________________
૧૦૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કહેલું છે અને તેબીજા સત્યવ્રત અર્થાત સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત નો બીજો અતિચાર છે
છે રહસ્ય એટલે એકાંતમાં બનેલ, અભ્યાખ્યાન એટલે કહેવું.
વિરુધ્ધ રાજયો, મિત્ર-મિત્ર, પતિ-પત્નિ વગેરેની એકાંતમાં થયેલ ક્રિયાકે વાત વગેરેને હાસ્યાદિપૂર્વક બહાર પાડવી
આ ગુપ્ત વાત બહાર આવવાથી પતિ-પત્ની વગેરેને દુઃખ ઉત્પન્ન થાય, કલેશ-કંકાસ થાય અહીં હકીકત સત્ય હોવાથી બાહ્ય દ્રષ્ટિએ વ્રતભંગ નપણ થાય છતાં તાત્વિક દ્રષ્ટિએ તો વ્રતભંગ ગણાય તેથી રહસ્યાભ્યાન એ અતિચાર કહ્યો છે અન્યત્ર આ અતિચારને ગુહ્ય ભાષણ પણ કહેલ છે
र रह: एकान्तस्तत्रभवं रहस्यं । रहस्येनाभ्याख्यानम् अभिसंसनमसदध्यारोपणं रहस्याभ्याख्यानम् ।
र रहस्याभ्याख्यायनं नाम स्त्रीपुंसयोः परस्परेण अन्यस्य वा राग संयुकतं हास्यक्रीडासङ्गादिभिः रहस्येन अभिशंसनम् ।
[૩]કુટલેખન ક્રિયા# મહોર, દસ્તાવેજ આદિવડે ખોટા દસ્તાવેજો કરવા, ખોટો સિક્કો ચલાવવો વગેરે.
૪ ખોટા દસ્તાવેજ લખવા, સાચાલેખ ફેરવવા, ખોટી હકીકતો જાહેર કરવી, ખોટી સાક્ષી પૂરવી વગેરે કુટલેખ ક્રિયા છે.
# તૂટલેખ એટલે જૂઠું બનાવટી લેખ એટલે લખાણ. જે લખાણ જઠું હોય તે કુટલેખ કહેવાય કોઈ માણસનું ખાતું ચાલતું હોય અને તે અમુક કિંમતનો માલ લઈ ગયો હોય તેમાં રકમ વધારી દેવી કે તેણે આપેલા રૂપિયા ઓછા જમા કરવા એ સર્વે કુટલેખ છે.
એવી જ રીતે કોઈ કરાર,દસ્તાવેજ કે અગત્યના કાગળમાંથી કોઈ કામનો અક્ષર છેકી નાખવો અથવા અર્થ કે હકીકત ફરી જાય તે રીતે કોઈ અક્ષર કે ચિહ્નનો ઉમેરો કે ઘટાડો કરવો તે પણ કુટલેખ છે
જ સાચા લેખને ખોટામાં ફેરવવા, ચોપડામાં ખોટી સહીઓ કરવી,ખોટા જમા-ખર્ચ કરવા, ખોટા લેખો લખવા,ખોટી બિના છાપવી વગેરે
– અહીં અસત્ય બોલવાનો નિયમ છે, અસત્ય લખવાનો નિયમ નથી.આથી બાહ્ય દ્રષ્ટિએ વ્રતનો ભંગ નથી, પણ તાત્વિકદ્રષ્ટિએ વ્રતભંગ હોવાથી કુટલેખ ક્રિયા છે માટે બીજા સત્ય વ્રતને ત્રીજો અતિચાર કહ્યો છે.
* कूटं असद्भूतं लिख्यते इति लेख: करणं क्रिया । कूटलेख क्रिया - अन्यमुद्राक्षरबिम्बस्वरूपलेखकरणम् इति ।
[૪]ન્યાસાપહાર
& થાપણ મુકનાર કંઈ ભૂલી જાય તો તેની ભૂલનો લાભ લઈ ઓછી વસ્તી થાપણ ઓળવવી તે ન્યાસપહાર
જ કોઈની થાપણ ઓળવવી,મિલ્કત પચાવવી, કોઈને થાપ ખવડાવવી, કોઇનો હક્ક - ડુબાડવો વગેરે સત્યવ્રતનો ચોથો અતિચાર છે | # કોઈ વ્યકિત એ થાપણ રૂપે ૮૦ તોલા સોનું મુક્યુ હોય તે વ્યકિત લેવા આવે ત્યારે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org