________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૭
૧૫૧
-વ્યવહાર નયથી પર્યાયો દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. અલબત્ત પર્યાય સર્વથા અભિન્ન હોય તો પર્યાયનો નાશ થતાંજ દ્રવ્યનો પણ નાશ થઇ જાય.
-અનાદિનિધન દ્રવ્યોમાં પર્યાયોની પલટાતી અવસ્થાને જણાવવા માટે કહ્યું છે કે-જેમ સમુદ્રના પાણીમાં તરંગો બદલાયા કરે છે તેમ દ્રવ્યમાં સમયે સમયે પર્યાય ઉત્પન્ન થાય છે.અને નાશ પણ પામે છે.
-આ પૂર્વે સૂત્ર ૬:૨૬ ૩ત્પાદ્દવ્યયવ્ય માં પણ ઉત્પાદઅને વ્યયની વ્યાખ્યા કરતી વખતે પર્યાયના આ અર્થને જણાવેલો જ છે. કેમ કે પર્યાય એટલે અવસ્થા તે ઉત્પન્ન થાય અને નાશ પણ પામે માટે તેને ઉત્પાત્ વ્યય યુતમ્ કહેલી છે.
-મમાવિન: પર્યાયા:
ૢ પર્યાય શબ્દ વિશે કંઇક વિસ્તારઃ- દરેકદ્રવ્યમાં અનેક પ્રકારના ભિન્નભિન્ન ધર્મોપરિણામો હોય છે. આ ધર્મો-પરિણામો બે પ્રકારના કહ્યા છે. જેમાં કેટલાંક ધર્મો દ્રવ્યોમાં સદા રહે છે તેને ગુણ કહેવાય છે. તે વાત ની વ્યાખ્યામાં કહેવાઇ ગઇ છે.
બીજાપ્રકારના ધર્મો-પરિણામોએવા છે, જેદ્રવ્યોમાં સદા સાથે રહેતા નથી પરંતુ કયારેક એ ધર્મ હોય અને કયારેક એ ધર્મ ન પણ હોય “ તેને પર્યાય’” કહે છે.
66
–આવા ધર્મોને ક્રમભાવી-ઉત્પન્ન થનારા અને નાશ પામનારા કહ્યા છે. આ ક્રમભાવિ [-અર્થાત્ઉત્પાદ-વિનાશશીલ] ધર્મોને પર્યાય કહેવામાં આવે છે. જેમ કે આત્માના જ્ઞાનોપયોગ અને દર્શનો પયોગ આદિ ધર્મો. આત્મામાં જયારે જ્ઞાનોપયોગ હોય છે ત્યારે દર્શનોપયોગ નથી હોતો અને દર્શનો પયોગ હોય છે ત્યારે જ્ઞાનો પયોગ હોતો નથી. તેથી અહીં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એ બે ધર્મો ક્રમભાવી-નાશ પામનારા અને ઉત્પન્ન થનારા હોવાથી આત્માના પર્યાયો છે.
આ જ પ્રમાણે પુદ્ગલની અપેક્ષાએ વિચારીએતોઃ-વર્ણ એ ગુણ છે પણ કૃષ્ણ,શ્વેત વગેરે પાંચે પર્યાયો છે.
–૨સ એ ગુણ છે પણ કડવો, મીઠો વગેરે પાંચે પર્યાયો છે.
—ગંધ એ ગુણ છે પણ સુરભિ કે દુરભિ પર્યાયો છે.
—સ્પર્શ એ ગુણ છે. પણ કઠિન-મૃદુ વગેરે આઠે તેના પર્યાયો છે.
આ બધાંને પર્યાયો એટલા માટે કહ્યા છે કે -કાલાન્તરે આ ધર્મો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.
વર્ણાદિ ચતુષ્કને ગુણ એટલા માટે કહ્યા કે પુદ્ગલમા વર્ણાદિ એ મૂળભૂત ધર્મો છે એ ધર્મનો નાશ કદી થતો નથી. ફકત તેના નીલ પીત આદિ પર્યાયો બદલાયા કરે છે.
શ્રી મુળ-પર્યાયઃ-દરેક દ્રવ્યમાં અનંતા ગુણો અને અનંતા પર્યાયો રહેલા છે. -કહેલા છે –દ્રવ્યો અને ગુણો ઉત્પન્ન ન થતા હોવાથી નિત્ય છે. અર્થાત્ તે અનાદિ-અનંત છે. -પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે. અને નાશ પામે છે. આથી અનિત્ય છે. સાદિ સાંત છે. જો કે પર્યાયોનું સાદિ-સાંત પણું અથવા અનત્યિતા વ્યકિતની અપેક્ષાએ કહીછે,પ્રવાહની અપેક્ષાએ તો પર્યાયો પણ નિત્ય છે. દરેક દ્રવ્યોમાં સમયે-સમયે અમુક પર્યાયો નાશ પામે છે
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org