંધી કે મૃષાનંદ નામક રૌદ્રધ્યાન છે.
[૩] તેયાનુબંધી રૌદ્ર ધ્યાનઃ
૪ ચોરી કરવાની વૃત્તિમાંથી કુરતાકે કઠોરતા આવે છે. એને લીધે જે સતત ચિંતા થયા કરે છે તેને તેયાનુબંધી રૌદ્ર ધ્યાન કહ્યું
૪ ચોરી કેવી રીતે કરવી, કેવી રીતે ચોરી કરવાથી પકડાઈ ન જવાય, ચોરીનાં સાધનો કયાં કયાં છે, ચોરીના સાધનો કયાં મળે છે? કેવી રીતે મેળવવા, કયાં કેવી રીતે ચોરી કરવી, વગેરે ચોરીના એકાગ્રચિત્ત થતા વિચારોને તેયાનુબંધી રૌદ્ર ધ્યાન છે.
૪ ચોરી કરવા સંબંધિ સંકલ્પ વિકલ્પો કરવા તે તેયાનુબંધી રૌદ્ર ધ્યાન છે.
ચોરી માટે મનમાં મથામણ, કોઈનું ચોરીલાવવા, પડાવી લેવા, લુંટી લેવા માટેની ઘટના ઘડતાં ઘડતાં વિચારોમાં એકતાન થઈ લીન થવું તે તેયાર્થ રૌદ્ર ધ્યાન.
+ स्तेयार्थ स्मृति समन्वाहरो रौद्रध्यानम्
૪ સ્તયકર્મ અર્થાત ચોરીને માટે જે પુનઃ પુનઃવિચાર કરવો અથવાએ જ વિષયો તરફ, ચિત્તને ચોંટાડી રાખવું તે તેયાનુબંધી રૌદ્ર ધ્યાન છે.
૪ તીવ્રરોષથી પરદ્રવ્યના અપહરણનું તેમજ તેના સ્વામીના ઉપવાતાદિનું જેચિંતવન કરવું તે તેયાનુબંધી અથવા તેયાનંદ રૌદ્ર ધ્યાન છે. [૪]વિષય સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાનઃ
પ્રાપ્ત વિષયોને સાચવી રાખવાની વૃત્તિમાંથી કુરતા કે કઠોરતા આવે છે, એને લીધે જે સતત ચિંતા થયા કરે છે. તેને વિષય સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન કહે છે.
રૂપ આદિ ઇષ્ટ વિષયોનું કે વિષયના સાધનોનું રક્ષણ કરવાના એકાગ્રચિત્ત થતા વિચારો તે વિષય સંરક્ષણાનુબંધી રૌદૂ ધ્યાન છે.
-વિષયો અને વિષયોનાં સાધનોને મેળવવાનો વિચાર તે આર્તધ્યાન છે અને સાચવી રાખવાના વિચાર તે રૌદ્ર ધ્યાન છે
-વિષયોની પ્રાપ્તિમાં અને સેવનમાં આનંદ એ આર્તધ્યાન છે પણ તેને પ્રાપ્ત કરવા સંબંધિ સતત વિચારણાને રૌદ્ર ધ્યાન છે.
સચિત્ત યા અચિત્ત પરદ્રવ્ય સંબંધિ પરિગ્રહનું રક્ષણ એટલે કે સાચવણી કરવા રૂપ સંકલ્પ-વિકલ્પો ને રૌદ્ર ધ્યાન છે.
#વિષયોને પૂરા કરવા માટેની સામગ્રી રાખી મૂકવા-સાચવી રાખવા માટે મનમાં મથામણ રૂપ રૌદ્રધ્યાન -જેમાં ઇન્દ્રિયોને તેતે વિષયો પૂરા પાડવા માટે સ્ત્રી આદિમેળવવાના તથા ધન ધાન્ય અને મોજશોખની બીજી વસ્તુઓ વગેરે મેળવવાના, તથા સંગ્રહ કરવાના, સાચવી રાખવાના, સુરક્ષિત રાખવાના, વિચારોમાં એકતાન થઈ લીન થવું તે વિષય સંરક્ષણાર્થ રૌદ્ર ધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org