________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
ક્રોધાદિ ની સમજૂતિ દૃષ્ટાન્ત પૂર્વકઃ
સૂત્રકાર મહર્ષિએ સ્વોપજ્ઞ ભાષ્યમાં ચારપ્રકારે આ ક્રોધાદિને દૃષ્ટાન્ત પૂર્વક સમજાવેલા છે. જેને તીવ્ર-મધ્યમ અને મંદ એવા ચાર ભેદે ઓળખાવેલ છે. જયારે કર્મગ્રન્થકાર તેનો સમાવેશ અનંતાનુબન્ધ્યાદિ ચાર ભેદને ઓળખાવવા માટે કરે છે.
-૧-પર્વતરાજી સર્દશક્રોધઃ-પર્વત પરની રેખા સમાન,જેમ પર્વતમાં પ્રયોગ પૂર્વક, સ્વાભાવિક અથવા બંને રીતે કદાચ તિરાડ પડી જાય અર્થાત્ કોઇપણ પ્રકારે પત્થર ઉપર રેખા થઇ જાય તો તેને પૂરવીદુઃશકયછે.તેરીતેઅનંતાનુબંધી ક્રોધના ઉદયનેદૂર કરવોપણદુઃશક્યછે. અહીંઇષ્ટનોવિયોગ કે અનિષ્ટનો સંયોગ અથવા અભિલષિત વસ્તુનો લાભ ન થવો વગેરે નિમિત્તમાંથી કોઇ પણ નિમિત્ત પ્રાપ્ત કરીને જીવને ક્રોધ ઉત્પન્ન થાય કે જે મરણ સુધી ન છૂટે, કોઇ ઉપાય થી પણ દૂર ન થાય એવા વિલક્ષણ ક્રોધને પર્વત રાજી સર્દશ કહ્યો છે.
પ
આવા ક્રોધમાં મરણ પામે તેને નરક ગતિ પ્રાપ્ત થાય છે
૨
- ભૂમિ રાજી સર્દશ ક્રોધઃ- જે રીતે કોઇ ભીની જમીન ઉપર સૂર્યના કિરણો પડે અને તેનાથી તે જમીન ની આર્દ્રતા કે ભિનાશ નાશ પામે પછી તે વાયુથી તાડિત થાય અને કદાચ તે ભૂતિમાં રેખા પડી જાય કે જે વર્ષાકાળ સુધી જાય નહીં. પણ વધુમાં વધુ આઠ માસ પછી વર્ષા આવતા તે તિરાડ રિખા] નાશ પામે છે અને જમીન પોતાના મૂળ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તે રીતે પૂર્વોકત નિમિત્તમાંથી કોઇપણ નિમિત્ત પ્રાપ્ત કરીને ક્રોધ ઉત્પન્ન થઇ જાય પણ કાળક્રમે મહત્તમ એક વર્ષમાં વિશેષ પરિશ્રમથી તે શાન્ત પણ થઇ જાય તેને ભૂમિરાજિ સર્દશ ક્રોધ કહ્યો છે. જેનેકર્મ ગ્રન્થ માં અપ્રત્યાખ્યાન ક્રોધ તરીકે ઓળખાવે છે.
આ પ્રકારે ક્રોધ સાથે મરણ પ્રાપ્ત કરનાર જીવ તિર્યંચ ગતિને પ્રાપ્ત કરે છે. ૩- વાલુકારાજિ સર્દશ ક્રોધઃ
રેતીમાં ઉત્પન્ન થયેલી રેખા જેવો જે ક્રોધ છે તેને વાલુકારાજી જેવો કહ્યો છે. જે રીતે લાકડી આદિ કાષ્ઠ અથવા લોખંડના સળીયા વગેરે નિમિત્તથી કે પત્થર,કાંકરા આદિ સંયોગ થી રેતીમાં જે તિરાડ- ફાટકે રેખા બનીજાય તે ફકત પવનના ઝોંકા કે બીજા સામાન્ય નિમિત્તો થી પણ નષ્ટ થઇ જાય છે અને ફરી તે રેતી જેમનીતેમ પૂર્વવત્ સ્થિતિમાં આવી જાય છે. આ કામ એકાદ મહિનામાં થઇ જાય છે. તે રીતે પૂર્વોકત નિમિત્તને પ્રાપ્ત કરી ઉત્પન્ન થયેલ ક્રોધ કે જે દિવસ પક્ષ મહિના કે ચાર મહિના સુધી રહેવાવાળી હોય તે વાલુકારાજિ સર્દશ ક્રોધ કહેવાય. જેનેકર્મગ્રન્થમાં પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ કહે છે.
આ પ્રકારે ક્રોધ સાથે મરણ પ્રાપ્ત કરનાર જીવ મનુષ્ય ભવ પ્રાપ્ત કરે છે ૪- ઉદક રાજિ સર્દશ ક્રોધઃ
પાણીમાં થયેલી તિરાડ કે રેખા જેવા ક્રોધને ઉદક રાજિસર્દશ ક્રોધ કહે છે. જે રીતે લાકડી,લોંખડનો સળીયો કે આંગળી દ્વારા અર્થાત્ કોઇક નિમિત્તને પ્રાપ્તકરીને પાણીમાં લકીર બનાવવામાં આવે તો તેને નાશ કે વિલય થવામાં કંઇ સમય લાગતો નથી. પાણીનો સ્વભાવ વહેવાનો હોવાથી તુરંત આ તિરાડ પૂરાઇ જાય છે. એ જ રીતે પૂર્વોકત નિમિત્ત પ્રાપ્ત કરીને કોઇવિદ્વાન કે અપ્રમત્તમુનિનેક્રોધ ઉત્પન્ન થાયતો પણ તુરંત નષ્ટ થઇ જાય છે, તેઉદક
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International