________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૨
૧૪૩ પિનિદાન કરણ -
# સાંસારિક ફળની ઈચ્છાથી વ્રત,સંયમ તપ વગેરે કરવા અને વ્રતના ફળરૂપે સાંસારિક સુખ મેળવવા સંકલ્પ કરવો.
# તપ કે ત્યાગ નો બદલો કોઈપણ જાતના ભોગરૂપે માગી લેવો તે નિદાનકરણ જે સંલેખણાવ્રતનો પાંચમો અતિચાર છે.
# તપ અને સંયમના પ્રભાવથી હું ચક્રવર્તી બનું, રાજા બનું વાસુદેવ બનું, રૂપવાન બનું માન-સન્માન પામું ઇત્યાદિ ઇચ્છાઓ રાખવી
# નોંધઃ-વંદિત સૂત્ર કે ઉપાદક દશાંગ સૂત્રમાં કહેવાયેલા ત્રણ અતિચારો અહીં સમાવિષ્ટ થઈ શકે છે
(૧) ઈહલોક આશંસા - સંલેખના વ્રત સ્વીકાર્યા પછી હું આલોકમાં જ ઉત્પન્ન થાઉ મનુષ્ય બનું, રાજા બનું,ચક્રી બનું એવી જે ઈચ્છા તેને ઈહલોક આશંસા અતિચાર કહેવાય છે.
(૨)પરલોક આશંસાઃ-સંલેખના વ્રત સ્વીકાર્યા પછી મનમાં એવી ઈચ્છા રાખવી કે હું અહીંથી મરણ પામીને દેવ બનું, ઈન્દ્ર બનનું, વિમાનોનો અધિપતિબનું, આવી આવી ઇચ્છા તે પરલોક આશંસા નામનો બીજો અતિચાર છે.
(૩)કામભોગાશંસા - સંલેખના વ્રત સ્વીકાર્યા પછી યોગ્ય પૂજા સન્માનાદિકના અભાવ કે ભૂખના દુઃખથી પીડિત થઈને એવી ઈચ્છા રાખવી કે વહેલો કે મોડો હું દેવલોક કે મનુષ્યલોકમાં ગમે ત્યાં ઉત્પન્ન થાઉં પણ મને ત્યાં ઇચ્છિત કામભોગની પ્રાપ્તિ થાઓ તે કામભોગ આશંસા અતિચાર છે
સંલેખના વ્રતમાં મરણ સમયે આ પાંચે દોષોની ઉત્પત્તિ ન થાય તેવી પ્રાર્થના કરવી તે આ દોષોના નિવારણનો પુરુષાર્થ છે
* સારાંશ -આ રીતે કુલ ૭૦અતિચારોનું અહીં વર્ણન કરાયું છે કેમ કે સમ્યક્તના૫, ૧૨ વ્રતના પ-પએટલે ૦, સંલેખના વ્રતના પ એમ ૭૦અતિચાર સૂત્ર ૧૮ થી ૩૨માં કહેવાયા છે. જો કે સિધ્ધસેનીયવૃત્તિ માં જણાવે છે કે આ અતિચારો ની સંખ્યા ૬પ ની ગણવી જોઈએ કેમ કે સમ્યક્ત એ તો પાયો છે. તેની શુધ્ધિ વિનાવ્રત શુધ્ધિ સંભવતિ નથી.
આ ૭૦ અતિચાર જાણવા યોગ્ય છે, પરિહરવા યોગ્ય પણ છે જ વળી આ ભૂલો અજાણતા કે પ્રમાદ વશ થાય તો અતિચાર છે પણ જો જાણી જોઇને -ઇરાદપૂર્વક તેનું સેવન કરવામાં આવે તો અનાચાર અર્થાત વ્રતભંગ સ્વરૂપજ છે.
જ વિશેષ વાતઃ-પાલિકાદિ અતિચાર ગુજરાતી ભાષામાં હોવાથી કેટલાંક તેને માનતા નથી, કેટલાંક કલ્પીત પણ ગણે છે આપણે આ ૭૦ અતિચારને અહીં જોયા-તેમજ ઉપાસક દશાંગ નામના આગમમાં પણ આ અતિચારો નું વર્ણન છે, વંદિતસૂત્રમાં પણ વર્ણન છે માટે આ અતિચારો કપોળકલ્પિત નથી પણ આગમિક છે, શાસ્ત્રીયછે અને પ્રાચીન પણ છે તે વાત સ્મરણસ્થ હોવી જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org