________________
૨૩
અધ્યાયઃ ૮ સૂત્ર: ૪ ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બંધાય છે એવી વિશેષતાઓ તે જ અનુભાવ બંધ.
અમુક પ્રવૃત્તિ કે સ્વભાવ ધરાવતી કાર્મણ વર્ગણા પોતાની પ્રકૃત્તિને અનુકૂળ ફળ કેટલા જોરથી બનાવશે? તે જોકે બળકે કર્મનું સામર્થ્ય કે વિપાકાદિ નક્કી થયું તે અનુભાવબંધ.
-અર્થાત્ કર્મનું ફળદાન સામર્થ્ય તે અનુભાવ બંધ. જેને રસબંધ પણ કહે છે.
# જીવદ્વારા ગ્રહણ કરાયેલા કર્મપુદ્ગલોમાં રસના તરતમભાવોનું અર્થાત્ ફળ દેવા ઓછી વધતી શકિતનું હોવું તેને અનુભાવ બંધ, રસબંધ કે અનુભવ બન્ધ પણ કહે છે.
# જે કર્મવર્ગણાને આત્મા ગ્રહણ કરે છે, તે તે કર્મમાં આત્માના તે તે ગુણને દબાવવાનો સ્વભાવ છે, પણ તે સ્વભાવ દરેક વખતે સમાન હોતો નથી ન્યૂનાધિક પણ હોય છે. જેમ દારૂમાં નશો લાવવાનો સ્વભાવ છે પણ દરેક દારમાં એક સરખો નશો કંઈ આવતો નથી કોઇક દારૂમાં ખૂબજ નશો ચડે, કોઈકમાં ઓછો નશો ચડે. એ રીતે કર્મોના આત્માગુણને દબાવવાના સ્વભાવમાં પણ તરતમતા હોય છે. અર્થાત કર્મોના આત્મગુણ ને દબાવવા વગેરે વિપાકમાં- ફળમાં તરતમતા હોય છે. તે તે કર્મ કેટલે અંશે પોતાનો વિપાક કે ફળ આપશે તેનો નિર્ણય તે અનુભાવ કે રસબંધ.
જેમ કે જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને રોકે છે પણ આપણે જોઈ શકીએ છીએ કે દરેક જીવમાં જ્ઞાનગુણનું આવરણ એક સમાન હોતું નથી. કોઈ વ્યકિત એક દિવસમાં ૨૫ ગાથા ગોખે, કોઈ ૧૫ ગાથા ગોખે, કોઈ ૧૦ગાથા ગોખે કોઈ એક વિષયને સૂક્ષ્મ રીતે સમજી શકે, કોઈ સ્થૂળ રીતે પણ મુશ્કેલીથી સમજી શકે ,કોઈને દ્રવ્યાનુયોગ સારો હોય તો કોઈને ગણિતાનુંયોગ સારો હોય. આ પ્રમાણે બોધ માં જોવા મળતું તારતમ્ય અનુભાવ બંધને આભારી છે
-રસ/અનુભાવ ના ચારભેદો
કર્માણુઓમાં ઉત્પન્ન થતા રસની અસંખ્ય તરતમતા ઓ છે. છતાં કર્મગ્રન્થકારે તેના ચાર ભેદો જણાવે છે. તે આ પ્રમાણે, એક સ્થાનિકરસ, ક્રિસ્થાનિક રસ, ત્રિસ્થાનિક રસ, અને ચતુઃસ્થાનિક રસ. જેને વ્યવહારમાં એક ઠાણિયો, બે ઠાણિયો, ત્રણ ઠાણિયો, ચાર ઠાણિયો રસ એમ કહેવામાં આવે છે.
સામાન્ય મંદ રસને એક સ્થાનિક રસ કહેવામાં આવે છે, તેનાથી આત્માના ગુણોનું આવરણ અલ્પાંશે થાય છે, એક સ્થાનિક રસ થી અધિક તીવ્ર રસને દ્રિસ્થાનિક રસ કહેવામાં આવે છે, તેનાથી પણ અધિક તીવ્ર રસને ત્રિસ્થાનિક રસ કહેવામાં આવે છે. ત્રિસ્થાનિક રસ કરતા પણ અધિક તીવ્ર રસને ચતુઃસ્થાનિક રસ કહેવામાં આવે છે.
રસની આ તરતમતા માટે કર્મગ્રન્થકાર લીમડા અને શેરડી ના રસનું દૃષ્ટાન્ત આપે છે અશુભ કર્મ માટે લીમડાનો રસ અને શુભ કર્મ માટે શેરડીના રસની ઉપમા અપાયેલી છે.
માનો કે લીમડા અથવા શેરડીનો રસ જે સ્વભાવિક છે તેને એક પાત્રમાં લેવામાં આવે ત્યારે તે એક સ્થાનિક રસ હોય છે તેના બે ભાગ કલ્પી એક ભાગ જેટલો બાળી નાખવામાં આવે ત્યારે તે બચેલ એક ભાગને દ્વિ સ્થાનિક રસ કહેવામાં આવે છે.
જો તે રસના ત્રણ સરખા ભાગ કલ્પીને બે ભાગ બળી જાય તેટલો ઘટ્ટ રસ બનાવવામાં આવે તો તે બનેલો રસ ત્રિસ્થાનિક રસ કહેવાય છે. જો તે રસના ચાર ભાગ કલ્પવામાં આવે અને ત્રણ ભાગબળી જાય તેટલો ઉકાળવામાં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International