________________
૨૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અસંખ્યાતુ,યુકત અસંખ્યાતુ અને અસંખ્ય અસંખ્યાતુ ના કહેલ છે. આ રીતે કુલ નવ અસંખ્યાતા કહ્યા છે તેમાં પ્રાય: કરીને મધ્યમ યુકત અસંખ્યાતામાં ધર્મ-અધર્મ દ્રવ્યના પ્રદેશોની ગણના થાય છે. અથવા તો ધર્મ-અધર્મદ્રવ્યના પ્રદેશો પ્રાયઃ મધ્યમયુકત અસંખ્યાત પ્રમાણ છે.
• પ્રવેશ:- પ્રદેશો પૂર્વે સૂત્ર :૨ માં તેનો પરિચય અપાયો જ છે. “પ્રદેશ” શબ્દના અર્થને સમજવા માટેની જૂદી જૂદી વ્યાખ્યા:–વસ્તુ સાથે પ્રતિબધ્ધ નિર્વિભાજય સૂક્ષ્મ અંશ તે પ્રદેશ કહેવાય છે
– પ્રદેશનો અર્થ “એક એવો સૂક્ષ્મ અંશ છે કે જેના બીજા અંશોની કલ્પના સર્વજ્ઞની બુધ્ધિથી પણ થઈ શકતી નથી' આવા અવિભાજય સૂક્ષ્મઅંશને પ્રદેશો-અંશ કે નિરંશ કહે છે.
-કેવળીભગવંતની જ્ઞાનશકિતથી પણ જેના બે ભાગ ન થઈ શકે એવો નિરવયવસૂક્ષ્મ અંશ; તે સ્કન્ધ સાથે જોડાયેલ ન હોય ત્યારે તે પ્રદેશો કહેવાય છે.
-એક પરમાણુને રહેવાનો સૌથી સૂક્ષ્મ જેટલો અવકાશ તેવડોએકપ્રદેશ હોય છે તે છૂટો પડેલો ભાગ હોતો નથી પરંતુ બુધ્ધિની અપેક્ષાએ આ માપ સમજવાનું છે
-प्रकृष्टो देश: प्रदेश: परमनिरुद्धो निरवयव इति यावत् । -જેટલા આકાશ ક્ષેત્રમાં એક પુદ્ગલ પરમાણુરીશકેછેતેટલા આકાશ દેશને પ્રદેશ કહે છે. -प्रदिश्यन्ते इति प्रदेशा: આ વિવિધ વ્યાખ્યામાં થી બે વાત ફલિત થાય છે.
(૧)પ્રદેશ એ વસ્તુનો એવો નિર્વિભાજય અંશ છે કે જેના બે ભાગ કેવળીભગવંતની જ્ઞાનશકિતથી પણ થઈ શકતા નથી.
(૨)જેટલા ક્ષેત્રમાં આ નિર્વિભાજય અંશ એટલે કે પરમાણુ રહી શકે છે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહે છે.
આવા અસંખ્યાત પ્રદેશ ધર્મદ્રવ્ય અને અધર્મ દ્રવ્યના કહ્યા છે.
જ ધર્મયો:- ધર્મ તથા મધ ને ષષ્ઠી બહુવચનનો પ્રત્યય લાગવાથી આ પદ નિષ્પન્ન થયું છે
-धर्म भेटले धर्मास्तिकाय : धर्मद्रव्य -अधर्म भेटले अधर्मास्तिकाय अधर्मद्रव्य બંને શબ્દોની વિશેષ વ્યાખ્યા પૂર્વે કહેવાઈ ગઈ છે - સંકલિત અર્થ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પ્રત્યેકદ્રવ્યના અસંખ્યાતા પ્રદેશો છે
-ધર્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ છે, અધર્મદ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશ છે. બંનેના અસંખ્યાત પ્રદેશ લોકાકાશના અસંખ્યાત પ્રદેશની બરાબર છે એટલે બંનેમાં પ્રદેશની દ્રષ્ટિએ સાધર્મ છે.
-सर्वसूक्ष्मस्य परमाणोः सर्वलद्योरित्यर्थः, अवगाह इति अवगाहोऽवस्थानमिति एष: प्रदेशः, एवभूताः असंख्येया धर्माधर्मयोः इति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org