________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૧૨
૭૧
બંધ-સર્વબંધ અને દેશ બંધ બે રૂપે થાય છે. જીવ ઉત્પતિ સમયે જે પ્રથમ શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને તેનો જે બંધ થાય છે તેને સર્વબંધ કહે છે અને પછી જયાં સુધી તે ધારણ કરેલ શરીર ટકી રહે ત્યાં સુધી સમયે સમયે જે નવા પુદ્ગલોનું ગ્રહણ થાય તેને દેશ બંધ કહે છે. અર્થાઘડી ઘડીનવિન શરીર ઉત્પન્ન થતુંનથી. જો કે તૈજસ અને કામર્ણ શરીર જીવની સાથે સદા સર્વદા રહેલા હોવાથી તેમાં નવી ઉત્પત્તિ થતી નથી માટે તેમાં ફકત દેશબંધ જ થાય છે. [૭]સંઘાત નામકર્મ:
બધ્ધ કર્મોને તે તે શરીરના આકારમાં ગોઠવી આપનાર કર્મ તે સંઘાત નામકર્મ. જે કર્મના ઉદય થી પ્રથમ ગ્રહણ કરેલા શરીર પુદ્ગલો ઉપર નવા ગ્રહણ કરવામાં આવતા શરીર યોગ્ય પુદ્ગલો ને વ્યવસ્થિત રૂપે જે સ્થાપિત કરવામાં આવે છે તેને સંઘાત નામકર્મ કહે છે. તેના સ્વોપજ્ઞ ભાષ્યમાં કોઇ ભેદ કહ્યા નથી. જયારે કર્મગ્રન્થમાં તેના પાંચ ભેદોનું કથન કરેલ છે.
પ્રથમ ગ્રહણ કરેલા શરીર પુદ્ગલોની સાથે નવા ગૃહ્યમાણ પુદ્ગલોનો પરસ્પર બંધ ત્યારે જ થઇ શકે છે કે જયારે તે બન્ને પ્રકારના ગૃહિત અને ગૃહ્યમાણ પુદ્ગલોનું પરસ્પર સાનિધ્ય હોય. એક બીજા પુદ્ગલોને પાસે વ્યવસ્થિત રીતે સ્થાપન કરવાનું કાર્ય સંઘાત નામકર્મ નું છે. તેમાટે દંતાળીનું દૃષ્ટાન્ત દેવામાં આવે છે. જેમ દંતાળીથી જયાં ત્યાં આધા પાછા વિખરાયેલા ધાસના તણખલાઓને એકત્રિત કરવામાં આવે છે ત્યાર પછી જ ઘાસનો પૂળો અથવા ગાંસડી બાંધવામાં આવે છે. તેવી જ રીતે સંઘાત નામકર્મનજીક કરે છેઅનેબંધન નામકર્મ તેને બાંધે છે.
बध्धानामपि च पुद्गलानां परस्परं जतुकाष्ठन्यायेन पुद्गलरचनाविशेषः सङ्घातः [૮]સંસ્થાન નામકર્મ:
શરીરના વિવિધ આકૃત્તિઓનું નિમિત્ત કર્મ તે સંસ્થાન
જે કર્મના ઉદય થી શરીર જુદા જુદા અનેક શુભ અને અશુભ આકારે હોય છે તેને સંસ્થાન નામકર્મ કહેવામાં આવે છે.
શરીરના આકારને સંસ્થાન કહે છે. જે કર્મના ઉદય થી સંસ્થાનની પ્રાપ્તિ થાય તે કર્મને સંસ્થાન નામકર્મ કહે છે. જેના છ પેટા ભેદ સ્વોપજ્ઞ ભાષ્યમાં કહેલા છે.
संस्थानम् आकारविशेषः । तेष्वेव बध्यमानेषु पुद्गलेषु संस्थानविशेषो यस्य कर्मण उदयाद् भवति तत् संस्थाननाम्षड्विधम् । [૯]સંહનન નામકર્મ:
હાડબંધની વિશિષ્ટ રચના રૂપ તે સંહનન નામકર્મ
જે કર્મના ઉદય થી શરીરમાં હાડકાંના સાંધા જોડેલા હોય છે, તેની મજબુતાઇને સંહનન કહે છે. જેમ કે લોઢાની પટી અગર ખીલીથી લાકડાંના સાધનોની મજબુતાઇ વધી જાય છે. તેજ રીતે જેનાથી હાડકાંના સાંધા દૃઢ થાય છે તેને સંહનન નામકર્મ કહેવાય છે. હાડકાંઓનું આપસમાં જોડાણ,અર્થાત્ હાડકાં ઓની રચના વિશેષ જે કર્મના ઉદય થી થાય, તેને સંહનન નામકર્મ કહે છે જેના છ ભેદ સ્વોપજ્ઞ ભાષ્યમાં કહેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org