________________
૧૧
અધ્યાયઃ ૮ સૂત્ર: ૧
૪ મિથ્યાત્વઆદિ નિમિત્તોથી જ્ઞાનાવરણીય આદિ રૂપે પરિણમેલા કર્મનો જીવ સાથે ક્ષીરનીર સરીખો સંબંધ થવો તે બન્ધ તત્વ બે ભેદે કહેલું છે (૧)દ્રવ્ય બન્ધ (ર)ભાવબન્ય
જ આત્મા સાથે કર્મ પુલોનો જે સંબંધ થવો તે વ્યવન્ય # તે દ્રવ્ય બંધના કારણરૂપ જે આત્માનો અધ્યવસાય તે માવ જ હેતુ - હેતુ એટલે નિમિત કારણ કે પ્રયોજન * બન્ધહેતુ બન્ધના હેતુઓ-મિથ્યાદર્શનાદિ પાંચ તે બંધહેતુ.
આ પૂર્વે અધ્યાયઃ છઠ્ઠામાં જણાવેલા તત્વદોષાદિ પણ હેતુઓ હતા અને અહીંદર્શાવેલા મિથ્યાત્વ આદિ પાંચે પણ હેતુઓ છે. ત્યાં ફર્ક એટલો જ છે કે મિથ્યાત્વાદિ પાંચ એ સર્વકર્મ બંધના સામાન્ય હેતુઓ જાણવા જયારેતન્ત્રદોષાદિછઠ્ઠા અધ્યાયમાં કહેવાએલા જ્ઞાનાવરણીયઆદિ કર્મોના વિશેષ હેતુઓ છે તેમ સમજવું
* પ્રશ્ન - બંધના જે કારણો આપ્યા છે તે જ કારણો આમ્રવના છે
જેમ કે અધ્યાયઃ ૬ માં મુખ્યત્વે યોગ ને આમ્રવનું કારણ કહ્યું છે. –પ્રસ્તુત સૂત્રમાં પણ જે મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ કષાય કહ્યા છે. તેમનો સમાવેશકોઈને કોઈ રીતે યોગમાં થઈ જ જાય છે. મુખ્યત્વે તો તે મનોયોગનો વિષય જ છે એટલે અર્થપત્તિથી યોગ જ કર્મ બંધનું કારણ છે
-જો વિસ્તારનો વિચાર કરો તો અવ્રત-કષાય-ઈન્દ્રિય અને યોગ એ ચારને આસ્રવ ના કારણો કહ્યા છે. અહીં કહેવાયએલાપ્રમાદ-મિથ્યાત્વ અને યોગનો સમાવેશ ક્રિયામાં થઈ જાય છે, અવિરતિ ને અવ્રત બંને સમાન છે. અને કષાયનો તો બંનેમાં ઉલ્લેખ છે જ. તો પછી આસ્રવ અને બંધના કારણોનો ભિન્ન ભિન્ન નિદેશ શામાટે કર્યો છે?
સમાધાનઃ-પરમાર્થ થી આસ્રવ અને બંધના કારણો સમાન જ છે. વળી જયારે તત્વોની . વિવક્ષા નવને બદલે પાંચ તત્વ રૂપે કરાય છે ત્યારે આસ્રવ તત્વનો સમાવેશ બંધતત્વમાં થઈ જ જાય છે છતાં બંનેનો ભિન્ન નિર્દેશ અહીં સૂત્રકારે કર્યોતનું કારણ :
(૧)સામાન્ય કે અપરિપકવ બુધ્ધિ ની વ્યકિતઓ સહેલાઈથી સમજી શકે તે છે
(૨)આસ્રવ અને બંધ એ બંને કાર્યરૂપેછે,કાર્ય હોય ત્યાં કારણ હોવાનાજ. તેથી બંનેના કારણોનો સ્વતંત્ર નિર્દેશ કરેલ છે
(૩) આગ્નવ ના કારણો કરતા બંધના કારણોમાં વિશેષતા રહેલી છે. તે આત્માના વિકાસ ક્રમને આશ્રીને કહેવાયા છે, જેનો ઉલ્લેખ ખુદ સૂત્રકારે સ્વીપજ્ઞ ભાષ્યમાં કરેલ છે
-જેમ જેમ આ હેતુઓનો અભાવ થતો જાય છે, તેમ તેમ સાધકની વિકાસકક્ષા ક્રમશઃ ઉંચી નેઉંચી થતી જાય છે
» સારાંશ - અત્યાર સુધી અભિનવટીકામાં જે કંઈ વિવરણ કરાયું તેને આધારે સારાંશ રૂપે એમ કહી શકાય કે સૂક્ષ્મ દૃષ્ટિએ બંધના બે જ કારણો છે, કષાય અને યોગ – આસ્રવ અને બંધના કારણો પણ સૂક્ષ્મદ્રષ્ટિએ સમાન છે
સામાન્ય અભ્યાસની સુગમતા માટે અહીં બંધના પાંચ કારણોનો અલગ નિર્દેશ થયેલો છે. –બંધના પાંચ હેતુઓનો આ ક્રમ તેના ક્રમાનુસાર નાશની અપેક્ષા એ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org