________________
૪૩
અધ્યાયઃ ૭ સૂત્ર: ૭
પછી જયારે તે માતાની યોનિ વાટે નીકળે ત્યારે યોનિમાંથી જન્મવું તે પણ અશુચિ મધ્યેથી જ નીકળવાનું છે, વળી તેનું શરીર પણ અશુચિથી વીંટાયેલું હોય છે, ત્યાર પછી પણ માતાના પ્રસ્વેદ યુકત શરીરમાં સ્તનો થકીજ આહાર પ્રાપ્તિ કરી તેમાંથી લોહી-માંસ વગેરે બને છે, ત્યાં પણ અશુચિ વચ્ચે જ ઉછેર થાય છે અને પોતાની કાયાતો સર્વઅવસ્થામાં અશુચિ યુકત જ રહે છે તે જ કાય સ્વભાવની ભાવનાઃ
કાયાના આવા અનિત્ય,દુઃખ હેતુત્વ,અસાર અને અશુચિમય સ્વભાવને જાણીને સમજીને, સંવેગ અને વૈરાગ્યની ભાવના ભાવવી
જ સંવે-સંવેગ એટલે સંસારનો ભય, સંસારનો કંટાળો
-નારક,તિર્યંચ મનુષ્ય અને દેવ ભવ પ્રપંચરૂપ સંસારથી ભય લાગવો, અથવા સઘળા દુઃખોના મૂળ રૂપ સંસારથી ભીરુતા થવી અર્થાત્ સંસાર થી સદા ભયભીત રહેવું, આરંભ પરિગ્રહના દોષોને જોઇને તેના વિષયમાં અરુચિ થવી, તેના આસેવન માં પ્રીતિ નથવી
- તેમજ ધર્મનું સ્વરૂપ સાંભળવામાં, ધર્માત્માના દર્શન કરવામાં, ચિત્તમાં હર્ષ અને પ્રસન્નતા થાય, ઉત્તરોત્તર ગુણોની અર્થાત રત્નત્રયી ની પ્રાપ્તિમાં અથવા ધર્માત્માઓના વિશિષ્ટ ગુણ માલુમ પડવાથી તેના વિષયમાં શ્રધ્ધાથવી એ સર્વે સંવેગ છે
- ટૂંકમાં સંવેગ માં બે વસ્તુનું પ્રાધાન્ય છે
(૧)દુઃખની ખાણ જેવા સંસાર થી ભવ અને કંટાળો થવો તથા તેના વિષયમાં અરુચિ - અપ્રીતિ થવી
(૨)ધર્મ અને ધર્મા પ્રત્યે બહુમાન, ધર્મશ્રવણ તથા ધર્માના દર્શન થકી મનમાં ઉત્તરોત્તર શ્રધ્ધાની વૃધ્ધિ અને રત્નત્રયીગુણ ની પ્રાપ્તિ .
* વૈરાય-વૈરાગ્ય એટલે અનાસકિત
# શરીર ભોગ અને સંસાર થી ગ્લાનિ થવાને લીધે જ ઉપશમ ભાવ પ્રાપ્ત થાય છે તેવો ભાવ પ્રાપ્ત થનાર પુરુષને બાહ્ય-અભ્યન્તર ઉપધિ અર્થાત્ પરિગ્રહના વિષયમાં આસકિત ન હોવી તે વૈરાગ્ય છે .
૪ આરીતે સંસારના સ્વભાવથી ભય પામેલો ધર્મ અને ધર્મીના આદરથી યુકત એવો સંવેગ પ્રાપ્ત પુરુષ તેની સર્વ પરિગ્રહને વિશે અનાસકિત હોવી તે વૈરાગ્ય.
# અહીં બાહ્ય ઉપધિ થી પાંચમાં પરિગ્રહ વિરમણ વ્રતને લેવું અને અત્યંતર ઉપધિ તે રાગ-દ્વેષાદિ લેવા. તે બંને વિશેની અનાસકિત હોવી તેને વૈરાગ્ય કહ્યો છે.
જે સંસારના સ્વરૂપની વિચારણા થી સંવેગની પુષ્ટિ -
મહાવ્રતોનું પાલન એ મહાન આધ્યાત્મિક સાધના છે. આ સાધના સંસારના નાશ કરવા માટે છે. પણ સંસારનો નાશ, સંસાર પરત્વે કંટાળો આવ્યા સિવાય થઈ શકે નહીં, માટે આત્મ કલ્યાણની સાધનમાં સંવેગની આવશ્યકતા પહેલી છે.
સિધ્ધસેનીય ટીકામાં પણ કહ્યું છે કે- સર્વિમાવં ભાવયેત સંપર્ક | - સંવે: સંસારમીત્વીવીક્ષ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org