________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૮
४७ જ વિશેષ:પ્રશ્નઃ- “કોઈના પ્રાણ લેવા કે કોઈને દુઃખ આપવું એ હિંસા" હિંસાનો આ અર્થ સૌથી જાણી શકાય તેવો અને બહુપ્રસિધ્ધ છે છતાં તે અર્થમાં પ્રમત્ત યોગનો અંશ કેમ ઉમેરવામાં આવ્યો?
સમાધાન -જયાં સુધી મનુષ્ય સમાજમાં ઉચ્ચ સંસ્કાર વાળા વિચાર અને વર્તન દાખલ થયાં હોતાં નથી, ત્યાં સુધી તે સમાજ અને બીજાં પ્રાણીઓ વચ્ચે જીવન વ્યવહારમાં ખાસ અંતર હોતું નથી. પશુ-પક્ષીની જેમ તેવા સમાજના મનુષ્ય પણ લાગણીથી દોરાઇને જાયે -અજાણ્ય જીવનની જરૂરિયાત માટે જ કે જરૂરિયાત વિનાજ કોઇના પ્રાણ લે છે. માનવ સમાજની આ પ્રાથમિક હિંસામય દશામાં જયારે એકાદ મહાપુરુષને વિચારણામાં હિંસાના સ્વરૂપ વિશે જાગૃતિ આવે છે ત્યારે તે ચાલુ હિંસાને એટલે કે પ્રાણનાશ નેદોષ રૂપે જણાવે છે.
અર્થાત હિંસા એ દોષ છે એવું જણાવીને કોઇના પ્રાણન લેવાનું એટલે કે અહિંસા વ્રતને ઉપદેશ છે આ સમયે એક તરફ હિંસાની પ્રથા કે સંસ્કારો અને બીજી તરફ અહિંસાની નવી ભાવનાનો ઉદય આ બે વચ્ચે અથડામણ થતા વૈચારિક સંઘર્ષોને લીધે કેટલાંક નવા પ્રશ્નો ઉદ્દભવે છે આવા પ્રશ્નો સંક્ષેપમાં આ પ્રમાણે હોઈ શકે છે
(૧)અહિંસા ના પ્રચારકો પણ જીવન તો ધારણ કરે જ છે અને જીવન એ કોઈને કોઈ જાતની હિંસા વિના નભી શકે તેવું ન હોવાથી, તેને અંગે તેઓ તરફથી થતી હિંસા એ હિંસા દોષમાં આવી શકે કે નહીં?
(૨)ભૂલ અને અજ્ઞાન એ માનુષી વૃત્તિમાં તદ્ન નથી જ હોતાં એવું સાબિત ન થઈ શકે ત્યાં સુધી અહિંસાના પક્ષકારોને હાથેપણ અજાણતા કે ભૂલથી કોઇનો પ્રાણનાશ થઈ જવાનો સંભવ છે તો એવો પ્રાણનાશ હિંસા દોષમાં આવે કે નહીં?
(૩)કેટલીક વખત અહિંસકવૃત્તિવાળા કોઈને બચાવવા કે તેને સુખસગવડ પહોંચાડવા પ્રયત્ન કરે છે અને પરિણામ કયારેક તેથી ઉલટું આવે છે એટલે કે સામાના પ્રાણ જાય છે જેમ કે ડોકટરની પુરી કાળજી છતાં દર્દી કયારેક મૃત્યુ પામે છે તેવી સ્થિતિમાં એ પ્રાણનાશ હિંસા દોષમાં આવે કે નહીં?
આવા પ્રશ્નો જયારે ઉદ્ભવે ત્યારે તેના સમાધાન માટે હિંસા-અહિંસાના સ્વરૂપવિષયક ઉડી વિચારણા કરવી પડે છે અને તેમ કરતાં તેનો અર્થનો પણ વિસ્તાર થાય છે
સ્થૂળ અર્થ હિંસા-અહિંસાનું મૂલ્યાંકન કંઈક આવું થતું કે# હિંસા-સ્થૂળ અર્થ-કોઇના પ્રાણ લેવા કે તે માટે દુઃખ આપવું તે હિંસા છે અહિંસા-સ્થૂળ અર્થ-કોઈના પ્રાણ નલેવાકે તે માટે કોઈને તક્લીફન આપવીતે અહિંસા
પણ આ બંને અર્થો અપર્યાપ્ત છે. અહિંસાની વિચારણા કરનારા એ ઝીણવટમાં ઉતરી નક્કી કર્યુ કે માત્ર કોઇના પ્રાણ ન લેવા અથવા માત્ર કોઈને દુઃખ દેવું એ હિંસા દોષજ છે એમ કહી શકાય નહીં
પરંતુ પ્રાણવધ કે દુઃખ દેવા ઉપરાંત તેની પાછળ તેમ કરનારની શી ભાવના છે તે તપાસીને તેવી હિંસાના દોષ પણાનો કે અદોષ પણાનો નિર્ણય થઈ શકે છે.
તે ભાવના એટલે રાગદ્વેષની વિવિધ ઉર્મિઓ અગર બીન કાળજી પણું,જેને શાસ્ત્રીય ભાષામાં પ્રમાદ કહેવામાં આવે છે. આવી અશુભ ભાવના થકી જે પ્રાણનાશ થયો હોય કે દુઃખ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International