________________
૫૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે કોઈ જીવ આવા ત્રણ અસંખ્યાતમા ભાગ-પ્રદેશત્ર-માં રહે છે. છે આ રીતે વધતા વધતા કોઈ જીવ યાવત સંપૂર્ણ લોકાકાશ માં રહે છે
જયારે કેવળી ભગવંત કેવળી સમઘાત કરે ત્યારે તેના આત્મ પ્રદેશો સંપૂર્ણ લોકાકાશ ના પ્રદેશ ક્ષેત્ર માં વ્યાપ્ત બને છે જો કે અત્રે એ વાત નોંધનીય છે કે ફકત કેવળી સમદ્યાત વખતે જજીવ સંપુર્ણલોકમાં વ્યાપીને રહે છે. બાકીના સમયમાં તો સામાન્યથી પોતાના શરીર પ્રમાણ આકાશ પ્રદેશોમાં રહે છે.
જે જીવને જેમ મોટું શરીર તેમ વધુ આકાશ પ્રદેશમાં રહે છે અને જેમ નાનું શરીર તેમ ઓછા આકાશ પ્રદેશમાં રહે છે. જેમ કે હાથીના ભવને પામેલો જીવ હાથી પ્રમાણ આકાશ પ્રદેશને અવગાહે છે જયારે કીડીના ભવને પામેલો જીવ કીડી પ્રમાણ શરીરને અવગાહે છે.
છે જેમાસમકાળે દરેકજીવના અવગાહક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે તેમ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ એકજ જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન હોય છે.
છે જેમ તાજું જન્મેલું બાળક જેટલા આકાશ પ્રદેશ ક્ષેત્રમાં રહે છે તેના કરતા એ જ બાળક પુખ્ત ઉંમરનું થાય ત્યારે ચાર-પાંચગણા ક્ષેત્રની અવગાહના કરે છે. કારણકે જન્મ સમયે બાળકની જે ઉંચાઈ કે જાડાઈ હોય છે તેના કરતા પુખા વયે તેની ઉંચાઇ-જાડાઈ-વજન વગેરે ચાર પાંચ ગણા થઇ જતા હોય છે.
$ આ રીતે સમગ્ર સૂત્રમાં આપણે જે ઉપરોકત કથનો જોયાતે બીજી રીતે નીચે મુજબ રજૂ થઈ શકે છે.
-૧- જીવદૂત્રનું નાનામાં નાનું આધાર ક્ષેત્ર અંગુલનો અસંખ્યય ભાગ પરિમાણ લોકાકાશનો ખંડ હોય છે. જે સમગ્ર લોકાકાશનો એક અસંખ્યાતમો ભાગ જ હોય છે.
-૨-એ જ જીવનું કાળાન્તરે, અથવા એ જ સમયે બીજા જીવનું કંઈક મોટું આધાર ક્ષેત્ર એ ભાગથી બમણું પણ માનવામાં આવેલ છે
-૩- આ રીતે એ જીવનું અથવા જીવાત્તરનું આધારક્ષેત્ર ત્રણગણું, ચારગણું, પાંચગણું, આદિક્રમથી વધતાં વધતાં અસંખ્યાત ગણું અર્થાત સર્વ લોકાકાશ થઈ શકે છે.
નોંધ:-અહીંજીવના પરિમાણની જેન્યૂનાધિકતા ઉપર કહી છે તે એક જીવની અપેક્ષાએ સમજવી જોઈએ. સર્વ જીવરાશિની અપેક્ષાએ તો જીવતત્વનું આધાર ક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ જ છે. કેમ કે ચૌદ રાજલોક સૂક્ષ્મ નિગોદના જીવો ઠાંસી ઠાંસીને ભર્યા છે.
0 લોકાકાશને અનંતમો ભાગ નથી તેથી અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ અને સમગ્ર લોક-એ રીતે ત્રણ ભાગો જીવના અવગાહ માટે હોય છે તેમ કહી શકાય.
૪ આ સાથે પણ ખ્યાલમાં રાખવા યોગ્ય હકીકત છે કે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એક સૂક્ષ્મ શરીર માં પણ અનંતા જીવો રહી શકે છે.
૦ પ્રશ્ન - તુલ્ય પ્રદેશોવાળા એક જીવ દૂબના પરિમાણમાં કાળભેદથી જે ન્યૂનાધિકતા દેખાઈ આવે છે, અથવા ભિન્ન ભિન્ન જીવોના પરિમાણમાં એકજ સમયમાં જે - ન્યૂનાધિકતા દેખાય છે. તેનું કારણ શું?
-સમાધાનઅનાદિકાળથી જે કર્મો જીવની સાથે લાગેલા છે. અને જે અનંતાનંત અણુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org