________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વાંકા-ચુંકાપણું,ઘણી મુશ્કેલીથી તથા અનેક ઉપયો કરીને દૂર કરીશકાય છે એવીજ રીતે આ માયા અત્યંત પરિશ્રમથી દૂર કરી શકાય છે, જેમાં મહેનત કરતા એક વર્ષે પણ સરળતા આવી શકે છે. કર્મગ્રન્થમાં તેને અપ્રત્યાખ્યાની માયા કહી છે.
૫૮
આ માયા કષાય સાથે મૃત્યુ પામનાર તિર્યંચ ગતિમાં જાય છે
૩- ગોમૂત્રિકા સર્દશી માયાઃ-જેમ ચાલતો બળદ મૂતરે તો તેની લીટી સીધી ન થાય પણ વાંકીચૂકીં થાય પણ હવાના ઝપાટાથી ધૂળ ઉડીને તેના ઉપર પડે અગર તડકાથી સૂકાઇ જાયતો તે લીટીનું વાંકા ટૂંકા પણું દૂર થઇ શકે છે, તેવીજ રીતે જેનો કુટિલ સ્વભાવ પરિશ્રમે કરીને પણ દૂર થઇ શકે તેને ગોમૂત્રિકા સર્દશ માયા કહીછે. જે માયા અઠવાડીયે-પખવાડીયે-મહીને કેછેવટે ચાર મહિને પણ નષ્ટ થાય છે કર્મગ્રન્થ વિવેચનમાં તેને પ્રત્યાખ્યાની માયા કહી છે
આ માયા કષાય સાથે મૃત્યુ પામનાર જીવ મનુષ્યગતિમાં જાય છે.
૪- નિર્લેખન સર્દશીમાયાઃ- તે વાંસની સોય સમાન છે. જેમ વાંસની સોય વાંકી થઇ જાયતો તેને હાથથી જ વિના પરિશ્રમે સીધી કરી શકાય છે તેમ જે માયા વિના પરિશ્રમે નષ્ટ થઇ શકે તે નિર્લેખન સર્દશી માયા કહેવાય. કર્મગ્રન્થમાં જેને સંજવલની માયા કહી છે. આ માયા કષાય સાથે મૃત્યુ પામનાર જીવ દેવગતિમાં જાય છે.
* ક્રોધ-માન-માયાની માફક લોભને પણ તીવ્ર-મધ્ય-વિમધ્ય અને મંદ એવા એવા ચાર ભાગોમાં વિભાજીત કરતાં ચાર દૃષ્ટાન્ત અહીં આપેલા છે.
૧- લાક્ષારાગ સર્દશ લોભઃ-કીરમજી કે મજીઠીયા રંગ સમાન છે. કોઇ ઉપાયે જેમ વસ્ત્રમાં લાગેલો કીરમજી રંગ જતો નથી તેમ જે લોભ જીવ મરે ત્યાં સુધી રહે તેને લાક્ષારાગસર્દશ લોભ કહ્યો છે કર્મગ્રન્થમાં તેને અનંતાનુબન્ધી લોભ કહે છે
આ લોભ કષાય સહમૃત્યુપામનાર નરકગતિમાં જાય છે
૨-કર્દમ રાગસર્દશ લોભઃ- ગાડાની કીલ સમાન એવો આ લોભ છે. વસ્ત્રમાં લાગેલ કીલના ડાધ મહાપ્રયત્ને અને અતિ પરીશ્રમથી દૂર થઇ શકે. તેમ મહત્તમ વર્ષ પુરુથતાં પણ જે લોભનું નિવારણ થઇ શકે છે તેને કર્દમ રાગ સર્દશ લોભ કહ્યો છે. જેકર્મગ્રન્થમાં અપ્રત્યાખ્યાની નામે પ્રસિધ્ધ છે
આ લોભ કષાય સહમૃત્યુ પામનાર તિર્યંચ ગતિમાં જાય છે.
૩- કુસુમ્મરાગ સર્દશ લોભઃ-દીવાનીમેષસમાનએવોઆલોભછે. વસ્ત્રમાંલાગેલી મેષ જેમ થોડી મહેનત કરવાથી પણ દૂર તો થઇ જ શકે છે તેમ જે લોભ થોડી મહેનતે દૂર થાય તેને કુસુમ્ભ રાગ સમાન લોભ સમજવો. જેને કર્મગ્રન્થમાં પ્રત્યાખ્યાનાવરણ લોભ કહ્યો છે.
આ લોભ કષાય સહ મૃત્યુ પામનાર મનુષ્ય ગતિમાં જાય છે.
૪- હરિદ્વારાગ સર્દશ લોભઃ- આ લોભને હળદરના રંગસમાન કહ્યો છે. જેમ હળદરનો રંગ સામાન્ય પ્રયાસથી જ નીકળી જાય, તેમ આવો લોભ ખૂબજ શીધ્રતાથી નાશ પામતો હોવાથી તેને હરિદ્રા રાગ સર્દશ લોભ કહ્યો છે. કર્મગ્રન્થમાં સંજ્વલન લોભના નામે પ્રસિધ્ધ છે
આ લોભ કષાય સહ મૃત્યુ પામનાર દેવગતિમાં જાય છે
ક્રોધની જેમ માન-માયા અને લોભ ત્રણેમાં સમજી લેવું કે જેના આ કષાયો સંપૂર્ણ નિર્મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org