________________
૧ ૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * નિર્નર :- નિર્જરા એટલે કર્મોનું ખરી જવું તે. & નિર્નર શબ્દના ક્ષય અને વેદન બે પર્યાયો સ્વોપજ્ઞ ભાષ્યમાં કહેલા છે. જ નિર્નરનું નિર્મા-અર્થાત નિર્જરવું ,હાની થવી તે.
ક્ષય:-ક્ષય,વિનાશ, કર્મપરબત: વિપામ: # વૈદ્રનીઃ- વેદન, રસનો અનુભવ કરવો, કર્મફળ કે કર્મ પરિણામના ભોગની સમાપ્તિ થવી તે. ૪ નિર્જરા ના બે ભેદ: વિપીના, વિપક્ષના (૧)વિપાક જન્ય નિર્જરા - વિપાક એટલે ઉદય જ આ નિર્જરા કર્મના ફળના વેદનથી થાય છે
# જેમ ઝાડ ઉપર રહેલી કેરી કાળે કરી સ્વાભાવિક રીતે પાકે છે. તેમ કર્મની સ્થિતિ પરિપાક થવાથી સ્વાભાવિક રીતે ઉદયમાં આવી પોતાનું ફળ આપી છૂટા પડી જાય છે. આ રીતે કર્મના છુટા પડવા રૂપ નિર્જરાને વિપાકજ નિર્જરા કહેવામાં આવે છે.
જ સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોને વિપાક કાળ પ્રાપ્ત થયે શુભાશુભ કર્મનું ઉદયાવલિકામાં પ્રવેશવું અને તેના ફળના ઉપભોગ થી સ્થિતિ ક્ષય થવાથી, કર્મ થકી જે નિવૃત્તિ થવી તેને વિપાકજન્ય નિર્જરા કહે છે.
(૨)અવિપાકજ નિર્જરાઃ
* તપના બળ થી અનુભાવાનુસાર ફળ આવ્યા પહેલાંજ કર્મનું આત્મપ્રદેશથી છૂટું પડવું તે અવિપાકજા નિર્જરા.
૪૪ જેમ કેરી આદિને ઘાસ વગેરેમાં નાખીને જલ્દી પકાવવામાં આવે છે, તેમ કર્મની સ્થિતિનો પરિપાક ન થયો હોય, પણ તપ વગેરેથી તેની સ્થિતિ ઘટાડીને જલ્દી ઉદયમાં લાવીને ફળ આપવા સન્મુખ કરવાથી જે નિર્જરા થાય તે અવિપાકજ નિર્જરા.
જે કર્મનો વિપાકકાળ પ્રાપ્ત થયો નથી, તો પણ ક્રિયા વિશેષના સામર્થ્યથી ઉદીરણા દ્વારા ખેંચીને તે કર્મોનો ઉદયવલિકામાં પ્રવેશ કરાવી ઉદયકાળ પહેલાંજ ભોગવવું કે તે કર્મનું વેદન કરવું તેને અવિપાકજ નિર્જરા કહેવાય છે.
ક - શબ્દ હેવન્તર અર્થાત નિર્જરાના અન્યતુઓને સૂચવવા માટે સૂત્રમાં પ્રયોજાયેલ છે
૪ જેમ કે આગામી મ.૬ ના સૂત્ર.રૂ માં તપસી નિર્નર વે એમ કહ્યું. આ સૂત્રાનુસાર તપ વડે પણ નિર્જરા થાય છે
આ રીતે બારે પ્રકારનો તપ પણ નિર્જરાનો હેતુ હોઈ શકે છે તેથી નિમિત્તાન્તર અર્થાત નિર્જરાના અન્યતુની સંભાવના પ્રગટ કરવાને માટે સૂત્રકારે “ઘ' શબ્દનો પ્રયોજેલ છે.
* વિશેષ - સૂત્રમાં કહ્યા મુજબ “તેથી” અને “બીજા કારણોથી” કર્મની નિર્જરા થાય છે. આ નિર્જરાને બીજી રીતે પણ બે ભેદે ઓળખવામાં આવે છે. (૧)અકામ નિર્જરા (૨)સકામ નિર્જરા
૪ અકામનિર્જરા -એટલેવિપાકજાનિર્જરા-કર્મોસ્વાભાવિક રીતે તેની સ્થિતિમુજબઉદયમાં આવે અને આત્મ પ્રદેશથી છૂટા પડે અર્થાત્ ઝરી જાય કે ખરી જાય તે અકામ નિર્જરા
૪ સકામ નિર્જરા -એટલે અવિપાકજા નિર્જરા તપોબળથી થતી નિર્જરા . -વિશેષ ખુલાસો કરીએ તો કર્મ નિર્જરાના હેતુ પૂર્વક કરાતો બારમાંથી કોઇ એક કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org