________________
૧૦૧
અધ્યાયઃ ૯ સૂત્ર: ૨૨ પશ્ચાતાપપૂર્વક ભૂલની કબુલાત સ્પષ્ટ શબ્દોમાં કરવી અને તે ભૂલ શુધ્ધ થઇજાઓ અર્થાત્ મિથ્યા તુકૃતમ્ દઈ, ભાવિમાં ફરી આ ભૂલન કરવાની કબુલાત પ્રત્યાખ્યાન અને અતિચાર શુધ્ધિ અર્થે કાયોત્સર્ગ કરવા રૂપ જે સમગ્ર ક્રિયા તેને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કહે છે.
જ [૩]તદુભય
$ ઉકત આલોચન અને પ્રતિક્રમણ બન્ને સાથે કરવામાં આવે ત્યારે તદુભય અર્થાત મિશ્ર પ્રાયશ્ચિત.
# આલોચના તથા પ્રતિક્રમણ ઉભયથી દોષોની શુધ્ધિ કરવી અર્થાત્ દોષોને ગુર આદિની સમક્ષ પ્રગટ કરવા અને અંતઃકરણથી મિથ્યાદુષ્કત આપવું.
4 एतद् उभयम् आलोचन प्रतिक्रमणे । [૪]વિવેક
# ખાનપાન આદિવસ્તુ જો અકલ્પનીય આવી જાય અને પછીથી ખ્યાલ આવે તો તેનો ત્યાગ કરવો તે “વિવેક' પ્રાયશ્ચિત.
$ વિવેક એટલે ત્યાગ. આહાર આદિ ઉપયોગ પૂર્વક લેવા છતાં અશુધ્ધ આવી જાય તો વિધિપૂર્વક તેનો ત્યાગ કરવો એ વિવેક છે.
विवेको विवेचनं विशोधनं प्रत्युपेक्षणम् इति अनर्थान्तरम् । स एव संसक्तानपानोपकरणादिषु भवति ।
# વિવેક,વિવેચન,વિશોધન અને પ્રત્યક્ષેણ આ બધા શબ્દો એકજ અર્થના વાચક છે.
મળેલી વસ્તુને પૃથપૃથફ કરવી તે વિવેક છે .આ પ્રાયશ્ચિત મળેલ અન્ન-પાનઉપકરણ આદિ વસ્તુઓના વિષયમાં હોય છે.
g આધાકર્મ-આદિ દોષ યુકત ગ્રહણ કરાયેલા આહારનો ત્યાગ કરવા રૂપ જે * પ્રાયશ્ચિત તે વિવેક પ્રાયશ્ચિત
# દોષિત અન્નપાન વિશે,ૌધિક અને ઉપગ્રહિત ઉપધિ-મુનિના સંયમ ધર્મના પાલન માટેના ઉપકરણો વિશે, શવ્યા,ઉપાશ્રય, રાખ,કુંડી,ઔષધાદિક લેવામાં જે દોષ લાગ્યા હોય, તે ગુરુભગવંતને વિવેચના પૂર્વક જણાવવા અને દરેક નું વિગતવાર ગુરુદત્ત પ્રાયશ્ચિત કરવું તે વિવેક પ્રાયશ્ચિત.
વ્યુત્સર્ગ# એકાગ્રતાપૂર્વક શરીરના અને વચનના વ્યાપારોછોડી દેવાતે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત.
( વિશેષ પ્રકારે ત્યાગ તે વ્યુત્સર્ગ. અર્થાત્ ઉપયોગ પૂર્વક વચન અને કાયાના વ્યાપારોનો ત્યાગ તે વ્યુત્સર્ગ તપ છે.
+ व्युत्सर्गः प्रतिष्ठापनम् इति अनर्थान्तरम् । स एव ससक्त अन्नपानउपकरणादिषु अशंकनीयविवेकेषु च भवति ।
$ વિવેક પ્રાયશ્ચિત કરવા વિશેષ શુધ્ધિની જરૂર પડે ત્યારે આ વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત કરવાની આવશ્યકતા રહે છે. આને ઉત્તરીકરણ રૂપ પણ ગણવામાં આવેલ છે [આ અર્થ કાયોત્સર્ગને આશ્રીને કરાયો છે]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org