________________
૧૧૭
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૪ प्रमाणातिक्रमे अतिचार: [૫] કુષ્ય પ્રમાણતિક્રમઃ
ૐ અનેક પ્રકારના વાસણો અને કપડાંઓનું પ્રમાણ નક્કી કર્યા બાદ તેનો અતિક્રમ કરવો તે કુષ્ય પ્રમાણતિક્રમ
રાચરચીલામાંજે-જે વસ્તુઓનું જેટલું પ્રમાણ રાખ્યુ હોય તેના કરતા વધારે પરિગ્રહ કરવો ૐ અલ્પ કિંમત વાળી લોઢું વગેરે ધાતુઓની વસ્તુઓ,ઘરઉપયોગી રાચરચીલું, કાષ્ટઘાસ વગેરેનો કુપ્પમાં સમાવશ થાય છે.નક્કી કરેલ કુપ્પ પરિગ્રહ પરિમાણની મર્યાદાનું ઉલ્લંધન કરવું તે કુષ્ય પ્રમાણાતિક્રમ સમજવો
કુષ્ય એટલે સોનારૂપા સિવાયની સર્વધાતુઓ તેમજ ઉપલક્ષણથી ઘરનું તમામ ફર્નિચર આદિ ઘરવખરીઓ, તેનું જે પ્રમાણ નક્કી કરવું તે કુપ્પ પરિણામ આ મર્યાદાનું ભૂલ ચૂક કે લોભાદિ વશ ઉલ્લંઘન તે કુષ્ય પ્રમાણાતિક્રમ
कुप्यं कांस्य- लोह - ताम्र-सीसक- त्रपु - मृद्भाण्डक - त्वचिसार विकारोदन्तिका -रोदन्तिका -काष्ठकुण्डक - पारी- मञ्चक-मञ्चिकादिप्रमाणातिरेकग्रहणमत्तिचार इति ।
આ પ્રમાણે ઇચ્છા પરિમાણ વ્રત અથવા અપરિગ્રહાણુવ્રતના પાંચ અતિચારો કહ્યા છે. *વિશેષઃ- અપરિગ્રહાણુવ્રત ના પાંચ અતિચારો કહ્યા છે તેમાં ધારેલ મર્યાદાથી વધુ ક્ષેત્ર-વાસ્તુઆદિનો સ્વીકાર કરવો તે સાક્ષાત્રીતે વ્રત ભંગ જ થતો હોવા છતાં કેટલાંક કારણોથી તે વ્રત ભંગ ગણાતો નથી
-૧ યોજનઃ- યોજન એટલે જોડવું. એક ઘરના પ્રમાણ વાળાને અધિકની જરૂર પડે ત્યારે કે અન્યકારણે બીજુંઘર લેવું હોય ત્યારે પોતાના ઘરને અડીને જ બીજુંઘર લઇ વચ્ચેની દીવાલ પાડી દઇ સળંગઘર બનાવી દે .આ રીતે એકજ ઘર ગણે ત્યારે તેના મનમાં વ્રત ભંગ ન થાય માટેઆવું કરવું એવો ભાવ હોવાથી અપેક્ષાએ તેને ભંગ ન ગણતા અતિચાર કહ્યો છે.
-૨ પ્રદાનઃ- એટલે આપવું. સુવર્ણ આદિનું પ્રમાણ કર્યાપછી કોઇની પાસેથી બીજું મળે ત્યારે વ્રતભંગની ભીતિથી હમણાં તમારી પાસે રાખો એમ કહી બીજાને આપી દે . વ્રતની અવિધ પૂરી થતા લઇલે
-૩ બંધનઃ- બંધન એટલે ઠરાવ. પરિમાણ નક્કી કર્યા બાદ બીજા પાસે થી અધિક મળે ત્યારે વ્રત ભંગના ડરથી એમ કહે કે હમણાં તમારી પાસે રાખો અમુક સમય પછી થી હું લઇ જઇશ આવો કરાર કરી પોતાની સમયમર્યાદા પૂર્ણ થયેથી તે વસ્તુ મેળવી લે
-૪ કારણઃ- જેમ કે તે અગારી વ્રતીએ ગાય કે બળદનું પરિમાણ નક્કી કરેલ છે, હવે તે ગાયને ગર્ભ રહે અને વાછરડાદિનો જન્મ થાય ત્યારે એમ વિચારે કે મારે તો ગાય કે બળદ નોનિયમ છે. વાછરડા -વાછરડી નો અભિગ્રહ નથી તે તો મોટા થશે ત્યારે ગાય કે બળદ થશે માટે કોઇ વ્રતભંગ નથી આ રીતે આ વાછરડાદિને ગાય કે બળદ ન માનતા તેના કારણ માનો. [૫] ભાવઃ- ભાવ એટલે પરિવર્તન.માનો કે દશથી વધુ ચાંદીના પ્યાલાનો નિયમ છે ભેટ કે અન્ય કારણોસર બીજા પાંચ પ્યાલા મળે, ત્યારે વ્રતનો ભંગ કરવો નથી અને પ્યાલાનો લોભ પણ છોડવો નથી, તેથી પ્યાલા ભંગવીને નાનામાંથી મોટા પ્યાલા કરાવી દે અને વ્રત ની સંખ્યા જેમ ને તેમ જ રાખે, આ પાંચ બાબત માં સાક્ષાત્ નિયમ ભંગ હોવા છતાં હૃદયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org