________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મનુષ્ય કે દેવગતિમાં અનેક સુંદર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ સંબંધે શરીર અને મન દ્વારા સુખ-મીઠાશ-આનંદ રૂપે ભોગવાય તે સદ્ય કે સુખવેદન
अभिमतमिष्टमात्मनः कर्तुरुपभोक्तुर्मनुजदेवादिजन्मसुशरीरमनोद्वारेण सुखपरिणतिरूप मागन्तुकानेकमनोज्ञद्रव्यक्षेत्र कालभावभवसम्बन्ध समासादित परिपाकावस्थमतिबहु भेदं यदुदयाद् भवति तदाचक्षते । सद्वेदनीयमभिहितं ।
૪૮
સત્ શબ્દનો અર્થ પ્રશસ્ત થાયછે. પ્રશંસા એટલે આત્માનું અભિમત પણું. સુખ વેદાવનારું કે સુખનો અનુભવ કરાવનારું કર્મ
જેના ઉદય થી જીવ ઇષ્ટ સાધનદ્વારા સુખનો અનુભવ કરે તે શાતા વેદનીય જે પ્રાયઃ દેવ અને મનુષ્ય ભોગવે છે.
જે કર્મના ઉદયથી આત્માને વિષય સંબંધિ સુખનો અનુભવ થાય છે તેને સાતા વેદનીય કહે છે
અસધઃ- અસાતા વેદનીયઃ
જે કર્મના ઉદયથી શારીરિક માનસિક દુઃખનો અનુભવ થાય તે અસાતા વેદનીય. જેના ઉદય થી જીવ અનિષ્ટ સાધન દ્વારાદુઃખનો અનુભવ કરે તે, અશાતા વેદનીય કર્મ જે પ્રાયઃ તિર્યંચ અને નારકો ભોગવે છે.
TM વિપરીત રીતે અણગમતા દૃવ્યાદિના સંબંધે કડવાશ-પીડા દૂર કરવાની ઇચ્છાથી ભોગવાય તે દુ:ખ વેદના, આવું દુ:ખ વેદાવનાર કર્મ તે અસદ્ય કે અશાતા વેદનીય કર્મ. જે કર્મના ઉદય થી આત્માને અનુકૂળ વિષયોની અપ્રાપ્તિ અથવા પ્રતિકૂળ વિષયોની પ્રાપ્તિ થવાથી જે દુઃખનો અનુભવ થાય છે તેને અસાતા વેદનીય કર્મ કહેવાય છે. આ સર્વેનીયસ્ય વિપરીતમ્ અસઘેવનીયમ્ । અસત્ એટલે અપ્રશસ્ત. આત્માને અનભિમત કેઅનિષ્ટ વિષયની પ્રાપ્તિ.
સારાંશઃ-કોઇ પણમાણસ મધ ચોપડેલી તલવારની ધાર ચાટે ત્યારે મદ્ય મીઠું લાગે અને તલવારની ધાર લાગવાથી બળતરા કે દુ:ખપણ થાય એવા પ્રકારના સુખદુઃખનો અનુભવ કરાવતું આ વેદનીય કર્મ છે અર્થાત્ આત્માના શાશ્વત સુખનો અભિભવ કરી કર્મવિપાકી સુખ-દુઃખ આપનારું છે.
] [8]સંદર્ભઃ
આગમ સંદર્ભ:-સાવે બન્ને અયાવેખને જ પ્રજ્ઞાપ.૨૩,૩.૨,પૂ.૨૬૩-૬ અન્યગ્રન્થ સંદર્ભઃ
(૧)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ ૧૦ શ્ર્લો ૧૫૩-૧૫૪ (૨)કર્મગ્રન્થ ગાથા-૧૨ ઉત્તરાર્ધ, ૧૩-પૂર્વાર્ધ [] [9]પદ્યઃ
આ સૂત્ર ના બંને પદ્યો હવે પછીના સૂત્રઃ૧૦ માં મુકેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org