________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –આ રીતે બંધના બે મુખ્ય હેતુ (૧)કષાય અને (૨)યોગ -કષાયનોવિસ્તાર કરીએ તો (૧)મિથ્યાત્વ(૨)અવિરતિ(૩)કષાય ને (૪)યોગ એ ચાર થશે -પ્રસ્તુત સૂત્રાનુસાર થોડો વધુ વિસ્તાર કરતા પ્રમાદ સહિત પાંચ બંધ-હેતુ થશે
જ પાંચ કારણો વિશે મહત્વનું સ્પષ્ટીકરણઃ
–સિધ્ધસેનિય વૃત્તિ-મંદબુધ્ધિવાળાને વિશેષ સમજણ માટે સૂત્રકાર મહર્ષિએ પ્રમાદએ પાંચમા કારણને પૃથર્ જણાવેલું છે
–સુખલાલજી - જિજ્ઞાસુ શિષ્યોને બંધ હેતુ વિશે વિસ્તારથી જ્ઞાન કરાવવું
-પંડિત શાંતિલાલ શાસ્ત્રાનુસારી મુખ્ય ચાર હેતુઓજ છેએ સાથે અહીં પાંચમું પ્રમાદવિશેષમાં જણાવેલ છે..... કેમ કે મિથ્યાત્વ અને અવિરતિના સ્વરૂપનો ત્યાગ કરી સર્વવિરતિ પાંચમે ગુણઠાણે જગત ભાવમાં વર્તતો જીવ પણ પ્રમાદ થકી કર્મબંધ કરતો હોય છે
અમારું મંતવ્ય તથા સાક્ષીપાઠ-સિધ્ધસનિય વૃત્તિ [હારીભદ્દીય પણ] તથાસુખલાલજી એ બંને ની દલીલતર્ક શુધ્ધ છે. પંડિત શાંતિલાલજીનું મંતવ્ય પણ તે પ્રકારનું જ છે પરંતુ શાંતિલાલભાઈએ પ્રયોજેલ-શાસ્ત્રાનુસારી શબ્દ સર્વથા અયોગ્ય છે. કારણ કે પૂ.ઉમાસ્વાતિજી મહારાજા વિશે અમે પૂર્વના અધ્યાયોમાં પણ જણાવી ગયા છીએ કે તેઓની વાત આગમાનુસારી જ હોય અને અમે પ્રાય: કરીને સર્વત્ર આગમપાઠો રજૂ કરેલ છે
આ સૂત્ર વિશે પણ અમારું મંતવ્ય એ જ છે કે કેવળ શાસ્ત્રાનુસાર કે આગમ પાઠઅનુસાર જ સૂત્રકારે અહીં પાંચ હેતુઓ જણાવેલા છે. સ્થાનાંગ સૂત્ર નામક તૃતીય આગમ અને સમવાયાંગ નામક ચોથું આગમ એ બંનેમાં શબ્દથી બંધના આ પાંચ હેતુઓ જ જણાવેલા છે અને તે આગમની સીધી અનુવૃત્તિજ અહીં સૂત્રકારે કરેલી છે. માટે જ મિથ્યાદર્શનાદિ પાંચ કારણો અહીં જોવા મળેલ છે. વિશેષબોધ કે મંદબુધ્ધિ આદિ કારણો દ્વિતીય કક્ષાના છે. પ્રથમ કક્ષાએ તો આગમ પરંપરાનું અનુસરણ જ છે
આ સાથે કર્મબંધના પ૭ ભેદ [મિથ્યાત્વ-પ,અવિરતિ-૧૨,કષાય-૨૫,યોગ-૧૫] ની કાર્મગ્રન્થિકમાન્યતામાં પણ પરિવર્તન થશે. કેમકેસ્વોપજ્ઞ ભાષ્યાનુસાર મિથ્યાત્વ આદિ બધાના સંખ્યાબેદ અલગ રીતે કહેવાયા છે.
જ મિથ્યાદર્શનઃ-१- तत्त्वार्थ अश्रद्धान्लक्षणम् -ર- મિથ્યાદર્શન એટલે મિથ્યાત્વ અર્થાત સમ્યગદર્શન થી વિપરીત હોય તે સમ્યદર્શન એ વસ્તુનું તાત્વિક શ્રધ્ધાન હોવાથી. વિપરીત દર્શન બે પ્રકારનું ફલિત થાય છે. (૧)વસ્તુના યર્થાથ શ્રધ્ધાનો અભાવ (૨)વસ્તુનું અયર્થાથ શ્રધ્ધાન
આ બંનેમાં તફાવત એટલો જ છે કે પહેલું મિથ્યાદર્શન તદ્દન મૂઢ દશામાં પણ હોય, જયારે બીજું તો વિચારદશામાં જ હોય
-વિચારશકિતનો વિકાસ થયા છતાં જયારે અભિનિવેશથી કોઈ એકજ દ્રષ્ટિને વળગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org