________________
૪
સાતમા અધ્યાયને આરંભે
તત્વાર્થ સૂત્રકારે દશ અધ્યાયોમાં સમગ્ર ગ્રન્થને વિભાજીત કર્યો છે. તેઓ શ્રી આ દશ અધ્યાય થકી સાત તત્વો નો બોધ કરાવે છે. જેમા જીવતત્વ વિષયક વિચારણા પ્રથમ ચાર અધ્યાયમાં કર્યા પછી, પાંચમાં અધ્યાયમાં અજીવ તત્વ અને છઠ્ઠા અધ્યાયમાં આસ્રવ તત્વ સંબંધિ વિશદ્ ચર્ચા કરી છે
આ અધ્યાયમાં મુખ્યત્વે વ્રત-વ્રતની ભાવના અને વ્રતના અતિચાર એ જ વિષય ક્ષેત્ર છે. આસ્રવ ને જણાવતા અધ્યાય-છઠ્ઠામાં સૂત્રઃ૧૩ માં વ્રતી શબ્દ આવે છે આ વ્રત શબ્દ મૂળ વ્રત શબ્દ ઉપરથી બનેલો છે તેથી વ્રત અને વ્રતી ની વ્યાખ્યા,વ્રત અતી ચાર આદિ સમગ્ર ચર્ચા નો મુખ્યસાર વ્રત વિષયક વિસ્તૃત માહિતી પ્રદાનનો જણાય છે
જીવાદિ સાત તત્વોના સંબંધમાં કહીએ તો આ અધ્યાયનું વર્ણન આસ્રવતત્વ સાથે સંબંધ ધરાવે છે એમ કહી શકાય કેમ કે વ્રતના અતિચારો આસ્રવ રૂપે છે જેનું વર્ણન આ અધ્યાયમાં સવિસ્તાર થયેલું છે
-વળી અતિચાર સમજવા માટે વ્રતોનું જ્ઞાન હોવું એ નિતાન્ત આવશ્યક છે માટે આરંભમાં વ્રત સંબંધિ ઉલ્લેખો પણ કરાયેલ છે. સૂત્રકાર મહર્ષિપ્રથમ સૂત્રમાં વ્રત ની વ્યાખ્યા કરે છે, ત્રીજા સૂત્રમાં વ્રતને માટેની પાંચ-પાંચ ભાવનાનેજણાવેછેસૂત્રઃ૮ થી ૧૬ મધ્યે પ્રત્યેક વ્રતના સ્વરૂપની સ્પષ્ટતા કરી સૂત્રઃ૧૮ થી ૩૨ માં વ્રતાતિચાર જણાવે છે જે પરોક્ષ રીતે આસવો જ છે
આ રીતે થતા આસ્રવ અથવા વ્રત સંબંધિ દુષણો નો યોગ્ય અભ્યાસ જીવને આસ્રવથી દૂર થઇ નિરતિચાર વ્રતપાલન થકી મોક્ષમાર્ગે ગમનકરાવવામાં સહાયક થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org