________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
[૨૬]સુભગ નામકર્મ:
જે કર્મના ઉદય થી કાંઇપણ ઉપકાર નહીં કરવા છતાં સર્વના મનને પ્રિય લાગે તે સુભગ નામકર્મ
જે કર્મના કારણે કોઇપણ જાતનો સંબંધ ન હોવા છતાં જીવ બધાનો પ્રીતિ-પાત્ર બને તે સુભગ નામકર્મ કહેવાય છે
* मनसः प्रियः तद्भावः सौभाग्यं तस्य निर्वर्तकं - जनकं सुभगनाम । [૨૭]દુર્ભગ નામકર્મ:
જેના ઉદય થી ઉપકાર કરવા છતાં પણ સર્વ મનુષ્યને પ્રિય ન થાય તે દુર્ભગ નામકર્મ જે કર્મના ઉદય થી ઉપકાર કરનાર વ્યકિત પણ અપ્રિય લાગે તે દુર્ભગ નામકર્મ * अनिष्टो मनसो योऽप्रियः तद्भावो दौर्भाग्यम् ।
दौर्भाग्यनिर्वर्तकं दुर्भगनाम [૨૮]સુસ્વર નામકર્મ:
જેના ઉદય થી જીવનો સ્વર સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે છે તે સુસ્વર નામકર્મ. જે કર્મના ઉદય થી જીવનો સ્વર મધુર અને પ્રિય હોય તે સુસ્વર નામકર્મ. सौस्वर्यनिर्वर्तकं सुस्वरनाम ।
[૨૯] દુઃસ્વર નામકર્મઃ
જે કર્મના ઉદય થી તે સાંભળનાર ને અપ્રીતિ ઉત્પન્ન કરે તે દુઃસ્વર નામકર્મ જે કર્મના ઉદય થી જીવનો સ્વર કર્કશ,સાંભળવો નગમે તેવો અર્થાત્ અપ્રિય લાગેતે
દુઃસ્વર નામકર્મ
દ્રૌ: સ્વયંનિર્વર્તન દુ:સ્વરનામ ।
[૩૦]શુભ નામકર્મ:
જેના ઉદય થી નાભિની ઉપરના અવયવો પ્રશસ્ત થાય છે તે શુભ નામકર્મ છે. જે કર્મના ઉદય થી નાભિની ઉપરના ભાગના અવયવો શુભ ગણાય છે તે શુભ નામકર્મ. હાથ,માથું,આદિ અવયવોનો સ્પર્શ થવાથી કોઇને અપ્રીતિ થતી નથી, પણ જો પગનો સ્પર્શ થાયતો બીજાને ગમતું નથી તે આપણો સામાન્ય અનુભવ છે.
★ शुभोभावः पूजित उत्तमाङ्गादि: तज्जनिम, शोभा, पूजा पुरस्कार: शिरसा पादादिनाऽस्पर्शनं, माङ्गल्यम् इति पवित्रं तन्निर्वर्तकं शुभनाम ।
[૩૧]અશુભ નામકર્મ:
નાભિની નીચેના અવયવો અપ્રશસ્ત થાય છે તે અશુભ નામકર્મ. જે કર્મના ઉદય થી નાભિની નીચેનો ભાગ-અવયવો પગ આદિ અશુભ ગણાય છે તે અશુભ નામકર્મ પગના સ્પર્શથી સામી વ્યકિતને જે અપ્રસન્નતા અણગમો ઉત્પન્ન થાય છે તેજ અશુભત્વ છે.
अशुभभावाशोभाऽमाङ्गल्यनिर्वर्तकं अशुभनाम ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org