________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલોને છોડવાથી અર્થાત્ બોલવાથી એ પુદ્ગલ માં ધ્વની ઉત્પન્ન થાય છે.
આ રીતે શબ્દ કે વાણી ભાષા વર્ગણાના પુદ્ગલોનું પરિણામ હોવાથી પૌદ્ગલિક દ્રવ્ય છે. -ભાષા જિહવેન્દ્રિયની સહાયથી ઉત્પન્ન થાય છે અને શ્રોત્રેન્દ્રિયની સહાયથી જાણી
શકાય છે.
૭૪
બે પ્રકારે ભાષા કહેલી છે તેમાં ભાવભાષા એ વીર્યાન્તરાય,મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી તથા અંગોપાંગ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શકિત છે.
-આ રીતે આ શકિત પુદ્ગલ સાપેક્ષ હોવાથી પુલિક છે.
– અને એવા ભાવવચનની શકિતવાળા આત્મા થકી પ્રેરિત થઇને વચન રૂપે પરિણત થતા ભાષાવર્ગણાના સ્કન્ધ, તે દ્રવ્યભાષા છે. આ દુવ્ય ભાષા કે દ્રવ્ય વચન શ્રોત્રેન્દ્રિયનો વિષય છે તેથી પણ તે પૌદ્ગલિક હોવાનું જાણી શકાય છે.
* મનસ્:-:- મન, જ્ઞશ્વ મનÒન વૃત્તિ ।
મન પણ પુદ્ગલના પરિણામરૂપ હોવાથી પૌદ્ગલિક છે.
—(સંજ્ઞી)જીવ જયારે વિચાર કરે છે ત્યારે પ્રથમ આકાશમાં રહેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે.
ત્યાર પછી તે પુદ્ગલોને મન રૂપે પરિણમાવે છે. અને છોડે છે – મનરૂપે પરિણમેલા પુદ્ગલોને છોડવા તે વિચાર છે. – આથી મનરૂપે પરિણમેલા પુદ્ગલો કે વિચાર એ જ મન છે. મનના બે ભેદ છે દ્રવ્યમન અને ભાવમન
-ભાવમનના પણ બે ભેદ છે લબ્ધિ-ભાવમન, ઉપયોગ-ભાવમન લબ્ધિ-ભાવમન, - વિચાર કરવાની શકિત તે લબ્ધિરૂપ ભાવમન છે. ઉપયોગ-ભાવમન -વિચાર એ ઉપયોગ રૂપ ભાવ મન છે.
દ્રવ્યમન- વિચાર કરવામાં સહાયક મન રૂપે પરિણમેલા મનો વર્ગણાના પુદ્ગલો એ દ્રવ્યમન છે. એ રીતે દ્રવ્યમન પૌદ્ગલિક છે.
લબ્ધિ તથા ઉપયોગરૂપ ભાવમન પુદ્ગલ અવલંબિત હોવાથી પૌદ્ગલિક છે.
– જ્ઞાનાવરણ તથા વીર્યાન્તરાયના ક્ષયોપશમ થી તથા અંગોપાંગ નામ કર્મના ઉદયથી મનોવર્ગણાના જે સ્કંધો ગુણદોષ વિવેચન,સ્મરણ આદિ કાર્યમાં અભિમુખ આત્માના સામર્થ્ય થી ઉત્તેજક થાય છે તે દ્રવ્યમન છે. તે પણ પૌલિક જ છે.
4પ્રાળાપનઃ- શ્વાસોચ્છ્વાસ-જેની વ્યાખ્યા હવે પછીના ૧.૮-મૂ. ૧૨તિજ્ઞતિશરીર...માં નામકર્મની ટીકામાં કરાયેલી છે.
પ્રાણ:- આત્મા થકી ઉદરમાંથી બહાર કાઢવામાં આવતો નિઃશ્વાસ વાયુ, તેને પ્રાણ કહેવામાં આવે છે.
અપાનઃ- ઉદર ની અંદર જતો ઉચ્છ્વાસ વાયુ, તેને અપાન કહે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org