________________
बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः
नमो नमो निम्मल दंसणस्स
(તસ્વાથધિગમ સૂત્ર )
તત્વ: (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વ-ભાવ તે તત્ત્વ.
(૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે
જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ.
(૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ.
(૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ
કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન.
(૨) જ્ઞાન થવું તે. સૂત્રઃ અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર
વાક્ય તે સૂત્ર.
પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્ત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org