________________
અધ્યાયઃ ૭ સૂત્ર: ૫
૩૩ આ પ્રમાણે હિંસાદિ પાંચે દુઃખજ છે. મહા મહોદયે કદાચ સુખ માનતો હોય તો પણ તે વાસ્તવિક સુખ નથી તેમ માનવાથી -ભાવના ભાવવાથી વ્રતોની સ્થિરતા આવે છે
૪ સૂત્ર ચોથામાં આ પાંચને દુઃખના કારણ રૂપ કહેલા આ સૂત્ર માંતો હિંસાદિ પાપો. સ્વયં દુઃખજ છે તેમ ભાવના ભાવવા કહ્યું છે.
પ્રશ્નઃ- હિંસાદિ પાંચ પાપોથી વિરમવાનું કહ્યું પણ તેના કરતાંયે મહાપાપ મિથ્યાત્વ છે છતાં તેને છોડવાનું કેમ ન કહ્યું?
સમાધાન - આ અધ્યાયનાજ અઢારમાં સૂત્રમાં જણાવે છે નિ:શલ્યોવતી-અર્થાત્ વ્રતી જીવ શલ્ય રહિત હોય છે માટે તેનામાં મિથ્યાત્વ શલ્પ પણ ન જ હોય
અને અહીં વ્રતો એવા શબ્દના સંબંધમાં જ આ અધ્યાયની સમગ્ર ચર્ચાનો આરંભ થયો હોય મિથ્યાત્વરહિતપણા પછી ની અવસ્થાના દોષોને ચિંતવવા જ આ સૂત્રો બનાવ્યા હોય તેમ લાગે છે
U [8] સંદર્ભઃ# આગમ સંદર્ભ સૂત્રઃ૪ તથા સૂત્રપનો સંયુકત
संवेगिणी कहा चउव्विहा पण्णत्ता तं जहा इहलोग संवेगणी परलोग संवेगणी आत्तसरीरसंवेगणी परसरीरसंवेगणी ।
णिव्वेगणी कहा चउव्विहा पण्णत्ता तं जहा इहलोगे दुचिन्ना कम्मा इहलोग दुहफल विवाग संजुता भवंति । इह लोगे दुचिन्ना कम्मा परलोगे दुहफल विवाग संजुत्त भवंति । परलोगे दुचिन्ना कम्मा इहलोगे दुहफल विवाग संजुत्ता भवंति । परलोगे दुचिन्ना कम्मा परलोगे दुहफल વિવા સંગુત્તા મવતિ | થી, થી. ૪,૩.૨ ૪. ૨૮૨/૨-૧૦
સૂત્રપાઠ સંબંધ - આ સાક્ષી પાઠ પ્રત્યક્ષ રીતે સંબંધિત ન લાગેતો પણ અર્થથી તેમાં સામ્યતા જોવા મળેલી છે જે વાત નો ખ્યાલ થી થાના સૂત્ર ની ટીકા જોવાથી આવે છે
U [9]પદ્ય
પૂર્વ સૂત્રઃ૪માં આ સૂત્રના બંને પદ્યોનો ઉલ્લેખ થઈ ગયો
U [10]નિષ્કર્ષ-આ સૂત્ર પણ પૂર્વ સૂત્રની માફક સુંદર બોધને આપનારું તથા વૈરાગ્ય માં ઉત્કર્ષ લાવનારું છે. સૂત્રકાર મહર્ષિ એ નિરુપીત વાત મુજબ હિંસા-મૃષા-ચોરીમૈથુન અને પરિગ્રહ એ પાંચે દુ:ખ જ છે
જગતના જીવો જયારે હિંસાદિ દોષો એ જ દુઃખ છે તે વાત સ્વીકારતા કે વિચારતા થશે ત્યારે તે ભાવનાના પ્રબલ્યથી તેમનો પોતાનો આત્મિક વિકાસ અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિતો અવશ્ય થવાની જ છે. તદુપરાંત આ અશાંત જણાતા સમગ્ર વિશ્વમાં પણ શાંતિનો સુખનો સંદેશો આ સૂત્ર મુજબની ભાવનાથીજ મળવાનો છે
જગતના દરેક જીવને સ્થાને પોતાનો આત્મા કલ્પવાથી આપો આપ હિંસા-જૂઠ-ચોરી ત્રણે નિર્મૂળ થઈ શકે અને વાસ્તવિક સુખની કલ્પનાથી મૈથુન અને પરિગ્રહ પણ દૂર થવાના જ છે અને એ રીતે સમગ્ર જગત ને સુખી થવાની ચાવી આ સૂત્રમાં પડેલી છે
OOOOOOO અ. ૭/૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org