________________
૮૫
અધ્યાય: ૮ સૂત્ર: ૧૨ વગેરે અનેક અન્તભેદો ને આશ્રીને વર્ણનામ કર્મના અનેક વિદ્ય ભેદો કહેલા છે.
(૧૩)આનુપૂર્વી નામ કર્મ- જેના ચાર ભેદો કર્મગ્રન્થ તથા ભાષ્યાનુસારી ટીકામાં જણાવેલા છે. ભાષ્યમાં પણ તે શબ્દથી ઉલ્લેખ થઈ જાય છે.
$ જેવી રીતે ગતિ નામ કર્મના ચાર ભેદ છે તેવીજ રીતે આ આનુપૂર્વનામ કર્મ પણ ચાર ભેદ વાળું છે
(૧)નરકાનુપૂર્વી (૨)તિર્યંચાનુપૂર્વી(૩)મનુષ્યાનુપૂર્વી (૪)દેવાનુપૂર્વી
(૧૪)વિહાયોગતિ નામ કર્મ- જેના બે ભેદ કર્મગ્રન્થમાં છે, સિધ્ધસેનીય ટીકામાં પણ છે, પરંતુ સ્વોપજ્ઞ ભાષ્યમાં તત્સંબંધિ ઉલ્લેખ નથી.
૧- શુભ વિહાયોગતિ નામ કર્મ - જે કર્મના ઉદયથી જીવની ચાલ હાથી,બળદ કે હંસ જેવી શુભ હોય તે શુભ વિહાયોગતિ નામ કર્મ. - ૨-અશુભવિહાયોગતિ નામકર્મ-જે કર્મના ઉદયથી જીવની ચાલ ઉંટ,ગધેડા, શિયાળ ની જેવી અશુભ કે નિંદ્ય હોય તે અશુભ વિહાયોગતિ નામ કર્મ
સ્વોપજ્ઞ ભાષ્યમાં બીજી રીતે આ નામ કર્મ ભેદ જણાવ્યા છે (૧)લબ્ધિ પ્રત્યય વિહાયોગતિ (૨)શિક્ષધ્ધિપ્રત્યય વિહાયોગતિ (૧૫)પર્યાપ્તિ નામ કર્મ ૬ અથવા પ-ભેદ * કર્મગ્રન્થમાં દુ-પર્યાપ્તિ કહી છે સ્વોપજ્ઞ ભાષ્યમાં પાંચ કહી છે
૧- આહાર પર્યાપ્તિ જીવ જે શકિતથી બાહ્ય પુદ્ગલોનો આહાર ગ્રહણ કરીને તે પુદ્ગલોને મળ અને રસ રૂપે પરિમાવે તે શકિત આહાર પર્યાપ્તિ.
ર-શરીર પર્યાપ્તિ - રસરૂપે થયેલા આહારને લોહી આદિ ધાતુ રૂપે પરિણાવવાની શકિત એ શરીર પર્યાપ્તિ.
૩-ઈન્દ્રિય પર્યાપ્તિઃ- ધાતુ રૂપે પરિણમેલા આહારને ઇન્દ્રિય રૂપે પરિણાવવાની શકતિ એ ઇન્દ્રિય પર્યાપ્તિ.
૪-શ્વાસોચ્છવાસપર્યાપ્તિ - જે શકિતથી શ્વાસોચ્છવાસ પ્રાયોગ્ય વર્ગણાના પગલોને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવી તે જ પુદ્ગલોના આલંબનથી તે પુદ્ગલોને છોડી દે તે શકિત ધ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
પ-ભાષા પર્યાપ્ત ભાષા પ્રાયોગ્ય વણાના પુગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણાવીતે જ પુલોના આલંબનથી તે જ પુદ્ગલોને છોડી દેવાની શકિત તે ભાષા પર્યાપ્તિ
કર્મગ્રન્થમાં છઠ્ઠી મન:પર્યાપ્તિ કહેલી છે
-ઇન્દ્રિયોનુંરહણ કરવાથી મન:પર્યાપ્તિનુંપણ રહણ થઈ જાય છે માટે પર્યાપ્તિ પાંચજસમજવી છતાં પાંચ પર્યાપ્તિનું જે અવધારણ છે તેબાહ્ય કરણ અપેક્ષા છે જયારે મન છે તે અન્તઃકરણ છે. માટે જે કોઈ આચાર્ય મનને અલગ પર્યાપ્તિ કહે છે તેમાં કોઇદોષ માનવાની જરૂર નથી.
મન:પર્યાપ્તિ શકિત દ્વારા જીવ મનોવર્ગણાના પુલોને ગ્રહણ કરીને તેને મનરૂપે પરિણાવી તથા અવલંબન લઈને છોડી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org