________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૨૬
૧૩૩ U [4] સૂત્રસાર-સાતા વેદનીય,સમ્યક્ત મોહનીય, હાસ્ય,રતિ,પુરુષ વેદ,શુભઆયુષ્ય,શુભનામ અને શુભગોત્ર એિ આઠ પ્રકારના કમીને પુન્ય પ્રવૃત્તિ છે.
U [5]શબ્દશાનઃસદ -સાતા વેદનીય - સમૃત્વ-સમ્યક્ત મોહનીય, હાસ્ય-હાસ્ય મોહનીય, રતિ -રતિમોહનીય, પુરુષવેદ્ર-પુરુષવેદનમોહનીય ગુમાવું-શુભ આયુષ્ય. દેવ, મનુજ ગુમનામનામકર્મની શુભપ્રકૃત્તિઓ શુમપોત્રઉચ્ચગોત્ર પુખ્યમ્ -પુન્ય પ્રવૃત્તિઓ 1 [6]અનુવૃત્તિ-સ્પષ્ટ કોઇ અનુવૃત્તિ નથી
3 [7]અભિનવટીકા- પુણને શુભ પ્રકૃત્તિ ગણાય છે અને પાપને અશુભ પ્રવૃત્તિ ગણવામાં આવે છે. તેનું વિભાગીકરણ સૂત્રકારમહર્ષિએ આ સૂત્ર થકી સ્પષ્ટ કરેલ છે
જો કે જે જે કર્મ બંધાય છે તે બધાનો વિપાક માત્ર શુભ કે માત્ર અશુભ હોતો નથી. પણ અધ્યવસાયરૂપ કારણની શુભશુભતાને લીધે તે શુભાશુભ બંને પ્રકારનો નિર્મિત થાય છે.
શુભ અધ્યવસાયથી નિર્મિત થયેલો વિપાક શુભ-ઈષ્ટ હોય છે અશુભ અધ્યવસાયથી નિર્મિત થયેલો વિપાક અશુભ અથવા અનિષ્ટ હોય છે.
જે પરિણામમાં સંકલેશ જેટલાં પ્રમાણમાં ઓછો હોય તે પરિણામે તેટલા પ્રમાણમાં વધારે શુભ અને જે પરિણામમાં સંકલેશ જેટલા પ્રમાણમાં વધારે હોય તે પરિણામ તેટલાં પ્રમાણમાં વિશેષ અશુભ ગણાય છે.
કોઈ પણ એક પરિણામ એવું નથી કે જેને માત્ર શુભ અથવા માત્ર અશુભ કહી શકાય દરેક પરિણામ શુભાશુભ ઉભયરૂપ હોવા છતાં તેમાં શુભત્વ કે અશુભત્વનો જે વ્યવહાર થાય
છે તે ગૌણ-મુખ્ય ભાવની અપેક્ષા એ સમજવો તેથી જ જે શુભ પરિણામથી પુણ્ય પ્રવૃત્તિઓમાં શુભ અનુભાગ બંધાય છે તેજ પરિણામથી પાપ પ્રકૃત્તિઓમાં અશુભ અનુભાગ પણ બંધાય છે-એથી ઉલટું અશુભ પરિણામથી પાપપ્રકૃત્તિઓમાં અશુભ અનુભાગ બંધાય છે તે જ પરિણામથી પુણ્યપ્રવૃત્તિઓમાં શુભ અનુભાગ બંધાય છે તફાવત એટલો જ કે પ્રકૃષ્ટ શુભ પરિણામથી થતો શુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય છે અને અશુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. એ જ રીતે પ્રકૃષ્ટ અશુભ પરિણામથી બંધાતો અશુભ અનુભાગ પ્રષ્ટિ હોય છે અને શુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે.
જ પુન્યપ્રકૃત્તિ -પુન્ય પ્રવૃત્તિ વિષયક બે વિચારધારાનો અત્રે નિર્દેશ કરવો અત્યન્ત આવશ્યક છે -
(૧)તત્વાર્થ સૂત્રમાં સૂત્રોકત તથા સ્વોપજ્ઞ ભાષ્ય દ્વારા કહેવાએલી પુન્ય પ્રવૃત્તિ જેની સંખ્યા ૪પ ની છે (૨)કર્મસાહિત્ય તથા નવતત્વાદિમાં કથિત વિચારધારા જેમાં પુન્ય પ્રકૃત્તિ ની સંખ્યા ૪૨ ની છે
તત્વાર્થ સૂત્રાનુસાર પુન્ય પ્રકૃત્તિ નિર્દેશસૂત્રકાર મહર્ષિ પુન્ય પ્રકૃત્તિના આઠ મુખ્ય ભેદ જણાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org